કેમ છોકરીઓનું લગ્ન પછી વધવા લાગે છે વજન? જાણો 10 મહત્વપૂર્ણ કારણ

તમે હંમેશા જોયું હશે કે મહિલાઓ લગ્ન પછી જાડી થવા લાગે છે. અને તમે ઘણી વખત એમના મોઢે જ એવું કહેતા પણ સાંભળ્યા હશે, કે મારુ વજન લગ્ન પછી વધી ગયું છે. ‘દ ઓબેસીટી’ નામના જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ લગભગ ૮૨ ટકા કપલ્સનું વજન લગ્નના પાંચ વર્ષની અંદર ૫ થી ૧૦ કિલો સુધી વધી જાય છે. અમેરિકન સાઈકોલોજીકલ એસોસીએશનની એક સ્ટડી મુજબ તેનું એક મોટું કારણ પોતાના પાર્ટનર સાથે બનેલા રીલેશનશીપને કારણે થતા હાર્મોનલ ફેરફાર છે.

પણ આ એકમાત્ર કારણ નથી જેને લીધે એમનું વજન વધે છે. ભારતીય મહિલાઓના વધતા વજન માટે બીજા પણ ઘણા કારણો છે. જેના વિષે ન્યુટ્રીશનીસ્ટ રુજુદા દિવાકરે પોતાના પુસ્તક ‘વુમેન એંડ દ વેટ લોસ તમાશા’ માં વિસ્તારથી જણાવ્યું છે. એના આધારે અમે જણાવી રહ્યા છીએ એવા જ ૧૦ કારણો જેના કારણે મહિલાઓનું વજન લગ્ન પછી વધે છે.

૧) પૂરતી ઊંઘ ન મળવી :

લગ્ન થયા પછી મોટાભાગે દરેક મહિલાઓનો ઊંઘવાનો સમય અને પેટર્ન પણ બદલાય જાય છે. જેના કારણે ઘણી વખત એમની ઊંઘ પૂરી થતી નથી. ઓછામાં ઓછું સાત કલાક ન ઊંઘવાને કારણે એમનું વજન વધવા લાગે છે.

૨) હાર્મોનલ ફેરફાર :

લગ્ન પછી મહિલાઓના બદલાયેલા જીવનધોરણને કારણે તેમના શરીરમાં ઘણા પ્રકારના હાર્મોનલ ફેરફાર થાય છે. તેવામાં એક કાયમી અને આનંદિત જીવન શરૂ થયા પછી સેકસ્યુઅલ જીવનમાં એક્ટીવ હોવું પણ વજન વધવા માટે જવાબદાર હોય છે.

૩) ઉંમરની અસર :

એક અભ્યાસ મુજબ લગ્ન પછી વધતી ઉંમરની સાથે મહિલાઓનું મેટાબોલીઝમ પણ ઓછું થઇ જાય છે. એ કારણે ચરબી બળવાની પ્રક્રિયા ધીમી થઇ જાય છે અને વજન વધવા લાગે છે.

૪) સોશિયલ દબાણ ઓછું થવું :

લગ્ન પહેલા દરેકને સારા દેખાવા માટે વજન ઓછું કરવા માટે લોકો ટોકે છે. પણ લગ્ન પછી આ પ્રેશર ઓછું થઇ જાય છે. જેના કારણે મહિલાઓ પોતાની ફીટનેશ ઉપર વધુ ધ્યાન આપતી નથી. તેને એ વાતની ચિંતા નથી રહેતી કે તે સુંદર દેખાય છે કે કેમ? કારણ કે પાર્ટનરની શોધ તો પૂરી થઇ ગઈ હોય છે.

૫) વધારે પડતું ટીવી જોવું :

લગ્ન પછી નવા પરિવાર સાથે બેસીને વાતો કરવી કે મોડે સુધી ટીવી જોવું સામાન્ય થઇ જાય છે. તેવામાં સાથે ફિલ્મ જોવી અને નાસ્તાનું સેવન કરવું લોકોને ઘણું પસંદ આવે છે. એ કારણે ફિઝીકલી એક્ટીવ ન રહેવાને કારણે મહિલાઓમાં મોટાપો વધી જાય છે.

૬) સ્ટ્રેસ વધવો :

લગ્ન કર્યા પછી ઘણી મહિલાઓ માટે નવા ઘરના વાતાવરણમાં એડજસ્ટ કરવું મુશ્કેલ બની જાય છે. તે દરમ્યાન મહિલાઓ ઘણા બધા શારીરિક અને માનસિક ફેરફાર માંથી પસાર થાય છે. તેનાથી એમનો સ્ટ્રેસ વધે છે. જે આંતરિક અને બહારના ફેરફાર માટે જવાબદાર હોય છે. એ કારણ સર એમનું વજન વધવા લાગે છે.

૭) પ્રેગનેન્સી :

મોટાભાગે કપલ્સ લગ્નના એક કે બે વર્ષની અંદર જ ફેમીલી પ્લાનિંગ કરી લે છે. તેવામાં પ્રેગ્નેસી પછી હોર્મોનલ ફેરફાર અને ડાયટને કારણે મોટાપો વધવા લાગે છે. તે સ્વભાવિક છે.

૮) બેદરકારી :

લગ્ન પહેલા દરેક મહિલાઓ પોતાના ફીટનેશ ઉપર ઘણું ધ્યાન આપે છે. પણ લગ્ન પછી જીવનધોરણ વ્યસ્ત થઈ જવાને કારણે ફીટનેશ ઉપર ધ્યાન આપી શકતી નથી. તેવામાં એમનું વજન વધવા લાગે છે.

૯) ડાયટમાં ફેરફાર :

લગ્ન પછી ડાયટ પ્રત્યે કાળજી મહિલાઓના મન માંથી નીકળી જાય છે. જો પતિના ફેમીલીના લોકો વધુ તળેલું અને ચરબી વાળું ખાય છે, તો મહિલાને પણ તે ડાયટ લેવું પડે છે. તેનાથી વજન વધવા લાગે છે.

૧૦) પ્રાથમિકતામાં ફેરફાર :

લગ્ન પછી મોટાભાગે મહિલાઓનું એમના પતિ અને બીજા ફેમીલી મેમ્બર્સ જેવું રૂટીન બની જાય છે. ઘણીવાર તો તેમને પોતાના વાળ ઓળવાનો પણ સમય નથી મળી શકતો. તેવામાં મહિલાઓ પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતી. એ કારણે એમનું વજન વધવા લાગે છે.