J નામની છોકરીઓ હોય છે નાખરાવાળી પરંતુ વિશ્વાસપાત્ર, જાણો તેની 10 ખૂબીઓ

દરેકની ઈચ્છા હોય છે કે તે પોતાના નામના પહેલા અક્ષર વિષે જાણે. એવું કહેવામાં આવે છે કે દરેક અક્ષરનું પોતાનો જ અર્થ હોય છે. અને આ અક્ષરથી આપણે આપણા અને આપણી આજુબાજુના લોકો વિષે જાણી શકીએ છીએ. જયારે કોઈ બાળકનો જન્મ થાય છે કે પછી ત્યાર પછી તેનું નામ રાખવાનો સમય આવે છે, તો સૌ બાળકોના નામ પંડિત પાસે કઢાવવા માટે અક્ષર પૂછે છે. જયારે અક્ષરની ખબર પડે છે, ત્યાર પછી બાળકનું નામકરણ થાય છે.

તમે પણ એ હંમેશા ઈચ્છો છો કે તમારા નામના પહેલા અક્ષરથી તમે તમારા વિષે થોડી જાણકારી પ્રાપ્ત કરી લો. આજે અમે તમને એક એવા જ અક્ષર વિષે થોડી જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા વિષે કે પછી તમારી આસ પાસ જેના પણ નામ આ અક્ષરથી શરુ થાય છે તો તેને જાણવામાં તમને થોડી મદદ મળી જશે.

આજે અમે તમને ‘J’ અક્ષર સાથે જોડાયેલી થોડી જાણવા જેવી વાતો જણાવીશું. જે છોકરીઓના નામ આ અક્ષરથી શરુ થાય છે, તેની લવ લાઈફ ઘણી સારી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નામની છોકરીઓ ઘણી નસીબદાર હોય છે. આવો જાણીએ ‘J’ નામની છોકરીઓના સ્વભાવ અને તેની લવ લાઈફ સાથે જોડાયેલી થોડી વિશેષ વાતો.

નસીબદાર :

આમ તો દરેક છોકરી સૌભાગ્યશાળી અને લક્ષ્મીનું રૂપ હોય છે, પરંતુ સમુદ્રશાસ્ત્રમાં ‘J’ નામ ની છોકરીઓને ઘણી નસીબદાર માનવામાં આવે છે. તે ન માત્ર જીવન આખું પોતાના પતિને ખુશ રાખે છે, પરંતુ તે ઘર પરિવારનું નામ પણ રોશન કરે છે.

નખરાળા સ્વભાવથી ભરપુર :

ભલે કોઈપણ સ્થિતિ હોય તે છોકરીઓ દરેક વાત ઉપર ખુશ રહે છે અને પોતાના નટખટ સ્વભાવથી દરેક સ્થિતિનો સામનો કરી લે છે. તે દરેક કામને ઠંડા મગજથી સમજી વિચારીને જ કરે છે.

પાર્ટનર પ્રત્યે ઈમાનદાર :

આમ તો તે લવ મેરેજમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ એવું નથી કે તે એરેન્જ મેરેજને નિભાવતી નથી. લગ્ન પછી તે પોતાના પાર્ટનર પ્રત્યે સંપૂર્ણ રીતે ઈમાનદાર રહે છે અને દરેક સુખ દુ:ખમાં તેને સાથ આપે છે. સાથે જ તેમાં સંયમ પણ ઘણો હોય છે, જો કે તેના સંબંધોને પણ મજબુત બનાવે છે.

મનના ચોખ્ખા :

આ અક્ષરના નામ વાળી છોકરીઓ મનની ચોખ્ખી હોય છે અને છળકપટથી દુર જ રહે છે. પરંતુ તેને કારણે તેને ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના મનમાં જે પણ હોય છે, તે તેને સ્પષ્ટ રીતે કહી દે છે.

જીવનમાં કરે છે પ્રગતી :

પૈસા, આબરૂ, પ્રેમ દરેક બાબત તેની પાસે વધુ પ્રમાણમાં હોય છે. એટલું જ નહિ લાઈફને આનંદમય રીતે જીવવા વાળી આ નામની છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતી કરે છે. પોતે નસીબદાર હોવા સાથે જ તે પોતાના જીવનસાથીનું નસીબ પણ સુધારી દે છે.

સુંદર સ્વભાવના ધણી :

મનની સુંદરતા સાથે સાથે ‘J’ નામ ની છોકરીઓ દેખાવમાં પણ ઘણી એક્ટીવ હોય છે, જેને લીધે દરેકના દિલ જીતી લે છે. હસમુખા સ્વભાવને કારણે એવી છોકરીઓ જ્યાં પણ જાય છે. ત્યાં જઈને ખુબ જલ્દી સૌ સાથે હળી મળી જાય છે.

જીવનનો લે છે ભરપુર આનંદ :

એવી છોકરીઓ જીવનની દરેક પળની મજા લેવાનો પ્રયાસ કરે છે. જેવી રીતે ‘J’ અક્ષર હુકની જેમ વળેલો હોય છે તેવી રીતે આ અક્ષરના નામ વાળી છોકરીઓ સીધા રસ્તે કામ ન થાય તો વાંકા રસ્તા અપનાવવાથી અચકાતી નથી.

આરોગ્ય બાબતમાં રહે છે દુ:ખી :

પોતાના સાથે ઘણો વધુ પ્રેમ કરવા વાળી આ અક્ષરની છોકરીઓ સાથે બસ એક તકલીફ રહે છે અને તે છે તેનું આરોગ્ય. તેને કોઈને કોઈ આરોગ્ય પ્રોબ્લેમ રહે છે. આમ તો તે તેમાંથી વહેલી તકે બહાર પણ આવી જાય છે, પરંતુ છતાંપણ પોતાના આરોગ્યને લઇને સતર્ક રહે.

મહેનત ઉપર કરે છે વિશ્વાસ :

આ અક્ષરની છોકરીઓ ઘણું મહેનતુ હોય છે. તે પોતાની સખ્ત મહેનત અને ધગશથી બધું જ પ્રાપ્ત કરી જ લે છે. ઘણી વખત જો સ્થિતિ વિરુદ્ધ પણ થઇ જાય તો પણ તે મહેનત કરવાનું નથી છોડતી જેને કારણે જ તે ધ્યેય પ્રાપ્ત થઇ જ જાય છે.

વિશ્વાસપાત્ર દોસ્ત :

આ છોકરીઓ વિશ્વાસપાત્ર દોસ્ત પણ સાબિત થાય છે અને છળ કપટથી ઘણી દુર રહે છે. તેના મિત્રોની સંખ્યા ઘણી બધી હોય છે. એટલું જ નહિ બીજાની મદદ કરવા માટે દરેક સમયે તૈયાર રહે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.