લગ્ન પહેલા દીકરી એ કુટુંબીજનો સામે રાખી એવી શરત, કાર્ડ ઉપર છપાવવો પડ્યો મેસેજ, દરેક આપી રહ્યા છે શાબાશી

આજકાલ દારુના વ્યસનનું દુષણ ઘણું જ વધી ગયું છે, અને તેને કારણે કેટલાય લોકો અને કુટુંબો પણ તેના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. સરકાર અને લોકો તેના નુકશાન વિષે સારી રીતે જાણતા હોવા છતાં તેને અટકાવવાના કોઈ ચોક્કસ પગલા લઇ શકતા નથી. એના માટે એક નાનું એવું પગલું ભરવા માટે આ છોકરીએ પોતાની તરફથી પ્રયત્ન કર્યો છે, જેના વિષે આજે અમે તમને જણાવીશું.

લગ્ન પહેલા આ દીકરીએ પોતાના કુટુંબીજનો સામે એવી શરત મૂકી, કે કુટુંબીજનોએ પણ તેની સામે ઝૂકવું પડ્યું. ખાસ કરીને લગ્ન સમારંભમાં કોકલેટ પાર્ટીની પ્રથા રોકવા માટે કોડી બહેડાની એક દીકરીએ પોતાના લગ્નમાં દારુ પીવરાવવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

દીકરીની જિદ્દ સામે કુટુંબીજનોએ લગ્નના કાર્ડ ઉપર મહેંદીની વિધિમાં દારુ નહિ પીરસવાની નોંધ છાપવી પડી છે. આ વિસ્તારમાં નશાખોરી મોટી સમસ્યા બનતી જઈ રહી છે. લગ્ન અને બીજા કાર્યક્રમોમાં તો કોકલેટ પાર્ટી સામાન્ય થતી જઈ રહી છે.

કોટી ગામના હરીશ પ્રસાદ સકલાની પણ લગ્નની તૈયારીમાં લાગેલા છે, જેમાં કોકલેટ પાર્ટી પણ ગોઠવવામાં આવી હતી. પરંતુ દીકરી મનીષાએ પોતાના લગ્નમાં કોકલેટ પાર્ટી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો કુટુંબીજનોએ લગ્નના કાર્ડ ઉપર છપાવવું પડ્યું કે મેંદીની વિધિમાં દારુ નહિ પીરસવામાં આવે.

મનીષાના લગ્ન ૨૫ ફેબ્રુઆરીના રોજ ડોઈવાલાના ફતેહપુર ટાંડાના રહેવાસી મોહિત સાથે થવાના હતા. મનીષાએ જણાવ્યું કે રાઈડ સંસ્થા દ્વારા પ્રેરીત થઇને પોતાના લગ્નમાં દારુ નહિ પીરસવાનું નક્કી કરી લીધું હતું. તેણે કહ્યું કે આ બાબતે તમામ છોકરીઓએ આગળ આવવું જોઈએ.

લગ્નમાં દારૂનો વિરોધ કરવાથી મંગળવારના રોજ રાઈડ સંસ્થાના અધ્યક્ષ રુશીલ બહુગુણાએ મનીષાને ૨૧૦૦ રૂપિયા અને સન્માન પત્ર ભેંટ આપ્યા. આ સમયે રાજેશ સેમવાલ, રાજેશ કુકરેતી, ગીરીશ સકલાની, વાચસ્પતી મમગાઈ, લક્ષ્મીકાંત મમગાઈ અને રાધાકૃષ્ણ વગેરે હાજર હતા.

જો આ રીતે દરેક વ્યક્તિ અવાજ ઉઠાવે તો આપણો દેશ આ ગંભીર સમસ્યા માંથી છુટકારો મેળવી શકશે. આ કામ જો એક યુવતી કરી શકે છે તો આપણે કેમ નહિ. આપણી પણ ફરજ બને છે કે આપણે સમાજ અને દેશ માટે કંઈક સારું કરીએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.