રૂસી રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીન વહેલાસર લગ્ન કરી શકે છે. જીમ્નાસ્ટ એલીના કાબાયેલા તેની બીજી પત્ની બની શકે છે. તમને જણાવી દઈએ કે પહેલી પત્ની લ્યુડમિલા સાથે પુતીન પાંચ વર્ષ પહેલા છૂટાછેડા લઇ ચુક્યા છે. લ્યુદમિલા એયરહોસ્ટેસ હતી. ૧૯૮૩ માં બન્નેના લગ્ન થયા હતા. લ્યુડમિલા સાથે પુતીનની બે છોકરીઓ છે, અને બન્ને રૂસમાં જ સારા હોદ્દા ઉપર છે.
એવું જણાવવામાં આવે છે, કે લ્યુડમિલાને પસંદ ન હતું કે પુતીન રૂસના રાષ્ટ્રપતિ બને. જે દિવસે તે રાષ્ટ્રપતિ બન્યા, તે આખો દિવસ રડતી રહી. કેમ કે તેને અનુભવ થઇ ગયો હતો કે હવે અમારું અંગત જીવન પૂરું થઇ ગયું. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, કે પુતીનની બનનારી બીજી પત્ની એલીના મારાતોન્વા કાબાયેવા ૩૫ વર્ષની છે. જ્યાં તેનું નામ ઓલરાઉન્ડર જીન્માસ્ટીકમાં રૂસની બે સૌથી સફળ જીમ્નાસ્ટોમાં જોડવામાં આવે છે.
એલીના જેટલી સુંદર છે એટલી જ ખુલ્લા મનની અને સ્માર્ટ પણ છે. લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું છે, કે એ સુંદર મહિલા છે જેને રૂસના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ વ્લાદીમાર પુતીન પોતાનું દિલ આપી બેઠા છે, અને હવે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.
રૂસી મીડિયામાં ખાસ કરીને સાર્વજનિક રીતે આ સંબંધો ઉપર કોઈ ચર્ચા થતી નથી. છેલ્લા થોડા વર્ષોમાં વિદેશી મીડિયા બન્નેના સંબંધો ઉપર ઘણું બધું છાપતા રહ્યા છે. માનવામાં આવે છે કે એલીના જયારે વર્ષ ૨૦૦૪ ના એથેંસ ઓલમ્પિકમાં જીમ્નાસ્ટીકનો ગોલ્ડ જીતીને પાછી ફરી, ત્યારે તેની મુલાકાત પુતીન સાથે થઇ.
આખી દુનિયા એલીના કાબાયેવાને પુતીનની ગર્લફ્રેન્ડ કહે છે. રૂસમાં પણ છાનીમાની રીતે લોકો માને છે કે તેમના અને પુતીન વચ્ચે ગાઢ સંબંધ છે. કહેવામાં તો ત્યાં સુધી આવી રહ્યું છે પુતીન સાથે તેને બે બાળકો પણ છે. લગભગ બે વર્ષ પહેલા પણ ચર્ચાઓ થતી હતી કે બન્ને વહેલી તકે લગ્ન કરવાના છે. અનેક વખત તે પુતીન સાથે જોવામાં આવે છે. આમ તો બન્ને વચ્ચે ઉંમરનો તફાવત ૩૧ વર્ષનો છે. પુતીન ૬૬ વર્ષના છે તો એલીના ૩૫ ની.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.