ક્યારેક ‘ડાકુ’ તો ક્યારેક ભજવ્યો ‘કંસ’ નો રોલ, અસલ જીવનમાં પણ ગોગા કપૂરને નફરત કરવા લાગ્યા હતા લોકો.

ગોગા કપૂરને ‘કંસ’ ના રોલથી મળી લોકપ્રિયતા પણ અસલ જીવનમાં લોકો તેમને જોતા હતા ઘૃણા ભરેલી નજરે. ગોગા કપૂર 80 અને 90 ના દશકમાં ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ બન્યા છે. ગોગા કપૂરને ભલે તમે તેમના નામથી ન ઓળખતા હોય, પરંતુ બી આર ચોપડાની મહાભારતમાં તમે તેમને જરૂર જોયા હશે. મહાભારતમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસની ભૂમિકા ભજવી હતી. તે પાત્રથી તેમને એટલી લોકપ્રિયતા મળી કે વાસ્તવિક જીવનમાં લોકો તેમને કંસ સમજી બેઠા હતા.

ગોગા કપૂરનું સાચું નામ રવિંદર કપૂર હતું. તેમનો જન્મ 15 ડીસેમ્બર 1940 માં થયો અને 3 માર્ચ 2011 ના રોજ તે આ દુનિયામાંથી વિદાય લઇ જતા રહ્યા. તેમણે 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. ‘કયામત સે કયામત તક’ માં તેમનું પાત્ર ઘણું પસંદ કરવામાં આવ્યું.

ગોગા કપૂરે વર્ષ 1971 માં ફિલ્મ ‘જલવા’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી. તેમના શરુઆતના દિવસોમાં તેમણે ઘણા ઈંગ્લીશ પ્લે કર્યા. ત્યાર પછી થીએટરમાં તેમની કામગીરી જોઇને થોડા સમય માં તેમને ઇન્ડસ્ટ્રીમાંથી આમંત્રણ આવી ગયું. ગોગા કપૂર મોટાભાગે તો વિલન કે પછી હીરોની સાઈડ કિકના પાત્રમાં જ જોવા મળ્યા.

અને પછી આવ્યો તે સમય જયારે એક પાત્રને કારણે લોકો તેને કંસ મામા સમજવા લાગ્યા. તે દિવસોમાં રામાયણની સાથે સાથે બી આર ચોપડાની મહાભારતનો જાદુ પણ લોકો ઉપર ચડેલો હતો. આ સિરિયલે ઘણા કલાકારોને ચમકાવી દીધા. તેમાંથી એક હતા ગોગા કપૂર. આ સિરિયલમાં તેમણે કંસનું પાત્ર ભજવ્યું હતું.

તે જ્યાં પણ જતા લોકો તેમને પ્રશ્ન પૂછતાં કે ખરેખર તેમણે પોતાની બહેન દેવકી સાથે આવો વ્યવહાર કેમ કર્યો? ગોગા કપૂરે ‘ગંગા જમુના સરસ્વતી’, ‘કયામત સે કયામત તક’, ‘સાગર’, ‘અગ્નિપથ’, ‘મર્દ’ જેવી ડર્ઝનો હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. મનમોહન દેસાઈની ‘તુફાન’ માં પણ ગોગા કપૂર ડાકુ શૈતાન સિંહના પાત્રમાં જોવા મળ્યા. આ પાત્ર પણ ઘણું ભયાનક હતું. આજે પણ લોકો તેમને તેમના ઉત્તમ અભિનય માટે યાદ કરે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.