શિયાળા ની જમાવટ માં ઘુટો નો સ્વાદ નથી લીધું તો જીવન એળે ગ્યું કહેવાય જાણો ઘૂંટા વિષે

ઠંડી ની ઋતુ જામે છે ત્યારે હાલાર જેવા પંથકો માં ઘુટા પાર્ટી ઓ થવા લાગે છે. શરીર ને તંદુરસ્ત રાખવા માટે ખુબ સારો ગણાય છે ઘુટો ઘણા દાયકા ઓ થી ઘણા પંથકો માં લોકપ્રિય બની રહ્યો છે ઘુટો. જામનગર બાજુ ના લોકો આનાથી ખુબ પરિચીત હશે.

ગામડાઓ માં ઠેર ઠેર ઘુટો ના જમણ થાય છે. ખેડૂતો વાડિયો માં ઘૂંટા પાર્ટી કરી ને મોજ કરે છે. હવે જે લોકો ઘુટા નો પરિચાય લેવા માંગે છે એમના માટે જણાવીએ કે આ લગભગ 32 જાત ના શાકભાજી- ફળ ને ઘૂંટયા બાદ બને છે ઘુંટો

ઘુંટો એમનેમ પીવાય એવો પણ બનાવાય છે કે રોટલા, પાપડ, માખણ,છાસ વગેરે સાથે પણ લેવાય એવો બનાવાય છે છે.

જાણો બનાવવાની રીત

ભીંડા અને કારેલા સિવાય ના શાકભાજી લેવાય છે જેમાં સુવા ની ભાજી, ગુવાર, વટાણા, લીલા ચણા, વાલોર,ટામેટા, દુહો, કોથમીર, મરચા, મેથી, સુરણ, રતાળુ, ગાજર, જેવા થોડા ફ્રેટ સહીત શાકભાજી ને જીણું જીણું કટિંગ કરીને એક વાસણ માં પાણી નાખી ને તેમાં ઉકાળવા નાખી દેવાય છે. પછી લાકડા ના હાથા વડે બરાબર ઘૂંટવા માં આવે છે. લગભગ 32 જાત ની શાકભાજી કે તમને જે ભાવતી હોય તેવી શાકભાજી ને ઘૂંટી ને રાગડા જેવું કરાય છે ત્યારબાદ આ ઘૂંટા નો સ્વાદ લઇ શકો છો.

આ બનાવવાની દરેક ની રીત અલગ અલગ હોય છે એટલે અમે તમને એજ કહીશું કે તમારા આસપાસ કોઈ હાલાર, ધ્રોલ, ફલ્લા, જોડિયા વગેરે પંથક ના લોકો હોય તો એમને પૂછી ને બનાવો એ વધુ સારી રીતે સમજાવી શકશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય તો તમે અમને જણાવી શકો છો, જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.

વિડીયો – ૧ ઘુંટા પાર્ટી

વિડીયો – ૨

બીજી વાનગીઓ બનાવવા વિષે જાણકારી મેળવવા માટે ક્લિક કરો. >>> આયર્ન અને પ્રોટીન થી ભરપુર સુપર પંજાબી ટેસ્ટી રેસીપી પાલક પનીર બનાવતા શીખો ક્લિક કરો

સૂરતી લોચો બનાવવાની રીત જાણવા ક્લિક કરો >>> સુરતી લાલા ની ફેવરિટ ડીશ સૂરતી લોચો બનાવવાની રીત જાણવા ક્લિક કરો ને તમે પણ ટેસ્ટ કરી જુઓ

કચરિયું ઘરે બનાવવાની રીત  જાણવા ક્લિક કરો >>> તલ માં શ્રેષ્ઠ તલ એટલે કાળા તલ જાણો કાળાતલ નું કચરિયું ઘરે બનાવવાની રીત

ગુજરાતની સૌથી પ્રખ્યાત ડીશ એટલે હાંડવો બનાવવાની રીત  જાણવા ક્લિક કરો >>> ગુજરાત ની સૌથી પ્રખ્યાત ખુબ જ હેલ્થી અને ટેસ્ટી ડીશ એટલે હાંડવો ક્લિક કરી ને જાણો બનાવવા ની રીત