આ પાંચ એકદમ નાના ઉપાય અપનાવીને આપણે ગોઠણના દુખાવાથી બચી શકીએ છીએ.

જો ઘૂંટણ નાં ઓપરેશન કરાવ્યું હોય તો એ લોકો ને પણ ડોકટરો પલાઠી વાળી ને બેસવું નહિ ખુરસી માં જ બેસવું જેવા નિયમો આપે છે તો પેલા જ અમુક નિયમો પાડી ને બચી જાઓ આ દુખાવા થી

ગોઠણ નો દુખાવો

હાડકામાં લીક્વીડીટી ની ઉણપ થી ગોઠણ માં દુખાવો આજકાલ સામાન્ય થઇ ગયું છે, ૪૦ વર્ષની ઉંમર પછી આજે હર કોઈ વ્યક્તિને ગોઠણ ની તકલીફ સામે ઝઝૂમવું પડી રહેલ છે. તેનું મુખ્ય કારણ છે આપણું ખોટું ખાવા પીવાનું અને ખોટું જીવનધોરણ.

થોડા નાના ઉપાય અપનાવીને આપણે ગોઠણના દુખાવાથી બચાવી શકીએ છીએ.

પાંચ આગળીઓના પાંચ નિયમ હર કોઈએ અપનાવવા જોઈએ

૧. આયોડીન યુક્ત મીઠાને બદલે ઉપર બધી જગ્યાએ સિંધા મીઠાનો ઉપયોગ કરો.

૨. સવારે ઉઠ્યા પછી કોગળા કર્યા સિવાય ૨ ગ્લાસ પાણી (હળવું હુંફાળું હોય તો વધુ સારું) બેસીને સીપ સીપ કરીને પીવો.

૩. ખાતા પહેલા એક કલાક પહેલા, એક કલાક પછી પાણી નથી પીવાનું.

૫. રાત્રે સુતા પહેલા એક ચમચી ગાયનું ઘી હળવું હુફાળા પાણીમાં નાખીને બેસીને ઘૂંટડે ઘૂંટડે કરીને પીવો.
ઉભા રહીને ક્યારે પણ પાણી ન પીવો.

રીફાઇન્ડ તેલનો ક્યારે પણ ઉપયોગ ન કરવો, ભોજનમાં તેલ, સરસીયાનું તેલ કે દેશી ગાયના ઘી નો ઉપયોગ કરો.

૪૦ ની ઉંમર પછી અઠવાડિયામાં ૨ દિવસ સરસીયાના તેલનું માલીશ ગોઠણ ઉપર જરૂર કરો, તેનાથી ચીકાશ જળવાઈ રહે છે, સાંધામાં ઘસારો થતો નથી.

સાંજે ૪ વાગ્યા પછી કોઈપણ પ્રકારની ખાટી વસ્તુનું સેવન ન કરવું.

વાસી ભોજન, ઠંડુ પાણી કે ફ્રીજ ની વસ્તુનું સેવન ન કરવું.

૪૫ વર્ષની ઉંમર પછી શરીરમાં કેલ્શિયમ બનવાનું બંધ થઇ જાય છે જેથી શરીરના બીજા ભાગો ઉપર અસર પડે છે. ચુનો (જે પાનમાં ખાવામાં આવે છે) દૂધ અને કેળા કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. રોજ સવારે ૯ વાગ્યાની આસપાસ ઘઉંના દાણા જેટલો ચૂનો એક ગ્લાસ પાણીમાં ભેળવીને પછી તેની ઉપર એક કેળું ખાઈ લો. કેળા ખાધા પછી ૧૫-૨૦ મિનીટ સૂર્ય ના પ્રકાશમાં બેસો. તેનાથી તમને કેલ્શિયમ અને વિટામીન ડી પુષ્કળ પ્રમાણમાં મળે છે. આવું તમારે રોજ કરવાનું છે.

(નોંધ : પથરીની તકલીફ વાળા દર્દીઓએ ચૂનાનું સેવન ન કરવું જોઈએ)

જે લોકોને ગોઠણનો દુખાવો શરુ થઇ ગયેલ છે તેમના માટે આ ઉપાય ફાયદાકારક સાબિત થશે.

21 દિવસ સુધી નિયમિત અખરોટ ની ગીરીનું સેવન કરો.

નારીયેલ ખાવાથી પણ સાંધાના દુખાવો દુર થાય છે, રોજ નારીયેલ નું સેવન કરો.

ગોઠણ ના દુખાવા માટે એક તેલ બનાવવાની રીત આપી રહેલ છું, આ તેલના માંલીસથી આર્થરાઈટીસ માં પણ આરામ મળે છે.

૨૫૦ ગ્રામ તલનું તેલ લો તેને ગરમ કરો અને ગરમ થાય એટલે તેમાં બે ચમચી સુંઠ પાવડર, અડધી ચમચી તજ પાવડર અને બે ચમચી અજમો નાખી દો, તેને થોડી વાર પછી ૮-૧૦ લસણ ની કાચી કળી છોલીને તેલમાં નાખી દો અને લસણની કળી કાળી પડે એટલે ગેસ બંધ કરી દો. પછી તે તેલમાં ૫-૬ કપૂર ની ડલી નાખી દો. ઠંડુ થાય એટલે આ તેલને ગાળીને કોઈ કાચની બોટલમાં ભરી લો અને પછી આ તેલને સાંધા ઉપર અને કમર ઉપર (જો કમરનો દુખાવો હોય તો) હળવા હાથે માલીશ કરો. હળવું ગરમ આ તેલથી સાંધાને માલીશ કરવાથી દુખાવામાં સારો ફાયદો થાય છે. દિવસમાં ૩-૪ વખત માલીશ કરવું યોગ્ય છે.