આ છે ભગવાન વિષ્ણુજીનું પ્રખ્યાત ચમત્કારી મંદિર, જેના દર્શન માત્રથી જ ભરાઈ જાય છે ઝોળી

આપનો દેશ ધાર્મિક દેશ છે અને અહિયાં બધા લોકો પોત પોતાની શ્રદ્ધા મુજબ દેવી દેવતાઓની પૂજા કરે છે. આપણા દેશમાં એવા ઘણા મંદિર રહેલા છે જેમાં ચમત્કારો સામે વિજ્ઞાન પણ પાછું પડે છે. આ મંદિરોના રહસ્ય આજ સુધી ઉકેલવામાં વિજ્ઞાન પણ નિષ્ફળ સાબિત થયું છે. આમ તો જોવામાં આવે તો ત્રિદેવ મહાશક્તિશાળી દેવતાઓમાં જગતના પાલનહાર વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુજીના ભક્ત તેને સૌથી મોટી શક્તિ માને છે. ભગવાન વિષ્ણુજી અને તેના અવતારને સમર્પિત ભારતમાં એવા ઘણા બધા મંદિર રહેલા છે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા એવા થોડા વિષ્ણુજીના પ્રસિદ્ધ મંદિરો વિષે જાણકારી આપવાના છીએ જે મંદિરો પ્રત્યે લોકોને અતુટ વિશ્વાસ છે, અને આ મંદિરો માંથી કોઈપણ ભક્ત આજ સુધી ખાલી હાથ પાછા નથી ફરતા. આ મંદિરોમાં સૌની ઈચ્છા પૂરી થાય છે.

આવો જાણીએ ભગવાન વિષ્ણુજીના આ પ્રસિદ્ધ ચમત્કારિક મંદિરો વિષે :

રંગાનાથ સ્વામી :

રંગાનાથ સ્વામી ભારતના દક્ષીણ તિરુચીરાપલ્લી શહેરમાં આવેલું છે. આ સ્થાન ઉપર ભગવાન વિષ્ણુજીની પવિત્ર દિવસ એકાદશી ઉપર ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે છે. રંગાનાથ સ્વામી શ્રી હરીના વિશેષ મંદિરો માંથી એક માનવામાં આવે છે. આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે, કે ભગવાન શ્રી વિષ્ણુજીના અવતાર શ્રીરામે લંકાથી પાછા ફર્યા પછી તે સ્થાન ઉપર પૂજા કરી હતી. એવું માનવામાં આવે છે કે ગૌતમ ઋષિના કહેવાથી સ્વયં બ્રહ્માજીએ આ મંદિરનું નિર્માણ કર્યુ હતું.

બદ્રીનાથ :

ભગવાન વિષ્ણુના સૌથી પ્રસિદ્ધ મંદિરો માંથી એક બદ્રીનાથ મંદિર છે. આ મંદિરને ભારતના ચાર ધામ અને ઉત્તરાખંડના ચાર ધામોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ભગવાન વિષ્ણુજીનું આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. બદ્રીનાથ ધામ વિષે એવું જણાવવામાં આવે છે, કે આ સ્થળ ઉપર ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજી સાથે મળીને શિવજીની તપસ્યા કરી હતી.

જગન્નાથ પૂરી મંદિર :

ભારતનું આ પ્રસિદ્ધ મંદિર વૈષ્ણવોના ચાર ધામોમાં રહેલું છે. જગન્નાથ પૂરી મંદિર સાથે જોડાયેલી ઘણી બધી અદ્દભુત કથાઓ અને ચમત્કાર પ્રસિદ્ધ છે, જે વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વિશેષ રીતે દર વર્ષે જગન્નાથ પૂરી રથ યાત્રામાં લાખો ભક્ત જોડાય છે. આ મંદિર પ્રત્યે લોકોને ઘણી શ્રદ્ધા છે. આ મંદિરમાં ભગવાન પોતાના શરણમાં આવેલા તમામ ભક્તોના દુ:ખ દુર કરે છે.

તિરુપતિ વેંકટેશ્વર મંદિર :

ભગવાન વિષ્ણુના સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો માંથી એક તિરુપતિ વેંકટેશ્વર મંદિર છે. આ મંદિરની પાસે તિરુમલા પહાડ આવેલો છે. વેંકટેશ્વરજી કે બાલાજી ભગવાન વિષ્ણુજીનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્ત આવીને તેમના આશીર્વાદ લે છે અને દર્શન કરે છે. આ મંદિરમાં સૌથી વધુ ચડાવો અને દાન કરવામાં આવે છે. આ મંદિરની અંદર વાળનું દાન કરવાની પણ પ્રથા છે. એવું જણાવવામાં આવે છે કે આ મંદિર માંથી કોઈપણ ભક્ત નિરાશ થઇને જતા નથી.