જે છોકરીના સ્કૂલમાં 45% આવતા હતા, તે આજે દુનિયાના સૌથી શક્તિશાળી લોકો માંથી એક છે

કહેવામાં આવે છે કે ‘પુત્રના પગ પારણામાં જ દેખાઈ જાય છે’. એટલે કે કોઈ માણસનું ભવિષ્ય કેવું હશે, તે તેના નાનપણના લક્ષણ ઉપરથી જ ખબર પડી જાય છે. પરંતુ દરેક સાથે એવું થતું નથી. કેમ કે જો એવું થાત, તો આજે ગીતા ગોપીનાથ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશ (International Monetary Fund) ની ચીફ ઈકોનોમીસ્ટને બદલે એથલીટ હોત.

ગીતાએ હાલમાં જ આઈએમએફની ચીફ ઇકોનોમિકસની પોસ્ટ સંભાળી છે. અને તે આ પોસ્ટ ઉપર સ્થાન મેળવનારી પહેલી મહિલા છે. તે પહેલા કોઈ પણ મહિલા આઈએમએફની ચીફ ઇકોનોમિકસ બની ન હતી. ગીતાએ ભલે આ પોસ્ટ થોડા દિવસ પહેલા સંભાળી છે, પરંતુ આ પોસ્ટ માટે તેના નામની જાહેરાત ૧ ઓક્ટોમ્બર, ૨૦૧૮ એ જ થઇ ગઈ હતી. આઈએમએફના પ્રબંધક નિર્દેશક કેસ્ટીન લેગાર્ડએ ગીતાના નામની જાહેરાત કરી હતી. તેમણે ગીતાને દુનિયાના ઉત્તમ અર્થશાસ્ત્રીઓ માંથી એક કહ્યા હતા. ૪૭ વર્ષની ગીતા હવે આઈએમએફ ની ૧૧ મી ચીફ ઇકોનોમિસ્ટ છે. તેના પહેલા આ પોસ્ટ ઉપર મોરીસ આબ્સ્ટફેલ્ડ હતા. ગીતા હાર્વર્ડ યુનીવર્સીટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા.

તે આજે આ મોટા ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી બની ચુક્યા છે, જે દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર નજર રાખે છે. તે આજે જે કાંઈ પણ છે, તેના નિર્ણયને કારણે જ છે. જો બાળપણમાં તે સ્પોર્ટ્સ છોડવાનો નિર્ણય ન લેત, તો આજે કદાચ તે એક સારી ઇકોનોમિકસને બદલે સારી ખેલાડી હોત.

ગીતાના જીવન સાથે જોડાયેલા એવા ઘણા કિસ્સા છે, જેના વિષે તમારે જરૂર જાણવું જોઈએ. તો આવો જાણીએ એ અજાણી ઘટના અને નિર્ણય વિષે, જેમણે ગીતાને ગીતા ગોપીનાથ બનાવ્યા.

ગીતાનો જન્મ કલકત્તામાં થયો હતો. ૮ ડીસેમ્બર ૧૯૭૧ ના દિવસે. ૧૯૮૦ માં તેમનું પરિવાર મૈસુર આવી ગયું. ત્યારે ગીતા ૯ વર્ષની હતી. પેરેન્ટ્સએ નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં તેને પ્રવેશ અપાવ્યો. શરુઆતમાં ગીતાને સ્પોર્ટ્સ ઘણું પસંદ હતું. પરંતુ એક દિવસ ગીતાએ સ્પોર્ટ્સની પ્રેક્ટીસમાં જવાનું છોડી દીધું. તેના પિતા ગોપીનાથને કહ્યું કે તે હવે સ્પોર્ટ્સ નહિ રમે, અભ્યાસ ઉપર ધ્યાન આપશે.

