યુપી પોલીસને યુવતી એ ફોન કરી પોલીસ પાસે માંગી મદદ, બોલી રાત ખુબ થઇ ગઈ છે, બીક લાગે છે, પછી…..

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

હાલમાં એક યુવતીએ ફોન કરી પોલીસની મદદની માંગણી કરી અને યુવતીનો ફોન આવ્યાની લગભગ ૧૦ મિનીટની અંદર જ પોલીસ મદદ માટે પહોંચી ગઈ. આ ઘટના ઉત્તર પ્રદેશ રાજ્યની છે. કહેવામાં આવે છે કે એક યુવતીએ રાતના સમયે ઉત્તર પ્રદેશ પોલીસને ફોન કરી જણાવ્યું કે, તે એક સુમસામ રોડ ઉપર છે અને ઘરે જવા માટે તેને કોઈ પણ સાધન નથી મળી રહ્યું.

ત્યાર પછી પોલીસે યુવતીને ત્યાં રોકાવાનું કહ્યું અને થોડી વાર પછી મહિલા પીઆરવી એ સ્થળ ઉપર પહોંચી અને યુવતીની મદદ કરી, અને તેને સુરક્ષિત ઘર સુધી છોડી દીધી. યુપી પોલીસે જેવી રીતે આ યુવતીની મદદ કરી તેના કારણે જ લોકોનો વિશ્વાસ પોલીસ ઉપર ઘણો વધી ગયો છે, અને દરેક યુપી પોલીસની પ્રસંશા કરી રહ્યા છે.

શું છે સંપૂર્ણ ઘટનાક્રમ?

આ ઘટના મહારાજગંજની બતાવવામાં આવી રહી છે. ખાસ કરીને હિમાંશી સિંહ કોઈ કામથી મહારાજગંજ પોલીસ સ્ટેશનના દિલાસિંગજ વિસ્તારમાં આવી હતી. ત્યાં કામને કારણે રાત થઇ ગઈ હતી અને આંબેડકરનગર જતી છેલ્લી બસ હિમાંશીથી છૂટી ગઈ હતી. રાત હોવાને કારણે હિમાંશીને ઘરે જવા માટે કોઈ બીજું સાધન ન મળ્યું. જેના કારણે હિમાંશી સિંહ ઘણી ડરી ગઈ હતી.

આમ તો હિમાંશી સિંહે સમજણ પૂર્વક કામ લેતા રાત્રે લગભગ ૧૦.૩૦ વાગ્યે ૧૧૨ નંબર ઉપર ફોન કર્યો અને પોલીસની મદદ માગી. ફોન કરી હિમાંશી સિંહે પોલીસને જણાવ્યું કે, તે દિલાસીગંજ વિસ્તારના એક સુમસામ રોડ ઉપર એકલી છે અને તેને ઘરે જવા માટે કોઈ પણ સાધન નથી મળી રહ્યું. હિમાંશીનો ફોન આવ્યા પછી તરત જ યુપી પોલીસે મહિલા પીઆરવીને સ્થળ ઉપર મોકલીને હિમાંશીની મદદ કરી.

પોલીસે એક બાઈક ચાલકને હિમાંશીની મદદ કરવાનું કહ્યું ત્યાર પછી તે બાઈક ચાલક પોતાની બાઈક ઉપર હિમાંશીને બેસાડીને તેના ઘર સુધી છોડી આવ્યો. તે દરમિયાન પોલીસની ગાડી પણ બાઈકને સ્કોર્ટ કરતા હિમાંશીના ઘરે પહોંચી ગઈ અને હિમાંશીને સુરક્ષિત તેના ઘર સુધી છોડી દીધી. યુપી પોલીસ તરફથી કરવામાં આવેલી મદદ માટે હિમાંશી સિંહના કુટુંબ વાળાએ પોલીસનો આભાર માન્યો.

એટલું જ નહિ જેવી રીતે યુપી પોલીસે હિમાંશીની મદદ કરી છે તેના માટે સોશિયલ મીડિયા ઉપર પણ યુપી પોલીસની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ જીલ્લામાં યુપી-૧૧૨ તરફ થી કોઈ મહિલાની આ રીતે મદદ કરવાની આ પહેલી ઘટના સામે આવી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.