પિતાના મૃત્યુ પછી માં એ મહેનત કરીને દીકરીને ઉછેરી, આજે 21 વર્ષની ઉંમરમાં કલેકટર બની ગઈ દીકરી

મહેનત ક્યારેય પણ નિષ્ફળ જતી નથી, આજે નહિ તો કાલે મહેનતનું ફળ તમને જરૂર મળશે. જો મનમાં સાચી ધગશ અને મહેનતમાં તાકાત હોય, તો કોઈ તમને સફળ થવાથી નથી અટકાવી શકતા. અને આ કહેવતને સાચી સાબિત કરી મધ્યપ્રદેશની એક હોંશિયાર દીકરી નિકિતાએ. ખરગોન શહેરના કુંદા નગરમાં રહેતી નિકિતાએ પહેલા પ્રયત્નમાં પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને ડેપ્યુટી કલેકટરના હોદ્દા ઉપર પસંદગી પામી છે.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ નિકિતાએ એસ.ટી.વર્ગમાં એમ.પી.માં ટોપ કર્યુ અને રાજ્યમાં ઓવર ઓલ ૨૩ મો રેંક પ્રાપ્ત કર્યો છે. ભગવાનપુરા બ્લોકના સુખપૂરીમાં મંડલોઈનો પરિવાર રહે છે. નિકિતાના પિતા મંગલસિંહ ટીચર હતા અને તેમણે દીકરીના ડેપ્યુટી કલેકટર કે કલેકટર બનાવવાનું સપનું જોયું હતું.

થોડા વર્ષો પહેલા તેઓ કુંદા નગરમાં મકાન બનાવીને વસી ગયા. સાત વર્ષ પહેલા પિતાનું અવસાન થઇ ગયું. જેને લઇને ત્રણ બાળકોના ભરણપોષણની જવાબદારી માં રાધા મંડલોઈના ખંભા ઉપર આવી ગઈ. માથા ઉપરથી પિતાનો સાથ છૂટી ગયા પછી પણ નિકિતાએ હિમ્મત ન હારી અને સારી રીતે અભ્યાસ કરી પિતાના સપનાને પૂરું કર્યુ. પોતાની દીકરીની આ સફળતા ઉપર પરિવારના દરેક સભ્યો ખુશીથી આનંદિત છે.

નિકિતાનો શરુઆતનો અભ્યાસ શહેરની શાળામાં થયો. ત્યાર પછી તેણે ઇન્દોરની જીએસઆઈટીએસ કોલેજ માંથી બાયો મીકેનીકલમાં એન્જીનીયરીંગ કર્યુ. કોલેજમાં અભ્યાસ દરમિયાન જ તેની પસંદગી પ્રાઈવેટ કંપની દ્વારા કરવામાં આવી. જેના દ્વારા લાખોના પેકેજ ઉપર વિદેશમાં નોકરીની ઓફર મળી હતી. પરંતુ નિકિતાએ આ ઓફરને છોડી દીધી અને પીએસસીની તૈયારીમાં લાગી ગઈ. નિકિતાએ અઢી વર્ષની મહેનતથી પરીક્ષા પાસ કરી લીધી. નિકિતાએ પોતાના સંદેશમાં કહ્યું કે અભ્યાસ દરમિયાન ચોક્કસ ધ્યેય મેળવવાની જિદ્દ દરેક વિદ્યાર્થીમાં હોવી જોઈએ. જેથી મુશ્કેલ માં મુશ્કેલ સમયમાં પણ તમે સફળ થશો.

આપણે ગર્વ થાય છે દેશની આવી દીકરીઓ પર જે માતા પિતાનું નામ રોશન કરવામાં અને એમના સપના પુરા કરવામાં કોઈ કસર નથી છોડતી. આવી દીકરીઓ દીકરાની સમોવડી બનીને દેખાડે છે. દરેક દીકરીએ આમની પાસેથી કંઈક શીખવું જોઈએ. અસંભવ કંઈ નથી હોતું, એના માટે સપના જોવાની અને એને પુરા કરવાં માટે મહેનત કરવાની જરૂર પડે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.