મજેદાર જોક્સ : છોકરી : ડોક્ટર સાહેબ માથું દુઃખે છે, ડોક્ટર : ઓહ, તો તમારું…

નમસ્કાર વાચક મિત્રો, આજે અમે તમારા માટે લેટેસ્ટ અને મજેદાર ગુજરાતી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમે ખુશ થઇ જશો. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ 1 :

ગેરસમજણની હદ :

એક માણસે પોતાની સેક્રેટરી સાથે એ વિચારીને લગ્ન કરી લીધા કે,

તે લગ્ન પછી પણ પહેલાની જેમ તેનું કહેવું માનશે.

જોક્સ 2 :

સાહેબે ક્લાસમાં પૂછ્યું,

“દુઃખ તો આપણો સાથી છે, સુખ તો આવતું જતું રહે છે.”

આ વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.

રાજુ : પત્ની હંમેશા ઘરે રહે છે,

અને સાળી આવતી જતી રહે છે.

સાહેબે રાજુને એવોર્ડ અપાવવા માટે ઉપર વાત કરી છે.

જોક્સ 3 :

પતિ (ફોન પર) : તું ઘણી સુંદર છે.

પત્ની : થેક્સ.

પતિ : તું એકદમ રાજકુમારી જેવી છે.

પત્ની : થેન્ક્યુ સો મચ. આઈ લવ યુ. શું કરો છો હમણાં?

પતિ : ઓફિસમાં કોઈ કામ નથી,

તો વિચાર્યું કે થોડી મજાક કરી લઉં.

જોક્સ 4 :

પત્ની : ભાઈ આ કોળું કેટલાનું આપ્યું?

શાકભાજીવાળો : બેન 20 રૂપિયા કિલો.

પત્ની : અને ભીંડા અને ટામેટા?

પતિ : અરે જલ્દી કરને, મારે ઓફિસે જવાનું મોડું થઈ રહ્યું છે.

પત્ની : તમે વધારે બકવાસ ન કરો.

ઉતાવળના ચક્કરમાં તમારા જેવો પતિ મળી ગયો છે,

હવે શાકભાજી લેવામાં ઉતાવળ નહિ કરું.

જોક્સ 5 :

છોકરી દુઃખી થઈને ડોક્ટર પાસે ગઈ.

છોકરી : ડોક્ટર સાહેબ માથું દુઃખે છે.

ડોક્ટર : ઓહ, તો તમારું સીટી સ્કેન કરવું પડશે.

છોકરી : અરે દુઃખાવો મારા માથામાં છે,

તો આખી સીટીને સ્કેન કરવાની શું જરૂર છે?

ડોક્ટર બેભાન.

જોક્સ 6 :

એક વાર એક સાહેબ હોટલમાં ગયા.

તેમને ગરમી લાગી તો તેમણે પોતાનો કોટ ઉતારીને ટાંગી દીધો,

અને તેના પર એક ચિઠ્ઠી લખીને મૂકી દીધી કે,

કોઈ પણ મારો કોટ ચોરવાનો પ્રયત્ન ના કરે, હું બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયન છું.

થોડીવાર પછી સાહેબ બાથરૂમ જઈને પાછા આવ્યા ને જોયું તો કોટ ગાયબ હતો,

અને ત્યાં બીજી ચિઠ્ઠી મૂકી હતી, જેના પર લખ્યું હતું,

મને પકડવાનો પ્રયત્ન ના કરતા, હું દોડવામાં વર્લ્ડ ચેમ્પિયન છું.

જોક્સ 7 :

પપ્પુએ પોતાના પિતાને તમાચો મારી દીધો.

પાડોશી : અરે તમારો દીકરો તમારા પર પણ હાથ ઉપાડે છે.

પપ્પુના પપ્પા : શું કરું, તે પોતાની માં પર ગયો છે.

જોક્સ 8 :

પતિ (પત્નીને) : પ્રિયે, હું તને ખુબ પ્રેમ કરું છું.

પત્ની : તો શું હું તમને પ્રેમ નથી કરતી? હું તો તમારા માટે આખી દુનિયા સામે લડી શકું છું.

પતિ : પણ તું તો દિવસ રાત ફક્ત મારી સાથે જ લડતી રહે છે?

પત્ની : જાનુ, તમે જ તો મારી દુનિયા છો.

જોક્સ 9 :

ઘણા દિવસો પછી છગન બગીચામાં ફરવા ગયો.

ઘરે આવીને તેણે પોતાની પત્નીને કહ્યું,

છગન : તને ખબર છે? લોકો મને ભગવાન માનવા લાગ્યા છે.

પત્ની : તમને કઈ રીતે ખબર પડી?

છગન : જયારે હું બગીચામાં ગયો તો ત્યાં હાજર મહિલાઓ મને જોઈને બોલી,

હે ભગવાન તું ફરીથી આવી ગયો.

જોક્સ 10 :

પત્ની : જાનુ તું મારા માટે સિંહ સાથે લડી શકે છે?

પતિ : ના, જરાપણ નહીં. કાંઈ બીજું બોલ,

હું તારા માટે બીજું કાંઈ પણ કરી શકું છું.

પત્ની : શું હું તારું વોટ્સએપ ચેક કરી શકું છું?

પતિ : ક્યાં છે તે સિંહ જેના વિષે તું વાત કરી રહી હતી?

જોક્સ 11 :

એક વ્યક્તિ પાર્લરની કેબિનમાં બેઠો હતો,

પાછળથી એક મહિલા આવી અને ધીરેથી તેમનો ખભો દબાવીને બોલી,

ચાલો હવે આપણે જઈએ.

વ્યક્તિનો પરસેવો છૂટી ગયો અને બોલ્યો :

હું પરિણીત છું અને હું અહીં મારી પત્ની સાથે આવ્યો છું.

મહિલા : અરે ધ્યાનથી જુઓ, હું તમારી પત્ની જ છું.

ઘરે ચાલો તમારી નજર સુધારવી પડશે.