ગોવા – કાશ્મિરથી પણ ઓછા પૈસામાં ફરી લેશો આ દેશ, રહેવાનું-ખાવાનું છે ખુબ જ સસ્તું.

જો તમે વિદેશ ફરવા માંગો છો તો એવા ઘણા દેશ છે, જ્યાં તમે ખુબ જ સસ્તામાં ફરી શકો છો. ખરેખર આ દેશોમાં ફરવા જાવ તો ભારતમાં ગોવા અને કાશ્મીર જેવા ટુરિસ્ટ સ્થળોથી પણ ઓછા પૈસામાં ફરી શકો છો.

(૧ )થાઈલેન્ડ : થાઈલેન્ડનું નામ લેતા જ બીચ અને પાર્ટીની યાદ આવવા લાગે છે. આ દેશ સુંદર હોવાની સાથે સાથે ખુબ જ સસ્તો પણ છે. અહિયાં તમને ૨૫૦ રૂપિયા સુધીના રૂમ મળી જશે અને માત્ર ૨૦૦ રૂપિયામાં ખાવાનું મળી જશે.

(૨) વિયતનામ : સસ્તું ખાવાનું અને ઉત્તમ શોપિંગ માટે તમે આ દેશની મુસાફરી કરી શકો છો. અહિયાં તમે વિયતનામી લબાબેદાર ડીશની મજા માત્ર ૬૬ રૂપિયામાં લઇ શકો છો. ૨૦૦ રૂપિયા સુધી રૂમ પણ બુક કરાવી શકો છો.

(૩.) નેપાળને ખાસ કરીને કુદરતી સુંદરતા માટે ઓળખવામાં આવે છે. અહિયાં તમે માત્ર ૬૦૦ રૂપિયામાં ત્રણ ટાઈમ ભોજનની મજા લઇ શકો છો. ૨૭૦ રૂપિયામાં હોટલનો રૂમ બુક કરાવી શકો છો. આમ તો અમુક વર્ષો પહેલા આવેલા વાવાઝોડાએ અહિયાં ઘણી નુકશાની કરેલ હતી. તેમ છતાં પણ અહિયાં દેશ પર્યટકોને સાચવવા લાગ્યા છે.

(૪.) પેરુ: દુનિયાના કુલ અને મેજિકલ સ્થળની મજા તમે આ દેશમાં ઓછા બજેટમાં લઇ શકો છો. અહિયાં લોકો માત્ર ૫૦૦ રૂપિયામાં રૂમ અને ૩૫૦ રૂપિયામાં એક ટંકનું ભોજન મેળવી શકે છે.

(૫.) નીકરાગુઆ : નીકરાગુઆ વિષે કહેવામાં આવે છે કે તે નવા કોસ્ટારિકા છે. મધ્ય અમેરિકાનો આ દેશ ખુબ જ પ્રખ્યાત ડેસ્ટીનેશન છે. અહિયાં પહોચ્યા પછી તમને કોઈપણ વસ્તુ માટે વધુ ખર્ચ કરવો નહિ પડે. અહિયાં એક રૂમ ૩૫૦ રૂપિયામાં બુક કરી શકાય છે. ખાવાના માત્ર ૧૫૦ રૂપિયા ખર્ચ કરવો પડશે.

(6.) લાઓસ : લાઓસ સાઉથ ઈસ્ટ એશિયન દેશ છે. તે સુંદર પહાડો માટે ઓળખવામાં આવે છે. અહિયાં બીદ્ધિષ્ઠ મોનેસ્ટરી સાથે જ ઘણી જ સુંદર જગ્યાઓ છે. અહિયાં તમે ૭૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં એક રાત માટે રૂમ લઇ શકો છો, અને ૭૦ રૂપિયામાં સ્ટ્રીટ ફૂડની મજા લઇ શકો છો.

(૭.) ઇન્ડોનેશિયા : જો તમે કુદરતી બ્યુટી વચ્ચે તમારી રજાઓ પસાર કરવાં માગો છો, તો ઇન્ડોનેશિયા તમારા માટે યોગ્ય ડેસ્ટીનેશન છે. અહિયાં ખાવા પીવા અને રહેવાનું બજેટમાં છે. ઇન્ડોનેશિયામાં તમે માત્ર ૬૭ રૂપિયામાં ડીનર કરી શકો છો. અહિયાં લગભગ ૨૫૦ રૂપિયામાં હોટલ બુક કરાવી શકો છો.

(8.) કમ્બોડિયા : કમ્બોડિયાને પહેલા કમ્પુચિયાના નામથી ઓળખવામાં આવતો હતો. અહિયાં બનેલ પ્રાચીન ખંડેર અહીયાની શોભામાં ચાર ચાંદ લગાવે છે. અહિયાં તમે હોટલમાં ૨૫૦ રૂપિયા સુધીમાં રૂમ બુક કરવી શકો છો અને ૩૦૦ રૂપિયામાં ઉત્તમ ભોજનનો લાભ લઇ શકો છો.

