“કભી અલવિદા ના કહના” ફિલ્મમાં આ છોકરી ભજવી ચુકી છે છોકરાનો રોલ, હવે લાગે છે ખૂબસુંદર

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકાર છે જેના અભિનયના વખાણ કરતા લોકો થાકતા નથી. આ કલાકારોના ઉત્તમ અભિનયથી ફિલ્મમાં જીવ આવી જાય છે. પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા કલાકાર છે, જે ઘણી બધી ફિલ્મોમાં ખાસ કરીને બાળ કલાકાર તરીકે કામ કરી ચુક્યા છે. જે કલાકારો માંથી બોલીવુડમાં જાણીતા અભિનેતા સંજય દત્ત, અજય દેવગન સહીત બીજા કલાકારો રહેલા છે, જેમાં તેમણે બોલીવુડ ફિલ્મોની અંદર બાળ કલાકારનું પાત્ર ભજવ્યું છે.

પરંતુ આજે અમે તમને એક એવા બાળ કલાકાર વિષે જાણકારી આપવાના છીએ, જે બાળ કલાકારે બોલીવુડના કિંગ ખાન કહેવાતા અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મની અંદર એક છોકરાનું પાત્ર નિભાવ્યું હતું. શાહરૂખ ખાનની ફિલ્મમાં જે બાળ કલાકારે છોકરાનું પાત્ર નિભાવ્યું હતું તે અભિનેત્રી કોણ છે તેના વિષે આજે અમે વાત કરવાના છીએ.

તમને બધા લોકોને શાહરૂખ ખાનની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ તો યાદ જ હશે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૬ માં આવી હતી. તમે લોકોએ શાહરૂખ ખાનની આ ફિલ્મની અંદર એક બાળ કલાકારનું પાત્ર નિભાવનાર છોકરાને તો જોયો જ હશે. આ બાળ કલાકારનું નામ ‘અહસાસ ચન્ના’ છે. આ ફિલ્મમાં કામ કર્યા પછી ‘અહસાસ ચન્ના’ દ્વારા ભજવવામાં આવેલા રોલને દર્શકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો .અને તેના અભિનયના ઘણા વખાણ પણ કરવામાં આવ્યા હતા. અહસાસ ચન્નાએ ખાસ કરીને બાળ કલાકારનો એક ઉત્તમ અભિનય કર્યો હતો, જેથી તેણે સારી એવી ખ્યાતી મેળવી હતી.

શાહરૂખ ખાનની આ ફિલ્મમાં ખાસ કરીને બાળ કલાકાર તરીકે કામ કરનારી નાની એવી છોકરી હવે ઘણી મોટી થઇ ગઈ છે. અહસાસ ચન્નાનો જન્મ ૫ ઓગસ્ટ 1999 ના રોજ થયો હતો. હાલના સમયમાં અહસાસ ચન્નાની ઉંમર 22 વર્ષની થઇ ગઈ છે. અને આ છોકરી મોટી થઇને ઘણી સુંદર દેખાઈ રહી છે. તેના ચહેરા ઉપર આક્રર્ષણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. અહસાસ ચન્ના સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી સક્રિય રહે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ પ્રશંસકોની કોઈ કમી નથી. લાખો પ્રશંસકો અહસાસ ચન્નાને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અહસાસ ચન્ના નાના પડદા ઉપર ઘણી ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુકી છે. નાના પડદા ઉપર પણ અહસાસ ચન્ના દ્વારા ભજવવામાં આવેલા પાત્રને ઘણું પસંદ કરવામાં આવ્યું છે, અને તેણે પોતાના અભિનયના બળ ઉપર લોકોની ઘણી પ્રશંસા પાપ્ત કરી છે. હાલના દિવસોમાં અહસાસ ચન્ના બોલીવુડની દુનિયામાં પોતાનો પ્રવેશ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. જેના માટે તે સખત મહેનત કરવામાં લાગી ગઈ છે. તે ટૂંક સમયમાં બોલીવુડની ફિલ્મોમાં જોવા મળી શકે છે.

આમ તો જોવામાં આવે તો અહેસાસ ચન્ના મોટી થયા પછી ઘણી સુંદર અને આકર્ષક લાગે છે. તમે તેના ફોટા દ્વારા એ વાતનો અંદાજો લગાવી શકો છો, કે તે સુંદરતાની બાબતમાં તે કોઈનાથી પાછળ નથી. તેણે પોતાના ઉત્તમ અભિનયના બળ ઉપર લોકોની પ્રશંસા મેળવી છે. આમ તો તે પોતાના કામ પ્રત્યે ઘણી મહેનત પણ કરતી જોવા મળે છે, ત્યારે તો તે પોતાના દરેક પાત્રને સારી રીતે ભજવે છે.