ફક્ત 15 વર્ષની ઉંમરમાં છોકરી બની ગઈ માં, પછી 18 વર્ષની થઇ ત્યારે બની આ અજીબોગરીબ ઘટના

હંમેશા બાળકો અજાણતામાં થોડી એવી ભૂલો કરી દે છે જેથી આખું જીવન તેને સહન કરવું પડે છે. કાંઈક એવી જ ઘટના સામે આવી છે. ધોલપુરમાં એક છોકરીના હવે તે છોકરા સાથે લગ્ન કરી દેવામાં આવ્યા છે, જે તેના બાળકનો પિતા હતો. ખાસ કરીને આ ઘટના હતી પ્રેમ સંબંધની. થોડા વર્ષો પહેલા છોકરો અને છોકરી એક બીજાના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા. ત્યાર પછી બન્ને ઘરેથી ભાગી ગયા. તે સમયે છોકરી માત્ર ૧૫ વર્ષની હતી. છોકરીના ઘરવાળાએ છોકરા વિરુધ અપહરણ અને બળાત્કારનો કેસ નોંધાવી દીધો. જયારે છોકરી પોલીસને મળી ત્યારે છોકરી સાત મહિના પહેલા ગર્ભવતી હતી. ત્યાર પછી શું થયું? જાણવા માટે વાંચો આખી ઘટના.

નાની હતી છોકરી :

એક રીપોર્ટ મુજબ જાણવા મળ્યું કે આ આખી ઘટના હતી ધોલપુરની પાસેના એક ગામ કોલારીની. જ્યાં વર્ષ ૨૦૧૪ માં સચિન નામનો ૧૯ વર્ષનો છોકરો હતો, જેને અનુ નામની ૧૫ વર્ષની છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્નેને ખબર પણ ન પડી કે ક્યારે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. તે બન્ને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ છોકરી નાની હતી એટલા માટે બન્નેના લગ્ન થવા શક્ય ન હતા. છોકરીએ પોતાના ઘરવાળાને જયારે સચિન વિષે જણાવ્યું તો તેમણે તેનો વિરોધ કર્યો. ત્યાર પછી બન્ને ઘરેથી ભાગી ગયા.

આવી રીતે થયા લગ્ન :

જ્યારે ઘરવાળા ન માન્ય તો બન્ને ઘરેથી ભાગી જ ગયા. ત્યાર પછી છોકરીના ઘરવાળાએ છોકરા વિરુદ્ધ રીપોર્ટ નોંધાવ્યો. જયારે પોલીસના હાથમાં બન્ને જણા આવ્યા ત્યારે છોકરી સાત મહીનાની પ્રેગનેન્ટ હતી. ત્યાર પછી છોકરાને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને છોકરીને પોલીસની દેખરેખમાં રાખવામાં આવી. પછી જયારે છોકરાને છૂટો કરવામાં આવ્યો તો બન્ને ફરીથી મળવા લાગી ગયા. બન્નેના પ્રેમમાં ત્રણ વર્ષમાં કોઈ કમી નથી આવી. ત્યાર પછી પોલીસે તે બન્નેના લગ્ન કરાવી દીધા.

લગ્નમાં જોડાયેલી હતી પોતાની દીકરી પણ :

બાળ કલ્યાણ સમિતિ દોલપુરના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહ પરમારએ કહ્યું, કે બન્નેને હાલમાં આર્ય સમાજના રીતી-રીવાજ સાથે લગ્ન કરાવી દીધા છે. અને તેમના સર્ટીફીકેટ પણ તે દિવસે આપી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે બન્નેના લગ્નમાં તેમની અઢી વર્ષની બાળકી પણ જોડાયેલી હતી. જો કે તેના ઘરવાળાને ત્યાંથી ભાગ્યા પછી અન્નુના ગર્ભમાં આવી હતી. તેવામાં એ માસુમ બાળકીનો કોઈ દોષ ન હતો. તેને બન્ને માં બાપનો પ્રેમ મળવો જોઈતો હતો એટલા માટે આ લગ્નની મંજુરી આપી દેવામાં આવી.

કાયદાની મંજુરીથી કરવામાં આવ્યા લગ્ન :

લગ્નમાં રહેલા રાજેશ તીવાડીએ જણાવ્યું, કે બન્ને માં બાપ હવે પુખ્ત થઇ ગયા હતા. એટલા માટે કાયદા તરફથી તેના લગ્નમાં કોઈ મનાઈ નથી કરી શકાતી. બન્ને હવે સમજુ હતા અને પોતાની દીકરીને ઉછેરી શકતા હતા. એમાં એક બાળકીને માં બાપથી દુર કરવું પોલીસ અને કાયદા સમિતિ માટે ઘણો મોટો ગુનો હતો. શિશુનો જન્મ સિદ્ધ અધિકાર છે પોતાના માં બાપ સાથે જીવવાનો.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ, કે આ પ્રેમ લગ્નમાં ભરતપુર અને ધોલપુરની બાળ કલ્યાણ સમિતિ જોડાયેલી હતી. તેને કારણે સંપૂર્ણ લગ્ન પુરા થઇ શક્યા. બાળ કલ્યાણ સમિતિ ધોલપુરના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહ પરમારે જણાવ્યું, કે છોકરી ધોલપુર જીલ્લાની રહેવાસી છે, એટલા માટે તેમણે જાનૈયા બનીને રીવાજોને પુરા કર્યા. તે ઉપરાંત છોકરો ભરતપુરનો હતો એટલા માટે ત્યાંની સમિતિને પણ લગ્નમાં બોલાવવામાં આવ્યા હતા.