શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ, રસોળી કે ટ્યુમ્બર નો ઘરઘથ્થુ ઉપચાર, સાવધાની થી બચશો કેન્સર થી

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો જીવનમાં તમને કેન્સર ન થાય તેના માટે ફક્ત એક જ વસ્તુ યાદ રાખો કે તમે જયારે ભોજન કરો તે ભોજનમાં ડાલ્ડા ઘી,રીફાઇન્ડ ઓયલ વગેરે ન હોવું જોઈએ. બીજી વાત કે વધુમાં વધુ ફોતરાં વાળી વસ્તુ નો ઉપયોગ કરો જેમ કે ફોતરાં વાળા ચોખા,દાળ, ફોતરા વાળી શાકભાજી વગેરે.આ વસ્તુઓ ખાવાથી તમને કેન્સર થવાનો પ્રશ્ન જ નથી રહેતો.

આ બધા સિવાય કેન્સર ગુટકા,તમ્બાકુ,સિગરેટ,બીડી વગેરે ના ઉપયોગથી પણ થાય છે. તો આ ચારે વસ્તુનું સેવન ક્યારેય ન કરો. કેમ કે કેન્સર ના વધુમાં વધુ કેસ આના કારણે થાય છે. ભારતની સરકાર આજકાલ ગુટકા,બીડી,સિગરેટ,તમ્બાકુ વગેરે ઉપર પણ પ્રતિબંધ મુકેલ છે જલ્દી દારૂ માટે પણ નક્કર પગલાં લેશે. આવું જ ચાલતું રહ્યું તો આપણા દેશના યુવાનો કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી જશે.

આખી દુનિયાનો એક જ સવાલ છે કે આના બચાવમાં જ પોતાનો બચાવ છે. તમે હંમેશા એવો પ્રયત્ન કરજો કે કેન્સર વાળા રોગીઓની કીમોથેરેપી,એલોપેથી વગેરે જેવી ટ્રીટમેન્ટ થી દૂર રાખવામાં આવે. કેમ કે જો એક વખત કીમોથેરેપી થઇ ગઈ તો સમજો તમે હવે કઈ નહીં કરી શકો.

મહિલાઓમાં આજકાલ કેન્સર ખુબજ ઝડપથી વધી રહેલ છે. તેમના ગર્ભાશયમાં અને સ્તનોમાં કેન્સર ઝડપથી વધી રહ્યા છે, પહેલા તેમને ગાંઠ થાય છે પછી પાછળથી કેન્સરમાં ફેરવાઈ જાય છે. તો માતાઓ અને બહેનોને ધ્યાન રાખવું જોઈએ કે જયારે પણ તેમના શરીરમાં તેમને વધારાનો ભાગ વધવા ની જાણ થાય એટલે તેમણે સતર્ક થઇ જવું જોઈએ કેમ કે કોઈ પણ અંગમાં જેવું તમને વધારાનાં ભાગ માં વધારો થયો તો સમજો કે તમને રસોળી કે ગાંઠ થઇ ગઈ છે.

આમતો દરેક ગાંઠ કે રસોલીથી કેન્સર થતું નથી. માત્ર બે કે ત્રણ ટકા ગાંઠ એવી છે,જે કેન્સરમાં બદલાઈ જાય છે.પરંતુ તમારે સતર્ક તો રહેવું પડશે.

તેના માટે બધાથી સારી વિશ્વમાં દવા છે ચૂનો. શરીરમાં ક્યાંય પણ ગાંઠ થઇ જાય ,રસોળી થઇ જાય તો તેના કેન્સરમાં બદલી જવાની શક્યતાઓ રહે છે, તો આવી ગાંઠને દૂર કરવા માટે બધાથી સારી દવા છે ચૂનો. ચૂનો એટલે કે જે પાનમાં ખાવામાં આવે છે,મકાનને રંગવા ધોળવામાં ઉપયોગ કરવામાં આવે છે, પાનવાળા ની દુકાનમાં સરળતાથી મળી જાય છે.

આ ચુનાને કનકનાં દાણા જેટલો ખાઓ, હવે સવાલ એ થાય કે ખાવો કેવી રીતે? કેમ કે સીધો જીભ ઉપર લગાડવામાં આવે તો જીભ ફાટી જાય છે. તો તેને ખાવાની એક જ રીત છે કે તમે પાણીમાં ભેળવીને પી લો કે પછી દહીમાં મેળવીને પીઓ.તે સિવાય તમે તેને લસ્સીમાં મેળવીને, દાળ માં નાખીને, શાકમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો.

મહિલાઓમાં આ ગાંઠની ખબર કેવી રીતે પડી શકે? જે માતાઓને પેટમાં રસોળી થઇ જાય તેમની માસિક તિથિ એકદમ બદલી જશે . તેમને ખબર પડશે લોહી વધુ આવશે પણ 28-30 દિવસ માં જે આવવું જોઈએ તે 10-15 દિવસમાં પણ આવી શકે છે કે તે એક અઠવાડિયું ચાલશે કે 10 દિવસ ચાલે કે પછી 15 દિવસ ચાલે.બ્લીડીંગ ખુબજ થશે અને થાક પણ ખુબ લાગશે શરીરમાં નબળાઈ ખુબ આવી જશે. તો તેનાથી તમે નક્કી કરી લો કે રસોળી થઇ રહી છે અથવાતો થઇ રહી છે. પછી તપાસ કરાવા સોનોગ્રાફી કરાવી લો. હવે સમજી લો કે તમને ચૂનાની જરૂર પડી છે.

ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે. બીજું તો ઠીક તેની કોઈ આડઅસર પણ ખૂબ જ ઓછી છે. અને દુનિયાની બધી દવાઓ આ ચુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે.

વિડીયો