(9.) બુલ્ગારિયા : બુલ્ગારિયા ઇસ્ટર્ન યુરોપમાં છે. આમ તો યુરોપ સાઉથ ઇસ્ટ એશિયા અને અમેરિકાથી વધુ મોંઘો છે. પણ બુલ્ગારિયામાં ખાવાનું વેસ્ટર્ન કુજીન (ડીશ) થી પણ સસ્તું છે. અહિયાં ૧ લીટર બીયર ૧૩૦ રૂપિયામાં મળે છે. અહિયાં તમે ૬૦૦ રૂપિયામાં રૂમ બુક કરાવી શકો છો અને ૨૫૦ રૂપિયામાં ભોજન કરી શકો છો.

(૧૦.) ચીન : ચીનમાં ફરવા માટે તમે તમારા બજેટને નહી વધારવું પડે, અહિયાં એક સ્થળેથી બીજા સ્થળ સુધી જવાના માત્ર ૬૬ રૂપિયા ખર્ચ કરવો પડે છે. અહિયાં તમે ૩૦૦ રૂપિયામાં રૂમ અને ૧૫૦ રૂપિયામાં ખાવાનો આનંદ લઇ શકો છો.

હરવું ફરવું કદાચ અમુકને ન ગમતું હોય, પણ ઘણી વખત વધુ ખર્ચ થવાને લીધે મજા ખરાબ થઇ શકે છે. તેવામાં તમને જણાવી રહ્યા છીએ આ ટ્રીકો વિષે, જેનો ઉપયોગ કરી તમે તમારા પ્રવાસની મજા જાળવી રાખશો. પહેલા તૈયારી કરો, જરૂરી સમાન સાથે રાખો, તે ખુબ મહત્વનું છે. ઘણી વખત ઉતાવળમાં સામાન ભુલાઈ જાય છે. અને પછી પ્રવાસમાં જઈને તે નાના એવા કામ માટે વધુ પૈસા ચુકવવા પડે છે.

કપડાને સીઝન પહેલા ખરીદો, જો તમારે ઉનાળાની રજામાં ફરવા જવું છે, તો શીયાળામાં જયારે સેલ ચાલી રહ્યા હોય ત્યારે કપડા ખરીદી લો, તેનાથી તમારે શું પહેરવું છે તે પહેલાથી નક્કી થઇ જશે. બીજા લગભગ અડધા પૈસા કપડાની ખરીદીમાંથી બચી જાય છે. સેલમાં કપડા ખરીદવાથી વસ્તુ સસ્તી પણ ઘણી પડે છે.

ઓફ સિઝનમાં ફરવા જાવ, તે સારી વાત છે. એટલે કે પહાડો ઉપર ફરવું છે, તો વધુ ગરમીની રાહ ન જુવો. તેના પહેલા જ જાવ કે મોસમ પુરબહાર થવા દો. તેનાથી તમારી પસંદની જગ્યાએ ભીડ પણ ઓછી મળશે. સાથે જ ઓફ સીઝન હોવાથી ઘણી જાતના ડીસ્કાઉન્ટ પણ મળી જશે. ઓછો સામાન રાખો, તે ખુબ મહત્વનું છે, તમે પ્રવાસમાં વધુ સમાન લઇ જાવ છો, તો તકલીફ તો વધે જ છે, સાથે જ તેનું ભાડું પણ વધુ ચુકવવું પડે છે.

બાળકો સાથે જઈ રહ્યા છો તો ફેમીલી ઇન્શ્યોરન્સ પણ કરાવો. ઘણી વખત ટુર ઉપર તબિયત ખરાબ થવાથી ખિસ્સા એકદમ ખાલી થઇ જાય છે, તેવામાં ઓછા પૈસામાં સમય ઉપર પોલીસી લઇ લો. ઉત્તમ રહેશે. પોતાની ગાડીની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. ટુર ઉપર પોતાની કારનો ઉપયોગ ઓછામાં ઓછો કરો કેમ કે એક તો પેટ્રોલનો ખર્ચ, ઉપરથી પાર્કિંગના પૈસા અને પછી ક્યાંક ગાડી ફસાઈ ગઈ તો તકલીફ જુદી, તેવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ફાયદો મેળવો.

હોટલ બુક કરવાથી બચો, તે બાબત ઉત્તમ રહેશે. હોટલ બુક કરવાને બદલે તમે કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાવાનું ગોઠવો. કે કોઈ એપાર્ટમેન્ટ ભાડા ઉપર લઇ લો. તે ઘણું સસ્તું પડશે. ફરવાની જગ્યાની સારી જાણકારી લો. ઘણીવખત ટુર ઉપર ગયેલા લોકો ભટકી જાય છે. તેવામાં તે જગ્યાની સારી જાણકારી તમને નકામી તકલીફથી બચાવશે.