હોસ્પિટલની બહાર મળી હતી રડતી લાવારિસ બાળકી, પોલીસના જોડાએ આવી રીતે કરી મદદ કે ખુબ થઇ રહ્યા છે વખાણ

પોલીસનું કામ ગુનેગારોને પકડવાનું હોય છે. પરંતુ જયારે કોઈ પોલીસ વાળા કાંઈ ખરાબ કામ કરતા કેમેરામાં પકડાઈ જાય છે, તો તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ જાય છે. અને એવા જ થોડા ભ્રષ્ટ પોલીસ વાળાને કારણે તમામ પોલીસ વાળાને બદનામ થવું પડે છે, જે ઘણી ખરાબ વાત છે. એવું નથી કે આપણા દેશમાં ઈમાનદાર અને સાચા પોલીસવાળા નથી. આજે અમે તમને એક એવા પોલીસવાળા વિષે એક એવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચીને તમારા દિલમાં પોલીસ પ્રત્યે ઘણું જ માન વધી જશે.

મહિલા કોન્સ્ટેબલએ બિનવારસી બાળકીને પીવરાવ્યું પોતાનું દૂધ :

ખરેખર હૈદરાબાદમાં એક બિનવારસી બાળકીની મદદ કરવા એક પોલીસ જોડાએ બધાના દિલ જીતી લીધા. ઘટના હૈદરાબાદની એક હોસ્પિટલની છે જેની બહાર એક વ્યક્તિએ એક બાળકી જોઈ જે ભૂખની રડી અને તડપી રહી હતી. તે નાની બાળકીને એ હાલતમાં જોઈને તે વ્યક્તિએ તરત તેને પોલીસ સ્ટેશનમાં પહોંચાડી. પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ વાળાએ પોતાની કોન્સ્ટેબલ પત્નીને બીજા પોલીસ સ્ટેશનથી પોતાના પોલીસ સ્ટેશનમાં બોલાવી અને બાળકીને દૂધ પીવરાવીને મદદ કરી.

જયારે આ વાતની જાણ પોલીસ કમિશ્નરને થઇ તો તેમણે પોલીસ જોડાના ઘણા વખાણ કર્યા, અને તેને સન્માનિત પણ કર્યા. અને જયારે આ વાત સોશિયલ મીડિયા ઉપર આવી તો ઘણી વાયરલ થઇ ગઈ, અને લોકોએ પણ આ પોલીસ જોડીની ઘણી પ્રશંસા કરી.

સમાચારોના જણાવ્યા મુજબ મોહમ્મદ ઈરફાન નામનો એક યુવક ત્યાંની એક સ્થાનિક હોસ્પિટલની બહાર ઉભો હતો, ત્યારે અચાનક એક મહિલા એક બાળકીને ખોળામાં લઇને આવી અને મોહમ્મદને કહ્યું કે થોડી વાર બાળકનું ધ્યાન રાખો તે હમણાં આવે છે. પરંતુ ઘણો સમય પસાર થયો છતાં પણ તે મહિલા પાછી ન ફરી. ત્યાર પછી તે બાળકી રડવા લાગી. તેવામાં મોહમ્મદ ઈરફાનએ આ નાની બાળકીને અફજલગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દીધી. પોલીસ વાળાએ બાળકીને દૂધ પીવરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને દૂધ ન પીધું. ત્યાર પછી રવીન્દ્ર નામના કોન્સ્ટેબલએ પોતાની કોન્સ્ટેબલ પત્ની પ્રિયંકાને બાળકીને દૂધ પીવરાવવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવી. જયારે કોન્સ્ટેબલ પ્રિયંકાએ પોતાના ખોળામાં લઇને બાળકીને દૂધ પીવરાવ્યું તો તે રડવાથી ચુપ થઇ ગઈ.

પોલીસે તપાસ કરી બાળકીને તેની માં ને સોંપી :

પછી બાળકીને પેટલબુર્જના સરકારી દવાખાનામાં દાખલ કરાવી અને પોલીસ બાળકીના ઘરવાળાની શોધમાં લાગી ગઈ. પોલીસે મોડી રાત સુધી ઘણી તપાસ કરી ત્યારે પોલીસને એક બાળકીના ગુમ થવાને કારણે રડતી મહિલા વિષે જાણ થઇ. તો પોલીસ તરત જ ત્યાં પહોંચી અને પૂછપરછ કરી. તપાસમાં જાણવા મળ્યું કે તે બાળકી આ મહિલાની છે ત્યાર પછી પોલીસે તે બાળકીને તેની માં ની પાસે સોપી દીધી. આ ઘટના પછી પોલીસ જોડી રવીન્દ્ર અને પ્રિયંકાની ઘણી જ પ્રશંસા થઇ રહી છે.

આ ઘટના પછી એક વાત તો જરૂર સાબિત થાય છે, કે સમાજમાં માણસાઈ હજુ પણ જીવિત છે. જો તમને પણ આ સમાચર સારા લાગ્યા હોય તો આ પોલીસ જોડી માટે એક શેર તો જરૂર કરો.