6370 KM દૂરથી 24 વર્ષની છોકરીએ અટકાવ્યા પુષ્કરમાં 6 બાળકીઓના લગ્ન, જાણો વધુ વિગત

૧૮ ઓક્ટોમ્બર ૨૦૧૯ રોજ રાજસ્થાનના પુષ્કરમાં ૬ બાળકીઓના બાળ લગ્ન થવાના હતા. પરંતુ લગભગ ૬૩૭૦ કી.મી. દુરથી એક ૨૪ વર્ષની છોકરીએ આ બાળકીઓના લગ્ન અટકાવી દીધા. આ છોકરીનું નામ છે સોના શીન. શાયરા આ છોકરીઓને આગળ ભણાવવા માંગે છે. તેને પોતાના પગ ઉપર ઉભી કરવા માંગે છે. પરંતુ નટ સમુદાયની આ છોકરીઓના માતા પિતા છાનામાના આ છોકરીઓના લગ્ન કરાવી રહ્યા હતા.

કોઈ વ્યક્તિએ શાયરાને એ જાણકારી આપી કે, ૧૮ વર્ષથી નાની ઉંમરની આ બાળકીઓના લગ્ન ૧૬ થી ૧૮ ઓક્ટોમ્બર વચ્ચે થવાના છે. ત્યાર પછી શાયરાએ આ માહિતી બિન સરકારી સંસ્થા ચાઈલ્ડ રાઈટસ એંડ યુ (CRY) ને આપી. ત્યાર પછી CRY એ સ્થાનિક બિન સરકારી સંસ્થા મહિલા જન અધિકાર સમિતિ દ્વારા આ ઘટનાની પોલીસમાં ફરિયાદ કરી.

ત્યારે પોલીસે રવિવાર (૧૩ ઓક્ટોમ્બર) ના રોજ આ છોકરીઓના ઘરે જઈને લગ્ન અટકાવ્યા. પોલીસ સતત આ છોકરીઓના ઘરે જઈને એ પણ તપાસ કરી રહી છે કે, ક્યાંક ઘરવાળા છાનામાના તેના લગ્ન તો નથી કરી રહ્યા ને.

જાણો શાયરા સોના શીનની કહાની, કેમ તેણે બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવી?

શાયરા સોના શીને આજતક સાથે થયેલી વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, તે ૨૦૧૬માં પોતાની માતા સાથે રાજસ્થાન ફરવા ગઈ હતી. ત્યાં શાયરા પુષ્કર ગઈ. દક્ષીણ અને દક્ષીણ પૂર્વી એશિયા ઉપર ઇન્ટરનેશન ડેવલપમેન્ટ સ્ટડીઝનો અભ્યાસ કરી રહેલી શાયરાએ ત્યાં નટ સમાજના બે નાના છોકરાને જોયા કે તે રોડ ઉપર ભીખ માંગી રહ્યા છે.

શાયરા તે બાળકોની હાલત જોઈ દુઃખી થઇ ગઈ. ત્યાર પછી તે આ બાળકો સાથે તેના ઘરે ગઈ. જ્યાં તે બાળકો રહેતા હતા ત્યાં માત્ર ઝુપડા હતા તે પણ ઘણી ખરાબ હાલતમાં. ત્યાં ન પાણીની સુવિધા હતી, ન તો ખાવાની. તેની હાલત જોઈ શાયરાથી ન રહેવાયું.

તેમણે નક્કી કર્યું કે, તે આ બાળકોના જીવનમાં સુધારો લાવશે. તે સમયે તો તે પુષ્કરમાંથી જતી રહી, પરંતુ એક જ મહિના પછી એમસ્ટર્ડમ (હોલેન્ડનું પાટનગર) થી પાછી પુષ્કર આવી. જેથી એ જાણી શકાય કે, તે આ બાળકો માટે શું કરી શકે છે? પુષ્કરમાં રહેવા દરમિયાન શાયરાને જાણવા મળ્યું કે, નટ સમાજના લોકો ભીખ માગીને જીવન નિર્વાહ કરે છે. તેના બાળકોને જવા દો, તેના માતા પણ ક્યારેય સ્કુલ નથી ગયા, બધા ઢોલ વગાડીને રોડ ઉપર ખેલ દેખાડીને પૈસા કમાય છે.

પછી શાયરાએ નિણર્ય કર્યો કે, તે આ બાળકોને ભણાવવા ગણાવવા માટે કામ કરશે. ત્યાર પછી શાયરા ૨૦૧૬થી લઈને અત્યાર સુધી હોલેન્ડમાંથી ૧૬ વખત પુષ્કર આવી. શાયરાએ ચુંગી ચોક અને મોટી વસ્તી વિસ્તારમાં નટ સમાજના ૪૦ બાળકોને શોધ્યા. ત્યાર પછી શાયરાએ સ્થાનિક જવાહર પબ્લિક સ્કુલના સંચાલક સાથે વાત કરી. જેથી તે બાળકો આ સ્કુલમાં ભણી શકે.

