અધધધ…. સાઇકલ પર કામે જવાથી દેશને થઇ શકે છે 1800 અરબ રૂપિયાનો ફાયદો

જો ભારતના લોકો પોતાના કામ ઉપર સાયકલથી જાય છે, તો દેશને ૧૮૦૦ અબજ રૂપિયાનો ફાયદો થઇ શકે છે. આ રકમ ૨૦૧૫-૧૬ ના દેશના બધા ઘરેલું ઉત્પાદન એટલે GDP નો ૧.૬ ટકા છે. તેનો ખુલાસો ધ એનર્જી એન્ડ રેસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (The Energy and Resources Institute (TERI)) ની શોધ ભારતમાં સાયકલીંગના ફાયદા : આર્થિક, પર્યાવરણ અને સામાજિક મુલ્યાંકન (Benefits of Cycling in India: An Economic, Environmental, and Social Assessment) માં થયું છે.

જો તમે સાયકલ ચલાવીને કામ ઉપર જાવ છો, તો તેનાથી ન માત્ર તમે ફીટ રહો છો, પરંતુ તેનાથી પર્યાવરણ અને દેશને પણ ઘણો ફાયદો થાય છે. તેનો ખુલાસો ધ એનર્જી એન્ડ રેસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) અને ઓલ ઇન્ડિયા સાયકલ મેન્યુફેકચરર અસોસિએશન (All India Cycle Manufacturers’ Association (AICMA)) ની શોધમાં થયો છે.

The Energy and Resources Institute (TERI) ની શોધ ભારતમાં સાયકલીંગના ફાયદા : આર્થિક, પર્યાવરણ અને સામાજિક મુલ્યાંકન (Benefits of Cycling in India: An Economic, Environmental, and Social Assessment) માં અનુમાન લગાવવામાં આવે છે કે ટૂંકા અંતરની મુસાફરી માટે, જો બે પૈડા કે ચાર પૈડા વાળા વાહનોને બદલે સાયકલનો ઉપયોગ કરવામાં આવે, તો તેનાથી વર્ષના ૧૮૦૦ અબજ રૂપિયાનો ફાયદો થઇ શકે છે.

શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલી આ શોધમાં એ પણ કહેવામાં આવ્યું છે, કે સુરક્ષિત સાયકલીંગ માટે અવસંરચના (infrastructure) ઉપલબ્ધ કરાવવા અને સાયકલીંગના જુદા જુદા ફાયદા દર્શાવવા માટે જાગૃતતા અભિયાન ચલાવીને આ ફાયદા મેળવવા માટે કરી શકાય છે. સાથે જ એ ધારણાને દુર કરીને લાભ થશે કે સાયકલ ગરીબ લોકોના પરિવહનનું માધ્યમ છે.

શોધ રીપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે, કે શહેરોના અમુક ચોક્કસ સ્થાનો ઉપર ધ્યાન આપવાને બદલે સાયકલ સાધન યોજનાને શહેર આખામાં લાગુ કરવાની યોજના બનાવવી જોઈએ. શોખથી સાયકલ ચલાવવા વાળા લોકો વચ્ચે તેને પ્રોત્સાહન આપવા માટે ઉપરોક્ત ઉપાયો સાથે જ અંગત મોટર વાહનોના ઉપયોગને પણ નિયમિત કરવો જોઈએ. જેમાં પાર્કિંગ ચાર્જ અને પદુષણ ચાર્જ લગાવવો બધું જોડાયેલું છે.

સાયકલ ચલાવવી આપણા માટે ફાયદાકારક છે એ વાત તો સાચી છે. પણ આજના દેખાદેખીના જમાનામાં લોકો બાઈક અને કાર ચલાવવાનું જ વધુ પસંદ કરે છે. પણ સમય શું પરિવર્તન લઈને આવે છે એ જોવાનું રહેશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.