નાનકડી ઉંમરમાં મોટી કમાલ, ક્લિક કરી જાણો, કેમ ખાસ છે ગોંડાની ‘ગુગલ ગર્લ’

અંશિકાને ગોંડાની ‘ગૂગલ ગર્લ’ કહેવામાં આવે છે. ભારતનાં તમામ જિલ્લાઓનાં નામ, સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિશ્વના નાના મોટા, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો, એશિયા ખંડના દેશો, રાજધાનીઓ, ત્યાનાં ચલણ અને ક્ષેત્રફળની સંપૂર્ણ માહિતી તેના મગજમાં છે.

જાતને કરો એટલી સક્ષમ કે, દરેક તસ્વીર બનાવતા પહેલા ભગવાન માણસને પૂછે કે બોલ તારી મરજી શું છે. જી હા, એકદમ કાંઈક આવું જ કરી બતાવ્યું છે ગોંડાની પ્રાથમિક શાળામાં ભણતી 8 વર્ષની વિદ્યાર્થીની અંશિકાએ. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી ચૂકેલી અંશિકાના નામને હવે આખી દુનિયા સ્વીકારી રહી છે. ગોંડાની ગૂગલ ગર્લના નામે જાણીતી અંશિકા મિશ્રાને વિશ્વની કેટલીય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.

કહેવામાં આવે છે કે, પ્રતિભા કોઈના ઉપર આધારિત હોતી નથી. જો તમારી પાસે પ્રતિભા હોય તો તમે તે બધું જ મેળવી શકો છો, જેને મોટા મોટા લોકો વિચારી પણ શકતા નથી. કંઈક આવું જ કરી બતાવ્યું છે અંશિકા મિશ્રાએ. ભીખમપુરવા પ્રાથમિક શાળામાં ભણતી ચોથા ધોરણની વિદ્યાર્થીની અંશિકા મિશ્રાએ પોતાની પ્રતિભા માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું.

માત્ર 6 મિનિટ અને 26 સેકંડમાં અંશિકા ભારતના બધા જીલ્લાઓના નામ જણાવી દે છે. તેની આ સિદ્ધિને એશિયા બુક ઓફ રેકોર્ડ, વંડર બુક ઑફ રેકોર્ડ, રેંજ વર્લ્ડ રેકોર્ડ, ચેમ્પિયન વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી છે. જેનાં પ્રમાણપત્ર અને મેડલ મેહનૌન વિધાનસભાના ભાજપા મંત્રી વિનય દ્વિવેદી, એસડીએમ સદર તથા બેઝિક શિક્ષણ અધિકારીએ આપ્યાં.

તમને જાણીને નવાઈ લાગશે કે, અંશિકાને ભારતના બધાં જિલ્લાઓના નામ યાદ છે. એટલું જ નહિ સહિત સ્વતંત્ર ભારતના અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રીના નામો મોઢે છે. જેના વિષે આપણે પણ નહિ જાણતા હોય.

વિશ્વમાં નાના મોટા, મહત્વનાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય દિવસો, એશિયા ખંડના દેશો, રાજધાનીઓ અને ત્યાંના ચલણ અને ક્ષેત્રફળની માહિતી પણ તેને યાદ છે. આ પ્રાથમિક શાળાના બાળકોની પ્રતિભાને પોષનાર મુખ્ય આચાર્ય મનોજ મિશ્રાને સમર્થ સમાધાન ફાઉન્ડેશન તરફથી રૂપિયા 21,000 નો ચેક આપવામાં આવ્યો હતો.

આ માહિતી એબીપી ગંગા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.