ખરાબ સમય તમને કરી રહ્યો છે હેરાન તો શિવલિંગ પર ચડાવો આ વસ્તુ, પાછા આવી જશે સારા દિવસો.

જો તમે ખરાબ સમયથી છો પરેશાન, તો શિવલિંગ પર આ વસ્તુ ચડાવો, તમારા સારા દિવસો પાછા આવી જશે

કેટલીકવાર વ્યક્તિના જીવનમાં એવી પરિસ્થિતિઓ ઉભી થઇ જાય છે. જેના કારણે તે ખૂબ જ ચિંતિત રહે છે, વ્યક્તિને તેના વ્યવસાય-નોકરી સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, વ્યક્તિ આ સમસ્યાઓ દૂર કરવા માટે તમામ પ્રયત્નો કરે છે. પરંતુ પરેશાનીઓ પીછો છોડવાનું નામ લેતી નથી, નોકરી કરવા વાળા લોકોના મનમાં આ ડર હંમેશા જળવાઈ રહે છે કે ક્યાંક નોકરી જોખમમાં ના આવી જાય. તે સિવાય જો કોઈને ધન સંબંધિત કોઈપણ સમસ્યાઓ છે તો કોઈને કુટુંબ સાથે જોડાયેલી સમસ્યાઓ છે.

તમારી આ બધી સમસ્યાઓનો ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં છુપાયેલ છે, જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો કોઈ વ્યક્તિ તે અજમાવે છે. તો તેનાથી તેમનો ખરાબ સમય દૂર થઇ શકે છે, આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક ઉપાયો વિશે માહિતી આપીશું. જેને જો તમે તમારા ખરાબ સમયમાં કરો છો, તો તેનાથી તમારા સારા દિવસો ખૂબ જલ્દી પાછા આવશે અને તમને તમારા કામમાં સારો ફાયદો મળશે.

ખરાબ સમયમાં કરો આ ઉપાય

1. જો કોઈ વ્યક્તિના કામમાં કોઈ અવરોધ ઉભા થઇ રહ્યા છે અથવા જો તમારું કોઈ કામ બંધ થઈ ગયું છે, ધંધો બરાબર ચાલી રહ્યો નથી, તો તમારે રાત્રે સૂતા પહેલા એક સવા કિલો મૂળા પથારી નીચે રાખીને પછી સૂઈ જાઓ. પછી બીજા દિવસે તમે ઉઠીને કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર તેને અર્પણ કરી દો, જો તમે આ ઉપાય કરો છો, તો તમારા બધા અટકેલા કામ પ્રગતિમાં આવશે અને તમારો ધંધો બરાબર થઈ જશે.

2. જો તમે તમારા દુર્ભાગ્યમાંથી છૂટકારો મેળવવા માંગતા હો, તો સમય કાઢીને તમે તળાવમાં માછલીને લોટની ગોળીઓ જરૂર નાખો, માછલીઓને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, જો વ્યક્તિ સવાર સવારમાં માછલીઓના દર્શન કરે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તમે તમારા ઘરમાં ફિશ હાઉસ જરૂર લગાવવું જોઈએ અને તેના દરરોજ દર્શન કરો.

3. જો કોઈ વ્યક્તિને માનસિક તણાવ વધુ રહે છે કે પછી નોકરી, ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તેણે આ ઉપાય જરૂર કરવો જ જોઇએ, તેના માટે તમારે મુઠ્ઠીભર જવ લેવા પડશે, તમે જવને દૂધમાં પલાળીને નદી કે તળાવમાં નાખી દો, તેનાથી તમને તમારી આ સમસ્યા માંથી જલ્દી છૂટકારો મળી જશે, લાલ કિતાબ મુજબ, જો કોઈં વ્યક્તિની જન્મપત્રિકામાં રાહુ પહેલા ઘરમાં હોય છે, તો તેણે આ ઉપાય જરૂર કરવો જોઇએ. આ ફાયદાકારક માનવામાં આવે છે.

4. જો કુટુંબમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઉભી થઇ રહી છે, પરિવારનું વાતાવરણ સારું નથી, તો આવી સ્થિતિમાં રાત્રે સુતા સમયે તમારા પલંગ ઉપર એક લોટો પાણી રાખી દો અને સવારે ઉઠીને તે પાણીને કુંડામાં નાખી દો. જેથી કોઈનો પગ તેની ઉપર ન પડે, જો તમને કિકડનું ઝાડ મળી જાય છે, તો પછી તમે આ પાણીને તેના મૂળમાં રેડી શકો છો, તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે, આ ઉપાય કરવાથી માનસિક તાણ દૂર થાય છે અને કુટુંબબનું વાતાવરણ પણ સારું રહે છે, આ ઉપાય કરવાથી કુટુંબની આર્થિક તંગી દુર થશે.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.