ગોલ્ડન મેન નાં ઠાઠ જોઇને કપિલે કર્યા હતા ચરણસ્પર્શ, કાર હોય કે બુટ બધું છે સોનાનું

ગોલ્ડન મેનના નામથી જાણીતા પુણેના સની વાઘચીરે એક વાર ફરી સમાચારોમાં છે, ડઝનો સોનાના ઘરેણા પહેરવાવાળા સની એ આ વખતે તેના સોનાની ખરીદીમાં સોનાના બુટ ઉમેર્યા છે. તેની સાથે જોડાયેલો વિડીયો તેમણે તેના ફેસબુક પેઝ ઉપર પણ નાખેલ છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

પુનાના પીપરીમાં રહેનારા સની વાઘચીરે નો પોતાનો ઘંધો છે. તેને સોનું એટલું પસંદ છે કે તેની ઓડી કારથી લઈને આઈફોન સુધી બધું જ સોનાનું છે. તે લગભગ 2.5 થી ત્રણ કિલો સોનાના ઘરેણા હમેશા પહેરે છે.

આ અલગ શોખને લીધે ઘણા બોલીવુડ કલાકારો પણ તેના ફેન છે. ગયા વર્ષે જયારે સની વાઘચોરે તેમના ભાઈ સાથે ‘ધ કપિલ શર્મા શો” માં પહોચ્યા તો તેમનો ઠાઠ જોઇને કપિલ દંગ રહી ગયો. એટલે સુધી કે તેણે મજાકમાં તેના ચરણસ્પર્શ પણ કર્યા હતા.

સની બોલીવુડ કલાકાર વિવેક ઓબેરોયના નજીકના સગા માનવામાં આવે છે. તે હમેશા તેમની સાથે કાર્યક્રમોમાં જોવા મળે છે. તે ઉપરાંત સલમાન ખાન, કરીના કપૂર, સાહેલખાન સાથે પણ તેમણે ઘણા ફોટા પોતાની ફેસબુક ઉપર શેયર કર્યા છે.

પુનામાં સની ખુબ મશહુર છે. તેમની ગોલ્ડન કાર પણ લોકોની વચ્ચે જુદી જ ઓળખ ધરાવે છે. કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તે પોતાની ખાસ ગોલ્ડન કાર સાથે જ પહોચે છે.

કહેવામાં આવે છે કે સનીને ઘરેણાના રક્ષણ માટે બોડીગાર્ડ પણ રાખ્યા છે. તેના લીધે તેની જીવન શૈલીને લીધે ઘણી વખત ચર્ચા પણ થાય છે.

એક મીડિયા રીપોર્ટ મુજબ, નોટબંધીના સમયે સોનું પહેરવાના કારણે સની ઉપર ફરિયાદ થઇ હતી કે તે કાળાનાણાથી ખરીદેલું સોનું પહેરે છે. જો કે તેણે તે ચોખવટ કરી હતી કે તે સોનું તેમણે ખરીદયું હતું અને સરકાર પાસે તેનો રેકોર્ડ છે.

સોનું પહેરવા ઉપરાંત સનીને શરીરસૃષ્ઠી નો પણ શોખ છે. તે હમેશા શરીરસૃષ્ઠી હરીફાઈમાં ભાગ લેતો રહે છે. અમુક ટીવી શો માં પણ જોવા મળેલ છે. સનીની જેમ તેનું સોસીયલ મીડિયા એકાઉન્ટ પણ તેમની જીવનશૈલી ને રજુ કરે છે. તેની ફેસબુક એકાઉન્ટ ઉપર હજારો ફોલોઅર્સ છે.

સોનાની કર, કિંમતી મોબાઈલ, સોનાના ઘરેણા સહિત વસ્તુઓ સાથે પાડવામાં આવેલ ફોટાઓ થી તેની ફેસબુક એકાઉન્ટ ભરાઈ ગયું છે. તે સિવાય તેમના રાજકારણીઓ સાથે પણ ઘણા ફોટાઓ સોસીયલ મીડિયા ઉપર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.