ગર્લફ્રેન્ડનો એક સાથે 10 બાળકોને જન્મ આપવાનો દાવો બોયફ્રેન્ડે ‘ખોટો’ ગણાવ્યો, સ્ટોરીમાં આવ્યો ટ્વીસ્ટ.

મહિલાએ 10 બાળકોને જન્મ આપવાની વાત કરી પણ તેના બોયફ્રેન્ડને છે તેની વાત પર શંકા.

થોડા દિવસો પહેલા જ દક્ષીણ આફ્રિકાની મહિલા ગોસિયામી ધમારાની ઘણી ચર્ચા થઇ રહી હતી, કારણ કે તેમણે એક સાથે 10 બાળકોને જન્મ આપવાની સાથે જ વિશ્વ રેકોર્ડ બનાવી દીધો હતો. પણ હવે તેમની સ્ટોરીમાં ટ્વીસ્ટ જોવા મળી રહ્યા છે. કારણ કે આ મહિલાના બોયફ્રેન્ડ તેબોગોનું કહેવું છે કે, તેને એ વાત ઉપર વિશ્વાસ નથી કે તેની ગર્લફ્રેન્ડે 10 બાળકોને જન્મ આપ્યો છે.

દક્ષીણ આફ્રિકન મીડિયા મુજબ, 37 વર્ષની ગોસિયામીએ પોતાના બોયફ્રેન્ડને જણાવ્યું હતું કે, 8 જૂનના રોજ અડધી રાતે તેની ડીલીવરીમાં થઇ હતી. જોકે તેબોગો હજુ સુધી ગોસિયામીને મળી નથી શક્યા. તેમના કુટુંબના નિવેદન મુજબ, ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ તેબોગો પોતાની ગર્લફ્રેન્ડને મળી શકતા ન હતા.

આ કુટુંબનો દાવો છે કે, ગોસિયામી ન તો પોતાના લોકેશન વિષે કોઈ જાણકારી આપી રહી છે, અને ન તો પોતાના બાળકોને લઇને કોઈ વાત કરી રહી છે. તેમણે જણાવ્યું કે, અમારી પાસે કોઈ પ્રકારની કોઈ સાબિતી નથી કે ગોસિયામીએ 10 બાળકોને જન્મ અપ્યો છે. અને અમારી માત્ર ફોન અને મેસેજ ઉપર વાત થાય છે પણ ક્યારેક ક્યારેક છે.

એ પહેલા ગોસિયામીના બોયફ્રેન્ડે લોકોને અપીલ કરી હતી કે, તે ગોસિયામીને પૈસા ડોનેટ ન કરે. પ્રિટોરીયા ન્યુઝના અહેવાલ મુજબ, તેબોગોએ જણાવ્યું હતું કે, હું એ વાતનો આભારી છું કે ઘણા લોકો અમારા સપોર્ટમાં આગળ આવ્યા છે અને અમને આર્થીક સમર્થન આપી રહ્યા છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, પણ હું લોકોને વિનંતી કરું છું કે જ્યાં સુધી અમારા કુટુંબ અને સમાજના લોકો આ બાળકોને જોઈ ન લે ત્યાં સુધી તમે કોઈ ડોનેશન ન કરો. તે ઉપરાંત ગોસિયામીએ કઈ હોસ્પિટલમાં આ બાળકોને જન્મ આપ્યો, તેને લઈને પણ શંકા ઉદ્દભવી રહી છે.

ગોસિયામીના બોયફ્રેન્ડે જ સૌથી પહેલા મીડિયાને જણાવ્યું હતું કે, તેમની ગર્લફ્રેન્ડને 10 બાળકો થયા છે. તેમણે જણાવ્યું હતું કે 5 બાળકો કુદરતી અને 5 બાળકો સી-સેક્શન દ્વારા થયા છે. તેમણે જણાવ્યું હતું કે, આ બાળકો પ્રિ-મેચ્યોર છે અને તે આ બનાવથી ઘણા ઈમોશનલ છે. પણ હવે તે પોતાના જ નિવેદન પરથી ફરી ગયા છે.

તેમજ આ સમાચાર ફેલાયા પછી ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ ડેવલપમેન્ટની પ્રવક્તા ફેજીવે ડવાયાનાએ સૌથી પહેલા જણાવ્યું હતું કે, આ વાતને લઈને તે કન્ફર્મેશન નથી આપી શકતી કે, આ મહિલાએ 10 બાળકોને જ એક સાથે જન્મ આપ્યો છે. કારણ કે તે મહિલા કોઈના સંપર્કમાં નથી. તેમણે જણાવ્યું કે, એક સોશિયલ વર્કરને પણ ગોસિયામીના ઘરે કન્ફર્મેશન માટે મોકલવામાં આવ્યા છે.

ગોસિયામી પહેલા એક વખતમાં સૌથી વધુ બાળકો પેદા કરવાનો રેકોર્ડ આફ્રિકા ખંડના માલી દેશની હલીમા સીસી નામની મહિલાએ બનાવ્યો હતો. તેમણે 9 બાળકોને જન્મ આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પણ ગોસિયામીની પ્રેગનેન્સી પછી માનવામાં આવી રહ્યું હતું કે, તેમણે હલીમાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પણ આ રેકોર્ડને લઈને હજુ પણ સસ્પેંસ જળવાયેલું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.