બે મહિનામાં આટલા હજાર ઘટી ગઈ સોનાની કિંમત, છતાં પણ સામાન્ય લોકોના પહોંચથી છે દૂર

બે મહિનામાં આટલા હજાર રૂપિયા સોનુ-ચાંદી સસ્તું થયું છતાં પણ સામાન્ય લોકો માટે છે ઘણું મોંઘું. છેલ્લા બે મહિનાની અંદર સરાફા બજારમાં સારી રાહત મળી છે. બે મહિનામાં સોનાના ભાવ 6,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવ્યા છે. સાથે જ ચાંદીના ભાગ પણ 15,500 પ્રતિ કિલો ઓછા થયા છે. જોકે અત્યારે પણ સોનાના ભાવ 51,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે, જયારે ચાંદી 60,500 રૂપિયા પ્રતિ કિલો પર અટકેલા છે. આ કારણે મધ્યમ વર્ગના લોકોમાં ચિંતા પણ છે.

ધીમે ધીમે આગળ વધશે બજાર : મોટાભાગના સરાફા વિક્રેતાઓનું કહેવું છે કે, 2 મહિનામાં સોના-ચાંદીના ભાવમાં આવેલા ઘટાડાથી બજારમાં ઘરાકીનો વિસ્તાર વધશે. સરાફા વિક્રેતાઓ સાથે ગ્રાહકોને પણ ખબર છે કે, તહેવારો પર બજારમાં તેજી રહે છે, જયારે આ વખતે નરમી આવી છે. એટલા માટે બજારની રોનક વધશે. જોકે અમુક ગ્રાહકોનું કહેવું છે કે, અત્યારે પણ કિંમત વધારે છે અને ખરીદીમાં મુશ્કેલી છે. અશોક નગરના પ્રેમ કુમારે કહ્યું કે, સામાન્ય લોકો માટે આભૂષણ ખરીદવા મુશ્કેલ છે. કિંમતોમાં હજી વધારે ઘટાડો થવો જોઈએ.

ખરીદીનો આજ અવસર છે : સોના-ચાંદીના ભાવમાં ભલે ઘટાડો આવ્યો હોય, પણ આગળ તેજીની શક્યતા પણ બનેલી છે. હકીકતમાં દશેરો અને ધનતેરસ જેમ-જેમ નજીક આવશે, કિંમતોમાં ઉછાળો આવવાની પણ શક્યતા છે. અનુમાન છે કે આવતા અઠવાડિયાથી ભાવમાં તેજી આવવાની શરૂ થઇ જશે. એવામાં ખરીદી કરવાનો આ સોનેરી અવસર છે.

ગ્રાહકોને લલચાવવાનો પ્રયત્ન : લાઈટવેટ કલેક્શન અને ઓફર દ્વારા ગ્રાહકોને લલચાવવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો છે. સોનાના મેકિંગ ચાર્જમાં છૂટ આપવામાં આવી રહી છે, જયારે હીરાના આભૂષણોની કિંમતમાં ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. પાટલિપુત્ર સરાફા સંઘના અધ્યક્ષ વિનોદ કુમારે કહ્યું કે, લાંબા સમયથી ખરીદી નથી થઇ, એટલા માટે હવે ઘરાકી સારી રહેશે. રોકાણની દૃષ્ટિએ પણ ખરીદી થશે.

ટેબલ – 1

ભાવ : 7 ઓગસ્ટ 2020.

સોનુ બિઠુર : 58,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 76,000 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2020.

સોનુ : 51,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 60,500 રૂપિયા પ્રતિ કિલો.

ટેબલ – 2

ભાવ 10 ઓક્ટોબર 2016.

સોનુ : 30,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 39,100 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2017.

સોનુ : 30,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 40,600 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2018.

સોનુ : 31,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 39,050 રૂપિયા પ્રતિ કિલો.

ભાવ : 10 ઓક્ટોબર 2019.

સોનુ : 37,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.

ચાંદી : 46,600 રૂપિયા પ્રતિ કિલો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.