શ્રાપ મળવાને કારણે 12 વર્ષ સુધી ખેડૂતના ઘરે રહ્યા હતા માં લક્ષ્મી, વાંચો ધનતેરસની આ પૌરાણિક કથા

ધનતેરસનું પર્વ આસો માસની વદ તેરસની તિથીના દિવસે આવે છે. અને આ પર્વના દિવસે ધનની દેવી લક્ષ્મી અને ધન દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો દ્વારા સોના, ચાંદી, વાસણ અને ઘણા પ્રકારની વસ્તુ ખરીદવામાં આવે છે, અને ઘરમાં દીવડા પ્રગટાવવામાં આવે છે. ધનતેરસનું પર્વ સાથે ઘણા પ્રકારની કથાઓ પણ જોડાયેલી છે, અને તે કથાઓમાંથી એક કથા માં લક્ષ્મી અને ખેડૂતની છે જેના વિષે આજે અમે તમને જણાવીશું.

ધનતેરસ ઉજવવા સાથે જોડાયેલી કથા :

ધનતેરસની એક કથા મુજબ, એક વખત ભગવાન વિષ્ણુને મૃત્યુલોક જવાનો વિચાર આવ્યો. જયારે તે વાત લક્ષ્મી માં ને ખબર પડી તો તેમણે પણ વિષ્ણુજી સાથે મૃત્યુ લોક જવાનો આગ્રહ કર્યો. તો વિષ્ણુજીએ લક્ષ્મી માં ને કહ્યું, જો તમે મારી એક વાત માનો તો હું તમને મૃત્યુલોકમાં સાથે લઈ જઈશ.

એવું કહીને વિષ્ણુજી માં લક્ષ્મીને પોતાની સાથે ધરતી ઉપર લઈ ગયા. ધરતી ઉપર આવ્યા પછી વિષ્ણુજીએ લક્ષ્મી માં ને કહ્યું કે, તે આ જગ્યા ઉપર જ ઉભા રહો. હું દક્ષીણ દિશા તરફ જઈ રહ્યો છું. તમે મારો પીછો ન કરતા.

વિષ્ણુજી દક્ષીણ દિશા તરફ ગયા પણ લક્ષ્મી માં ત્યાં એકલા રોકાઈ ન શક્યા, અને તે પણ દક્ષીણ દિશા તરફ નીકળી પડ્યા. દક્ષીણ દિશા તરફ જતી વખતે લક્ષ્મી માં એ ફૂલોનો એક ઘણો જ સુંદર બગીચો જોયો, અને લક્ષ્મી માં એ તે બગીચામાંથી ઘણા બધા ફૂલો તોડી લીધા, અને એ ફૂલોથી પોતાનો શૃંગાર કરવા લાગ્યા.

શૃંગાર કર્યા પછી લક્ષ્મી માં આગળ તરફ ગયા અને આગળ જતા તેમણે એક ખેતરમાં શેરડી ઉગેલી જોઈ અને માં એ તે શેરડી તોડીને ખાવાનું શરુ કરી દીધું. તેવામાં વિષ્ણુજી પણ ત્યાં આવી ગયા અને લક્ષ્મીજીથી નારાજ થઈને તેમણે લક્ષ્મીજીને શ્રાપ આપી દીધો કે, જે ખેડૂતના ખેતરમાંથી તેમણે ચોરી કરી છે, તે ખેડૂતની તમે ૧૨ વર્ષ સુધી સેવા કરો. તેવું કહીને વિષ્ણુજી ક્ષીરસાગર જતા રહ્યા.

લક્ષ્મીજી તે ગરીબ ખેડૂતના ઘરે રહેવા લાગ્યા. એક દિવસ લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે, તમે સવારે સ્નાન કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો અને જે જોઈએ તે માગી લો. ખેડૂતની પત્નીએ લક્ષ્મી માં ની પૂજા કરી અને માં પાસે ધન માગી લીધું. ત્યાર પછી ખેડૂતનું ઘર ધનથી ભરાઈ ગયું. ૧૨ વર્ષ સુધી માં લક્ષ્મી ખેડૂતના ઘરમાં રહ્યા, અને ૧૨ વર્ષ પુરા થયા પછી વિષ્ણુજી માં લક્ષ્મીને લેવા માટે આવી ગયા. પરંતુ ખેડૂતે માં લક્ષ્મીને મોકલવાની ના કહી દીધી.

ત્યારે માં લક્ષ્મીએ ખેડૂતને કહ્યું કે, તે આસો વદ તેરસની તિથીના દિવસે પોતાના ઘરમાં એક દીવડો પ્રગટાવે અને મારી પૂજા કરે. પૂજા કરતી વખતે ધનથી ભરેલો એક કળશ પૂજા સ્થળ ઉપર મૂકી દે. આ કળશમાં મારો વાસ થશે અને હું સદા તમારી સાથે જ રહીશ. માં લક્ષ્મીની વાત માનીને ખેડૂતે આસો માસની વદ તેરસની તિથીના રોજ માં ની પૂજા કરવાનું શરુ કરી દીધું, અને તેનું ઘર ધનથી ભરાતું રહ્યું. જો કે માં લક્ષ્મીનું રૂપ હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.