ઘી માં લચપચતા ગોળ નાં ચુરમા નાં લાડુ બનાવો ઘરે જુયો વિડીયો માં બનાવવા ની રીત

હજારો વર્ષ જૂની આજે પણ લોકો ની ફેવરીટ લાડુ બનાવવા ની રીત શીખો

સામગ્રી :

૨૫૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ

૨૫૦ ગ્રામ ગોળ

૨૫૦ ગ્રામ ઘી

૧૦૦ ગ્રામ તેલ

એલચી

ખસખસ

બનાવવા ની રીત :

લોટ માં ૪ ચમચી તેલ નાંખી એકદમ મિલાવી ગરમ પાણી થોડું થોડું લઇ મુઠીયા વાળો..

એક લોયા માં તેલ અને ઘી મીક્ષ કરી ગરમ કરવા મુકો .

મુઠીયા ને એકદમ ધીમા તાપે તળો.

brown કલર ના થાય એટલે નીતારી ને કાઢી લો.

બધાં મુઠીયા તળાય ગયા પછી તેનો ઝીણો ભૂકો કરી લ્યો .

ગોળ ને ઝીણો સુધારી લો.

એક પહોળા વાસણ માં ઘી ગરમ કરવા મુકો

ગોળ ને તેમાં નાંખી ધીમા તાપે હલાવો .

ગોળ ની પાઈ સરસ થઇ જાય એટલે લોટ ના તૈયાર કરેલા ભૂકા માં મિલાવી દ્યો

એલચી બારીક પીસી ને નાંખો

જરૂર જણાય તો થોડું ઘી ગરમ કરી ને નાંખવું

હવે હાથે થી ગોળ લાડુ વાળતા જાવ .

તેના પર ખસખસ લગાવી સજાવો.

વિડીયો