૧૧ અને ૧૨ માં ધોરણમાં ગીતાએ સાયન્સ વિષય પસંદ કર્યો. પેરેન્ટ્સ ઇચ્છતા હતા કે તે એન્જીનીયરીંગ કરે, કે પછી મેડીકલના ફિલ્ડમાં જાય. પરંતુ ગીતા એ એવું ન કર્યુ. તેણે ઇકોનોમિકસમાં બીએ કરવાનો નિર્ણય લીધો. દિલ્હી યુનીવર્સીટીની લેડી શ્રીરામ કોલેજમાં તેને એડમીશન મળી ગયું. ગેજ્યુએટના ત્રણ વર્ષ ગીતાએ ક્લાસમાં ટોપ રહીને પાસ કર્યા.

જો તમે વિચારી થયા છો કે કોલેજમાં ટોપ કરીને ગોલ્ડ મેડલ જીતવા વાળી ગીતા, નાનપણથી જ અભ્યાસમાં પ્રથમ રહી હશે, તો એવું બિલકુલ પણ નથી. સાતમાં ધોરણ સુધી ગીતાના ક્લાસમાં ૪૫ ટકા ગુણ જ આવતા હતા. તે ફર્સ્ટ ક્લાસમાં પણ પાસ થઇ શકતી ન હતી. પરંતુ સાતમાં ધોરણ પછી બધું બદલાઈ ગયું. તેણે અભ્યાસમાં ધ્યાન દીધું અને તેના ૯૦ ટકા ગુણ આવવા લાગ્યા.

ગીતા આઈએએસ અધિકારી બનવાના સપના લઇને દિલ્હી આવી હતી. ગેજ્યુએટ સુધી એ એનું સપનું હતું, પરંતુ ગેજ્યુએટ પછી એક બીજો મોટો નિર્ણય લીધો. કયો? તો તેણે સપનાને છોડવાનો નિર્ણય. તેણે ઇકોનોમિકસની ફિલ્ડમાં જ આગળ જવાનું નક્કી કર્યુ. દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસ ઓફ વોશિંગ્ટનમાં એડમીશન લીધું. ત્યાંથી પણ તેણે એમએ કર્યુ. ત્યાર પછી ૨૦૦૧ માં પ્રીસટન યુનીવર્સીટી માંથી ઇકોનોમિકસમાં પીએચડી કર્યુ. પછી શિકાગો યુનીવર્સીટીમાં પ્રોફેસર તરીકે ભણાવવાનું શરુ કરી દીધું. ત્યાર પછી વર્ષ ૨૦૦૫ માં ગીતા પહોચી હાર્વડ યુનીવર્સીટી.

ગીતા એ ૧૯૯૯ માં ઇકબાલ સિંહ સાથે લગ્ન કર્યા. બન્નેની મુલાકાત દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં થઇ હતી. ઇકબાલે ૧૯૯૬ ની સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ટોપ કર્યુ હતું. અને તે તામીલનાડુ કેડરના આઈએએસ અધિકારી હતા.

પ્રીસટન યુનીવર્સીટી માંથી પીએચડી કર્યા પછી, ગીતા ૨૦૦૧ માં ભારત આવવા માંગતી હતી. પરંતુ ગીતાના પતિ તેને યુએસમાં જ રાખવા માંગતા હતા. ગીતાએ કહ્યું કે તેમના પતિ ઇન્ડિયામાં છે, એટલા માટે તે પાછી જવા માંગે છે. ત્યાર પછી ગીતાએ પતિ ઇકબાલને પ્રિંસટનમાં જ એક સ્કોલરશીપ ઓફર કરી. ઇકબાલે જોબ છોડી દીધી અને યુએસ જતા રહ્યા. ત્યાર પછીથી ગીતાએ ક્યારે પણ પાછું વળીને જોયું નહિ. તે સમયે સમયે ભારત આવતી રહે છે. પોતાના માતા પિતાને મળવા માટે.

આજે ગીતા ગોપીનાથ, ભારતની દરેક એ મહિલા માટે પ્રેરણા બની ચુકી છે, જે કાંઈક મોટું કરવાનું સપનું જુવે છે, ગીતા લાખો મહિલાઓ માટે એક રોલ મોડલ છે.