દેશભક્તિની મિસાલ : આખું જીવન ભીખ માંગીને જમા કર્યા 6 લાખ, એ બધા શહીદોના પરિવારને આપી દીધા

હાલમાં જ પુલવામામાં થયેલા હુમલાને કારણે દેશ દુઃખી છે. લોકો આ દુઃખદ ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની આર્થિક મદદ કરવા માટે ભંડોળ ભેગું કરી રહ્યા છે. એવામાં એક મહિલા દ્વારા એના આખા જીવન દરમ્યાન ભેગી કરવામાં આવેલી 6 લાખ રૂપિયા રકમ પણ આ શહીદોના નામે કરી દેવામાં આવી છે. હકીકતમાં આપણા દેશવાસીઓ હંમેશા મુશ્કેલીના સમયે એક-બીજાની મદદ કરવા તૈયાર રહે છે. અને આ મહિલા પણ એનું એક ઉત્તમ ઉદાહરણ છે.

અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગવા વાળી વૃદ્ધ મહિલા દેવકી શર્માના આખા જીવન દરમ્યાન જમા થયેલી રાશિ, પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં આવું દેવકી શર્માની ઈચ્છા અનુસાર થયું છે, જેમનું મૃત્યુ લગભગ 6 મહિના પહેલા થઇ ગયું છે.

અજમેરમાં બજરંગગઢમાં આવેલા અંબે માતા મંદિર પર છેલ્લા 7 વર્ષથી દેવકી શર્મા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. મૃત્યુ પહેલા આ મહિલાએ લોકો દ્વારા આપવામાં આવતી ભીખ દ્વારા 6,61,600 રૂપિયા જમા કર્યા હતા, જે બજરંગગઢ ચાર રસ્તા પાસે આવેલી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા હતી. પરંતુ આ મહિલાએ પોતાના જીવનકાળમાં જ જય અંબે માતા મંદિરના ટ્રસ્ટીઓને કહ્યું હતું, કે એમના મૃત્યુ પછી આ રાશિને કોઈ ભલાઈના કામમાં ખર્ચ કરવામાં આવે.

મંદિરના ટ્રસ્ટી સંદીપના જણાવ્યા અનુસાર દેવકી શર્માની અંતિમ ઈચ્છાને હવે પુરી કરવામાં આવી છે. આ રાશિ અજમેરના કલેકટર વિશ્વ મોહન શર્માને એક બેંક ડ્રાફ્ટના માધ્યમથી સોંપી દીધી છે.

મહિલાએ પોતાના જીવનકાળમાં જ એમને આ રાશિના ટ્રસ્ટી બનાવી દીધા હતા. અને હવે આ સંપૂર્ણ રાશિને મુખ્યમંત્રી સહાયતા કોષ માટે સમર્પિત કરવામાં આવી છે. આ મહિલાની અંતિમ ઈચ્છા (એમના પૈસાને ભલાઈના કામમાં ખર્ચ કરવા) અનુરૂપ આ રાશિનો ઉપયોગ પુલવામા હમલામાં શહીદ થયેલા રાજસ્થાનના શહીદોના પરિવારને આર્થિક સહાયતા પુરી પાડવા માટે કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે ભીખમાં મળેલા થોડા પૈસા તે ઘરે રાખતી હતી. થોડા સમય પહેલા જ દેવકીનું નિધન થયું હતું. જયારે એમના પલંગની તપાસ કરવામાં આવી તો એમાંથી દોઢ લાખ બીજા પણ નીકળ્યા. એ રાશિને પણ સમિતિએ બેંકમાં જમા કરાવી દીધા. દેવકીની ઈચ્છા હતી કે એમના જમા પૈસાને કોઈ ભલાઈના કામમાં ખર્ચ કરવામાં આવે. આ દરમ્યાન પુલવામાની ઘટના થઇ અને એમની આ જમા રાશિને શહીદના પરિવારને આપવામાં આવી.

જે દેશમાં એક ભીખ માંગનાર વ્યક્તિ જો સમાજ અને દેશ માટે આટલું મોટું કામ કરી શકે છે, એ દેશ હકીકતમાં ઘણો મહાન કહેવાય છે. ઘન્ય છે દેશની આવી મહાન વ્યક્તિઓને. અને ધન્ય છે એમની જન્મ ભૂમિને.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.