કાયમ રહો છો બીમાર જેવા? તો રોજ નાસ્તા પહેલા પીવો જીરા અને ગોળનું પાણી ક્લિક કરી જાણો રીત

આજકાલ લોકોની ઈમ્યુંનીટી (રોગ પ્રતિકારક શક્તિ) ધીમે ધીમે નબળી પડતી જાય છે, બીમાર પડતા રહે છે. સમય અને પૈસા ન હોવાને કારણે પણ તે બાબતમા ધ્યાન આપી શકતા નથી.

શારીરિક થાક, લોહીની ઉણપ, તાવ, પીરીયડમાં તકલીફ કે પછી શરીરના વજનમાં ઘટાડો થવો, આપણું જીવન ધોરણ ખરાબ થવાનું મુખ્ય કારણ છે. પણ તમે પરેશાન ન થશો કેમ કે કુદરતે આપણને કઈક એવી વસ્તુ આપી છે, જેનાથી જો આપણે ધારીએ તો આપણું આરોગ્ય સુધારી શકીએ છીએ.

જીરું અને ગોળનું પાણી એક એવી જ રામબાણ દવા છે જેને આયુર્વેદમાં સ્થાન આપવામાં આવ્યું છે. જીરું અને ગોળના પાણીમાં આયરન ખુબ વધુ પ્રમાણમાં હોય છે જેના કારણે લોહીની ઉણપ દુર થાય છે.

આ પીણાને તમે ઓછામાં ઓછું 30 દિવસ સુધી સતત પીવો અને તેની જાદુઈ અસર તમારા શરીર ઉપર જુવો.

આ પાણીને કેવી રીતે બનાવવું?

એક પાણીના વાસણમાં 1 ચમચી જીરૂનો પાવડર અને 1 ચમચી ગોળ ભેળવો. તે પાણીને ઉકાળો. આ પીણાને બનાવવા માટે આ બન્ને વસ્તુને થોડી મિનીટ સુધી ઉકાળો તથા આ મિશ્રણને એક કપમાં લઇ લો. તમારી પીણું સેવન કરવા માટે તૈયાર છે.

આ પીણા ને રોજ સવારે નાસ્તા કરતા પહેલા પીવો.

તે જાણવા માટે કઈ રીતે જીરું અને ગોળનું પાણી તમારે આરોગ્ય માટે લાભદાયક છે, આગળ વાચો.

એનીમિયામાં ફાયદાકારક

હમેશા જોવામાં આવે છે કે મહિલાઓ અને છોકરીઓ ને લોહીની ઉણપ આવી જાય છે. ગોળ અને જીરા નું પાણી પીવાથી શરીરમાં એનીમિયા અને લોહીની ઉણપ પૂરી થાય છે. સાથે જ તે લોહીમાં રહેલ કચરાને પણ દુર કરે છે.

(2) માથાનો દુઃખાવામાં અપાવે રાહત

માથાના દુઃખાવા થી પરેશાન છો તો ગોળ અને જીરા નું પાણી પીવાથી તમને જરૂર લાભ મળશે. સાથે જ જો તમને તાવ છે તો આ તેમાંથી પણ તમને છુટકારો અપાવશે.

(3) પેટ ફૂલવાથી આરામ અપાવે છે.

જીરું અને ગોળ નું મિશ્રણ એસીડ ની અસરને દુર કરી દે છે જેને લીધે પેટમાં ગેસ બનવાનું, પેટ ફૂલવાનું અને એસીડીટી ની તકલીફમાંથી રાહત મળે છે.

(4) શરીરના તાપમાનને ઓછું કરે છે

આ કુદરતી પીણું શરીરના તાપમાનને ઓછું કરે છે અને શરીરના તાપમાનને નિયમિત કરે છે જેથી તાવ, માથાનો દુઃખાવો અને બળતરા વગેરેમાંથી રાહત મળે છે.

(5) શરીરના દુઃખાવા ને ઓછો કરે છે

શરીરમાં ખુબ દુઃખાવો થઇ રહ્યો છે તો આ પીણું તરત જ પીવો આ જીરું અને ગોળના પાણીમાં એન્ટી ઇન્ફલેમેટ્રિ ગુણ હોય છે, તેના લીધે તે અસર વાળા ભાગમાં લોહીનો પ્રવાહ વધારીને શરીરના દુઃખાવા ને થોડા અંશે ઓછો કરી દે છે.

(6) માસિક ધર્મને નિયમિત કરે છે

આ પાણી મહિલાઓના શરીરમાં હાર્મોન્સના અસંતુલન ને નિયમિત કરે છે. જો કોઈ મહિલા ને પીરીયડની તકલીફ છે તો તે આ પાણી જરૂર પીવો. તેનાથી તેમના પીરીયડ નિયમિત થશે. તે માસિક ધર્મના સમયે થતા દુઃખાવામાં પણ રાહત આપાવે છે.

(7) શરીરને અંદરથી ચોખ્ખુ કરે

જયારે આપણે દિવસ રાત બહારનું જંક ફૂડ ખાઈએ છીએ તો આપણા શરીરમાં થોડા ઝેરીલા પદાર્થો એકઠા થઇ જાય છે. પણ જીરું અને ગોળના પાણી એક કુદરતી ડીટોકસ છે, જે શરીરને અંદરથી ચોખ્ખું કરે છે. તેના પાણી થી ઈમ્યુન સીસ્ટમ મજબુત થાય છે અને શરીર સાફ થઇ જાય છે.

(8) કબજિયાત દુર કરે

જો તમારું પેટ સાફ નથી થતું તો આ પીણાને જરૂર પીવો. આયુર્વેદમાં આ પાણી માટે કહેવામાં આવ્યું છે તેનાથી કબજિયાત ઠીક થઇ શકે છે.

(9) કમરના દુઃખાવા નો ઉત્તમ ઈલાજ

શું તમને પીઠનો દુઃખાવો અને કમરના દુખાવાથી પરેશાન રહો છો? ગોળ અને જીરા નું પાણી પીવાથી તમને આ બધી તકલીફોમાંથી છુટકારો મળી શકે છે. બસ તેને નિયમિત પીવાનું છે.

(10) તાવમાં લાભદાયક

તાવ આવે તો પરેશાન ન થશો કેમ કે આ કુદરતી પીણું શરીરના તાપમાનને ઓછું અને નિયમિત કરે છે જેથી તાવ, માથાનો દુઃખાવો અને બળતરા વગેરેમાંથી રાહત મળે છે. જો તમને તાવ આવી ગયો છે તો રોજ આ પાણીનું સેવન કરો તમને તરત આરામ મળશે.