‘ગોરી મેમ’ નો ગ્લેમરસ ફોટોશૂટ જોઈને દીવાના થયા ફેન્સ, જણાવ્યું : ભાભીજીએ આગ લગાવી દીધી.

વાયરલ થયા ગોરી મેમના હોટ અને ગ્લેમરસ ફોટા, ફોટા જોઈએ એક ફેન્સ જણાવ્યું : ‘મૈમ, તમે ખુબ….’ સૌમ્યા ટંડન આજે નાના પડદાની પ્રસિદ્ધ અભિનેત્રીઓ માંથી એક છે. સીરીયલ ‘ભાબીજી ઘર પર હૈ’ માં અનીતાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ ગઈ છે. સૌમ્યા ટંડને બોલીવુડની થોડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ અભિનેત્રી તરીકે તેને ઓળખાણ નાના પડદાએ જ અપાવી છે.

ફિલ્મ ‘જબ વી મેટ’ માં સૌમ્યાએ કરીના કપૂરની બહેનનું પાત્ર નિભાવ્યું હતું. હાલમાં જ સૌમ્યા એક દીકરાની માતા બની છે. દીકરાને જન્મ આપ્યા પછી પણ સૌમ્યાના લુકમાં કોઈ ફેરફાર નથી આવ્યો. એક દીકરાની માતા હોવા છતાં પણ સૌમ્યા પહેલા જેવી જ સુંદર અને સ્ટાઇલીશ દેખાય છે. આમ તો હાલમાં જ સૌમ્યા ટંડને એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તેનો સ્ટાઇલીશ અંદાઝ જોવા મળે છે.

સૌમ્યાએ બ્લેક કલરના વન પીસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને ફેંસને દીવાના બનાવી દીધા છે. ફેંસ સૌમ્યાની આ તસ્વીરો ઉપર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. સૌમ્યા પોતાના આ લેટેસ્ટ ફોટોશૂટથી લાઈમલાઈટમાં આવી ગઈ છે.

પોતાના ફોટોશૂટની તસ્વીરોને સૌમ્યાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યા છે. સૌમ્યાનો કાતિલ અંદાઝ ફેંસના દિલ ઉપર છવાઈ રહ્યો છે. સૌમ્યાએ કાળા રંગની જે શિમરી ડ્રેસ પહેર્યો છે, તે તેની ઉપર ઘણો શોભી રહ્યો છે. સૌમ્યાએ પોતાનો લુક પૂરો કરવા માટે લાઈટ મેકઅપ અને હાઈ ડીલ્સ નાખ્યા છે. સૌમ્યાની આ તસ્વીરો ઉપર ફેંસની ઘણી કમેન્ટ્સ આવી રહી છે.

સૌમ્યાએ તસ્વીરોમાં વેસ્ટર્ન ડ્રેસને ઘણી સારી રીતે ઉપયોગ કર્યો છે. સૌમ્યા સોશિયલ મીડિયા ઉપર હંમેશા પોતાની સ્ટાઇલને કારણે ચર્ચાનો વિષય બનેલી રહે છે. સૌમ્યાની તસ્વીરોની પ્રસંશામાં એક પ્રસંશકે લખ્યું છે, ‘મેમ તમે ઘણા સુંદર દેખાઈ રહ્યા છો’. તો બીજા એક યુઝરે લખ્યું છે, ‘બ્યુટી ક્વીન લાગી રહી છે ભાભી જી’.

હાલમાં જ સૌમ્યા ટંડને ‘ભાભીજી ઘર પર હૈ’ શો છોડી દીધો છે. સૌમ્યાના જણાવ્યા મુજબ તેને તેના પાત્રથી કોઈ વાંધો ન હતો, પરંતુ તેના કારણે તો તેને ઓળખ મળી છે, પરંતુ તે એ પાત્ર નિભાવીને એક જ પ્રકારની ઈમેજમાં બંધાઈને રહેવા માગતી ન હતી.

થોડા દિવસો પહેલા સૌમ્યાનું નામ ‘બીગ બોસ 14’ ને કારણે ઘણું ચર્ચામાં રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે બીગ બોસના ઘરમાં જવા માટે સૌમ્યાએ ‘ભાભીજી ઘર પર હૈ’ ને છોડ્યો છે. આમ તો સૌમ્યાએ આવા પ્રકારની અફવાઓને ખોટી ગણાવી હતી. આમ તો આ દિવસોમાં અભિનેત્રી તેની ફેમીલી સાથે આનંદમય સમય પસાર કરી રહી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.