એકમાત્ર ચમત્કારી મંદિર જ્યાં વિરાજે છે ગોબર ગણેશ, દરેક ઈચ્છા થાય છે પૂરી, ભક્તોની લાગે છે ભીડ

ભગવાન ગણેશજીને પોતાના ભક્તોના વિઘ્ન હરવા વાળા કહેવામાં આવે છે. જે ભક્ત ભગવાન ગણેશજીની ભક્તિ કરે છે તેના તમામ દુ:ખ ભગવાન ગણેશજી દુર કરી દે છે. ગણેશજીને બુદ્ધીના દેવતા કહેવામાં આવે છે. ભારતમાં એવા ઘણા ગણેશ મંદિર છે જેમાં ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે. આ મંદિરો પ્રત્યે લોકોની ઘણી શ્રદ્ધા છે. તમે બધા લોકોએ ભગવાન ગણેશજીના ઘણા રૂપ જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવા રૂપ વિષે જાણકારી આપવાના છીએ જ્યાં ભગવાન ગણેશજીનું એક એવું મંદિર છે જ્યાં તેમની મૂર્તિ છાણ (ગોબર) ની છે અને આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે. આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે કે ત્યાં નારિયેલ અર્પણ કરીને ગણેશજી પાસે મનપસંદ વરદાન મળેવી શકાય છે.

ભગવાન ગણેશજીની આ મૂર્તિના માથા ઉપર મુગટ, ગળામાં હાર અને સુંદર શણગાર બધા ભક્તોનું મન મોહી લે છે. તમામ ભક્ત ભગવાનજી પાસે પોતાના દુ:ખ, દર્દનો ઈલાજ કરાવવા માટે આવે છે, અને સૌને આશ્ચર્ય કરી દેનારી વાત એ છે કે અહિયાં ગણેશજીને ગોબર ગણેશના નામથી બોલાવવામાં આવે છે. તમામ ભક્ત તેને ગોબરના ગણેશજી કહીને બોલાવે છે. ખાસ કરીને ભગવાન ગણેશજીનું આ મંદિર મધ્ય પ્રદેશના આગ્ર માલવા જીલ્લામાં આવેલા નલખેડામાં આવેલુ છે. આ મંદિર પ્રત્યે લોકોની ઘણી આસ્થા જોડાયેલી છે.

આ મંદિરની અંદર તમામ ભક્તો ભગવાન ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. ગોબર ગણેશજી તેમના તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. એવું કહેવામાં આવે છે કે છાણના આ ગણેશજી પોતાના ભક્તોને ક્યારે પણ નિરાશ નથી કરતા. જે ભક્ત પોતાની ઈચ્છા લઇને ભગવાન ગણેશજીની શરણમાં આવે છે, તે અહિયાંથી આનંદ સાથે પોતાના ઘરે પાછા ફરે છે. નાલખેડામાં ગોબર ગણેશજીની મૂર્તિ હજારો વર્ષ જૂની છે.

ભગવાન ગણેશજીના આ પ્રાચીન મંદિરમાં ગણેશજીની ૫૦૦ વર્ષથી પણ વધુ જૂની છાણથી બનેલી ગણેશજીની મૂર્તિનો શણગાર કરવામાં આવે છે. આ સ્થળ ઉપર ગણેશજી કમળના ફૂલ ઉપર વિરાજિત છે. શણગાર પછી તેની મૂર્તિ વધુ આકર્ષક લાગે છે. તેમના આ રૂપને જોઈને તમામ ભક્તો ભાવ વિભોર થઇ જાય છે. ભગવાન ગણેશજીની આ વિશાળ મૂર્તિની સાથે સાથે આજુ બાજુ રિદ્ધી સિદ્ધીની મૂર્તિઓ પણ રહેલી છે, અને ગણેશજીના ચરણો પાસે મુશક પણ બનેલું છે. અહિયાં ભગવાન ગણેશજીના એક હાથમાં લાડું છે. આ મંદિરની અંદર ભગવાન ગણેશજીના દર્શન માટે ભક્તોની શ્રદ્ધા જોડાયેલી રહે છે. પરંતુ ગણેશોત્સવ દરમિયાન ભક્તોની ઘણી વધુ જ ભીડ જોવા મળે છે.

છાણથી બનેલા ગણેશજીના આ મંદિર પ્રત્યે ભક્તોને ઘણી શ્રદ્ધા છે. જે ભક્ત અહિયાં દર્શન માટે આવે છે તેમનું એવું કહેવું છે કે ભગવાન ગણેશજી પોતાના ભક્તોની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે. દુર દુરથી લોકો ભગવાન ગણેશજીના દર્શન માટે આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.