ઘરે ઘરે ઉગાડવામાં આવે ગીલોય, સરકારે શરુ કર્યુ અભિયાન

આપણા દેશમાં આયુર્વેદિક વનસ્પતિનું ઘણું મહત્વ રહેલું છે. અને તેના માટે સરકાર પણ અનેક પ્રકારના કાર્યક્રમો, સેમીનાર વગેરે દ્વારા લોકોને તેના વિષે જાગૃત કરવાના પ્રયત્ન કરતી રહે છે. અને લોકો તેનાથી વાકેફ થાય તે ઘણું જરૂરી છે. એની પાછળ લોકો તેનો ઉપયોગ વધુ ને વધુ કરે એ પ્રકારનો હેતુ રહેલો છે.

પાટનગર દિલ્હીમાં આયુષ મંત્રાલય ભારત સરકાર અને નેશનલ મેડિસીનલ પ્લાન્ટ્સ બોર્ડ તરફથી ‘ગીલોય’ ઉપર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પહેલો અવસર છે જ્યારે ગુણોના ખજાના તરીકે પસિદ્ધ ગીલોય એટલે અમૃતા એટલે ગડુચી ઉપર આટલો મોટો કેમ્પેઈન શરુ કરવામાં આવ્યો છે. ઉદેશ્ય છે આંબળા અને કુવારપાઠુંની જેમ લોકો તેના ગુણ વિષે પણ માહિતગાર થાય અને ગીલોય ઘરે ઘરે ઉગે. ગીલોયને ગળો પણ કહેવામાં આવે છે.

આ ઐતિહાસિક આયોજનમાં દેશભર માંથી આયુર્વેદ, ફોરેસ્ટ, કૃષિ, પર્યાવરણ, ફાર્માસ્યુટિકલ વગેરે ક્ષેત્રના મહાન વ્યક્તિઓ જોડાયા. આ સમયે આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ રાજેશ કોટેચા, જોઈન્ટ સેક્રેટરી રોશન જગ્ગી, ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી બીએસ સજવાન (નેશનલ મેડિસીનલ પ્લાન્ટસ બોર્ડ), મુખ્ય કાર્યકારી અધિકારી પ્રોફેસર તનુજા મનોજ નેસરી (નેશનલ મેડિસીનલ પ્લાન્ટસ બોર્ડ) સહિત નેશનલ મેડિસીનલ પ્લાન્ટસ બોર્ડના નાયબ સીઈઓ પદમ પ્રિય બાળાકૃષ્ણન પણ હાજર હતા.

આ સમયે ગીલોય કેમ્પેઈનનો લોગો, બ્રોશર અને ઓનલાઈન સબમિશન પોર્ટલ લોંચ કરવામાં આવી. આખો કાર્યક્રમ ૩ ભાગમાં વહેચાયેલો હતો.

રાજસ્થાન માંથી પણ આવ્યા લોકો :

દેશભર માંથી આવેલા પ્રતિયોગીઓમાં રાજસ્થાન માંથી પણ નવ વ્યક્તિઓએ હાજરી આપી. જેનું નેતૃત્વ હંમેશાની જેમ રાકેશ કુમાર ચોધરી (નેશનલ મેડિસીનલ પ્લાન્ટસ બોર્ડ આયષ મંત્રાલય, ભારત સરકાર) એ કર્યુ. કૃષિ અને પર્યાવરણ પત્રકાર મોઈનુદીન ચિશ્તી સહીત પ્રગતિશીલ ખેડૂત અજયસિંહ પુનિયા, મોહન રામ સારણ, લાલસિંહ, રંજીત સિંહ, સંદીપ, ઈશ્વરરામ, અરવિંદ પંડિતએ ભાગ લીધો.

ટેકનીકલ સેશન “TINOSPORA CORDIFOLIA-AMRITA FOR LIFE” માં પ્રગતિશીલ ખેડૂત રાકેશ કુમાર ચોધરીએ પણ દેશભર માંથી આવેલા નિષ્ણાતો સામે ગીલોયની ખેતી સાથે જોડાયેલી જાળવણી સૌની સામે મૂકી. તેમણે વિશ્વાસ દાખવ્યો કે આ રાષ્ટ્રવ્યાપી પ્રયત્ન દ્વારા અમૃત કહેવાતી ગીલોય હવે ઘર ઘરની શોભા બની શકશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.