ગીતા મુજબ આ 3 પ્રકારના લોકો સાથે રહેવાથી જીવન થઈ જાય છે નષ્ટ, સાવચેત રહેવું તેમનાથી.

ગીતામાં જણાવ્યા પ્રમાણે આ 3 પ્રકારના લોકો સાથે રહેવાથી નષ્ટ થઈ જાય છે જીવન, આમનાથી બચીને રહેવું જોઈએ

શ્રીમદ્ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશો ઉપર આધારિત છે. શ્રીમદ્ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણજીને અર્જુને જ્ઞાન આપતા એવા ત્રણ લોકો વિષે જણાવ્યું છે. જેની સાથે રહેવાથી જીવન સંપૂર્ણ રીતે નષ્ટ થઇ જાય છે અને તમે હંમેશા દુઃખી જ રહો છો. આ ત્રણ પ્રકારના લોકોને કારણે જ જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું અને ભગવાન કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા આ લોકોથી દુર જ રહેવું.

श्रीमद्भगवद् गीता में लिखा गया है श्लोक –

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति।

नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन:।।

અજ્ઞાની લોકો :-

ઉપર જણાવેલા શ્લોક દ્વારા શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહ્યું છે કે જીવનમાં અજ્ઞાની લોકોથી દુર રહેવું જોઈએ. અજ્ઞાની લોકોને ધર્મનું જ્ઞાન નથી હોતું અને તે સાચા ખોટાની ઓળખ નથી કરી શકતા. તેવા લોકો સાથે રહેવાથી તમારી વિચારસરણી ઉપર ખરાબ અસર પડે છે અને તમે પણ અજ્ઞાની બની જાવ છો.

અજ્ઞાની વ્યક્તિથી કોઈ પણ સરળતાથી તમારી વાત મનાવી શકે છે અને એવા લોકો સાથે દોસ્તી કરવાથી તમને જ નુકશાન થાય છે. અજ્ઞાની સાથે રહેવાથી દુઃખોમાં વધારો થાય છે અને એવા લોકો તમને હંમેશા મુશ્કેલીમાં મૂકી દે છે.

જે પોતાની જાતને સૌથી મોટો જ્ઞાની સમજે છે :-

જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ સીમા નથી હોતી. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાની નથી બની શકતા. ભગવાન કૃષ્ણના જણાવ્યા મુજબ એવા લોકોથી દુર રહેવું જોઈએ જે પોતાની જાતને સૌથી મોટા જ્ઞાની સમજે છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી રાખતા. માણસને હંમેશા જીવન માંથી કાંઈ ને કાંઈ શીખવાનું મળે છે પરંતુ જે લોકો પોતાની જાતને જ્ઞાની સમજે છે. તે નવી વસ્તુ શીખવાની ઈચ્છા નથી રાખતા અને એવા માણસ ખુબ જલ્દી નષ્ટ થઇ જાય છે.

પોતાને જ્ઞાની સમજવા વાળા લોકો સાથે દોસ્તી કરવાથી તમારી વિચારસરણી પણ તેની જેવી થઇ જાય છે અને તમે જીવનમાં કાંઈ નવું શીખવાની ઈચ્છા ગુમાવી દો છો. એટલા માટે તમે એવા લોકો સાથે દોસ્તી ન કરો. જે પોતાની જાતને સૌથી જ્ઞાની સમજે છે.

સંશયમાં રહેવા વાળા વ્યક્તિ :-

સંશય એટલે શંકામાં રહેવા વાળા વ્યક્તિ ક્યારે પણ પોતાના નિર્ણય યોગ્ય રીતે નથી લઇ શકતા અને એવા વ્યક્તિ સાથે રહેવાથી તમે પણ સાચા ખોટાની ઓળખ નથી કરી શકતા. શંકામાં રહેવા વાળા લોકો કોઈ પણ કાર્ય કરતા પહેલા એવા વિચારમાં પડેલા રહે છે કે તે કામ કરે કે નહિ.

આ દુનિયામાં શંકાનો કોઈ હલ નથી અને શંકા કરવા વાળા લોકો હંમેશા અસફળ જ રહે છે. એટલા માટે તમે એવા લોકો સાથે દોસ્તી ન કરો. કેમ કે જરૂર વખતે તે લોકો તમારી મદદ કરતા પહેલા પણ શંકામાં જ રહે છે.

જો તમે એક સુખી જીવન જીવવા માગો છો, તો કૃષ્ણ ભગવાન દ્વારા જણાવવામાં આવેલા આ ત્રણ લોકોથી દુર રહો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.