સ્કુલના પ્રિન્સીપાલ ગીરીરાજ ગુજરિયાએ જણાવ્યું કે, એક ૧૧-૧૨ વર્ષની છોકરી એક મહિનાથી સ્કુલે નથી આવતી. તેની સાથે તેના ભાઈ-બહેન પણ નથી આવી રહ્યા. તપાસ કરવાથી માહિતી મળી કે, તે બાળકી સાથે ૪-૫ બીજી બાળકીઓના લગ્ન ૧૬ થી ૧૮ ઓક્ટોમ્બર વચ્ચે અજમેરથી આગળ એનએચ-૮૯ પાસે નસીરાબાદમાં થવાના છે.

પછી ગીરીરાજે શાયરાને એ વાત જણાવી. ત્યાર પછી શાયરાએ અજમેર અને પુષ્કરમાં રહેલા બાળકો માટે કામ કરવાવાળી સ્થાનિક સંસ્થાઓને કહ્યું. પછી પોલીસની મદદથી લગ્ન અટકાવવામાં આવ્યા. શાયરાએ જણાવ્યું કે, તે એ વિચારીને ડરી ગઈ હતી કે તેની ઓછી ઉંમરમાં લગ્ન કર્યા પછી બાળકીઓનું શું થશે? કેમ કે નટ સમાજમાં ૧૪ વર્ષની ઉંમરમાં લગ્ન થઇ જાય છે, અને ૨૪ વર્ષ સુધીની ઉંમર સુધી છોકરીઓ ૪-૫ બાળકોની માતા બની જાય છે.

જવાહર પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલે જણાવ્યું, શાયરા પોતે ઉપાડે છે બાળકોનો ખર્ચ :

જવાહર પબ્લિક સ્કુલના પ્રિન્સીપાલ ગીરીરાજ ગુજરિયાએ જણાવ્યું કે, શાયરા લગભગ ૪૦ બાળકોનું શિક્ષણ, ખાવાનો અને કપડાનો ખર્ચ ઉઠાવે છે. આ બાળકોને સ્કુલ જવા માટે પ્રેરિત કરે છે. તે ઉપરાંત શાયરાને કારણે જ તે ૪ થી ૧૪ વર્ષના બાળકોના વધારાના ટ્યુશન ક્લાસ ચલાવે છે. સાથે જ સ્કુલના શિક્ષક ૧૪ વર્ષથી વધુ ઉંમરના બાળકોને રોજ ટ્યુશન આપે છે, જેથી તે અભ્યાસ ચાલુ રાખી શકે. અને ભવિષ્યમાં ઓપન બોર્ડ પરીક્ષા આપીને શિક્ષણ ચાલુ રાખી શકે.

ગીરીરાજે જણાવ્યું કે, શાયરાએ આ બાળકો માટે બ્યુ હાઉસ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. જેથી તે બાળકોનું જીવન સુધરી શકે. મારી સ્કુલના શિક્ષક અને સ્ટાફ એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે, આ બાળકોના અભ્યાસમાં ગડબડ ન થાય. શાયરા હવે જવાની છે ત્યાર પછી અમે બધા મળીને આ બાળકીઓના કુટુંબ સાથે મળશું, તેને બાળકીઓને ભણાવવાનું જણાવીશું.

શાયરાએ જણાવ્યું – પુષ્કરમાં બાળકો સાથે ઉજવશે પહેલી દિવાળી :

શાયરાએ જણાવ્યું છે કે, તે ૨૭ ઓક્ટોમ્બરના રોજ પુષ્કર આવી રહી છે. તે પહેલી વખત દિવાળીના સમયે પુષ્કરમાં રહેશે. તે આ તહેવારને નટ સમાજના બાળકો સાથે ઉજવશે, જેના માટે તે કામ કરી રહી છે. શાયરાએ કહ્યું કે, તે પહેલી વખત બન્યું છે જયારે તે દિવાળી ઉપર ભારતમાં રહેશે. આ તહેવારને રંગ અને ઢંગને નજીકથી સમજશે.

શાયરાના નાના બિહારના હતા, તેના પિતા દક્ષીણ અમરિકાના છે :

શાયરાના નાના ઓમ રાવ સિંહ બિહારના હતા. જેનું કુટુંબ પાછળથી સૂરીનામ જતું રહ્યું હતું. તે તેના નાનાએ ડચ મહિલા સાથે લગ્ન કર્યા. શાયરાની માં અડધી ભારતીય અને અડધી ડચ છે. જયારે પિતા દક્ષીણ અમેરિકાના છે. શાયરા દર વર્ષે રજાઓના સમયે ભારત આવતી રહે છે. ભલે તે ઉનાળાની રજાઓ હોય કે શીયાળાની.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.