આ ‘મોન્સ્ટર મૂળા’ ને જોઈને લોકો થઇ ગયા ચકિત, તેનું વજન જાણી તમે પણ કહેશો – અરે બાપરે!

આ ખેડૂતના ખેતરમાં ઉગ્યો વિશાળકાય મૂળો, તેનું વજન અને ફોટા જોઈને તમે પણ થઇ જશો ચકિત.

સામાન્ય રીતે તમે લોકોએ મૂળો જોયો હશે અને ખાદ્યો પણ હશે. પણ શું તમે ક્યારેય 9 કિલોનો મૂળો જોયો છે? જી હા, બરાબર વાંચ્યું 9 કિલોની મૂળો. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના એક ખેડૂતે 9 કિલોનો મૂળો ઉગાડ્યો છે. હવે લોકો તેને ‘મોન્સ્ટર મૂળા’ નામથી બોલાવી રહ્યા છે.

આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના લોણાર તાલુકાના ગોત્રા ગામની છે. અહીં ગવાન રામનાથ મુંડે નામના ખેડૂત પોતાના ખેતરમાં શાકભાજી ઉગાડવાનું કામ કરે છે. હંમેશાની જેમ જ આ વખતે પણ તેમણે મૂળા વાવ્યા હતા.

મુંડેએ જણાવ્યું કે, તે પાકને સારી રીતે ખાતર અને પાણી આપતા રહ્યા. અને જયારે મૂળાનો પાક તૈયાર થઇ ગયો તો  તેમણે મૂળા કાઢવાનું શરુ કરી દીધું. પાકની લણણી કરતા સમયે જયારે તે એક મૂળાને કાઢી રહ્યા હતા તો તેમણે ખુબ મહેનત કરવી પડી.

ખેડૂતનું કહેવું છે કે તે મૂળો જેવો જ બહાર આવ્યો તો તેને જોઈને ખેડૂત અને ત્યાં રહેલા બીજા મજુર ચકિત થઇ ગયા. ત્યારે જે મૂળો બહાર નીકળ્યો તેનો આકાર જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા. અને દરેકના મોં થી એક જ વાત નીકળી ‘અરે બાપ રે, આટલો મોટો મૂળો.’

તે ખેડૂતે જણાવ્યું કે, આ મૂળાનું વજન 9 કિલોની આસપાસ છે. અને જેવી આ મોન્સ્ટર મૂળો ઉગવાની વાત આસપાસના ગામમાં પહોંચી, કે તેને જોવા માટે લોકોની ભીડ લાગી ગઈ. ઘણા લોકો માટે આ મૂળો આકર્ષણનું કેન્દ્ર બની ગયો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.