જો તમારામાં છે સારી આદતો, તો થઇ જાવ ચિંતામુક્ત, શનિદેવ હંમેશા રહેશે તમારાથી ખુશ

શની દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, અને તેમના ન્યાયથી તમામ લોકોના મનમાં ઘણા બધા વિચાર આવતા રહે છે. પરંતુ શની દેવ ક્યારે પણ સારા લોકોને દુ:ખી નથી કરતા. જે લોકો સત્યનો સાથ આપે છે અને સાચા રસ્તા ઉપર ચાલીને પોતાનું જીવન જીવતા રહે છે, તેની ઉપર હંમેશા શનિદેવ મહેરબાન રહે છે. પરંતુ જે લોકો ખરાબ કામ કરતા રહે છે અને ખોટી રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે, તેમણે હંમેશા શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે.

ખાસ કરીને અમે તમને એવી થોડી ટેવો વિષે જાણકારી આપવાના છીએ, જે ટેવો જો તમારી અંદર રહેલી છે તો સમજી લો કે શનિદેવ તમારી ઉપર હંમેશા ખુશ રહેશે અને તે તમને ક્યારે પણ દુ:ખી નહિ કરે. કેમ કે એવી ટેવો વાળા લોકો ઉપર શનિદેવ હંમેશા કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે, અને દરેક તકલીફમાં શનિદેવ તેના સાથી બનીને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે.

આવો જાણીએ એ ટેવો કઈ છે :

નખ કાપવા :

જે લોકોને ટેવ હોય છે કે તે પોતાના નખને સમય સમયે કાપતા રહે છે, અને તેને સાફ સ્વચ્છ રાખે છે, તો તેવા લોકોથી શનિદેવ હંમેશા ખુશ રહે છે. પરંતુ અચાનકથી જ જો તમને નખ કાપવામાં આળસનો અનુભવ થવા લાગે કે પછી નખ ગંદા રહેવા લાગે, તો સમજી લો કે તમારી ઉપર શનીની મહાદશા ચાલી રહી છે. તેને સુધારવા માટે તમારે ઉપાય કરવાની જરૂર છે. એટલા માટે તમે ક્યારે પણ નખ કાપવાની ટેવને ન બદલશો.

દાન કરવું :

જે લોકો ગરીબ લોકો અને જરૂરિયાત વાળાની મદદ માટે હંમેશા આગળ રહે છે. તેમજ જે લોકોના મનમાં ગરીબોને જોઈને દુ:ખ થાય છે, તેવા લોકો ઉપર શનિદેવની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાયેલી રહે છે. તે ઉપરાંત જો તમે ગરીબ લોકોને કાંઈ ને કાંઈ દાનમાં આપતા રહો છો, તો સમજી લો શનિદેવ તમારો સાથ ક્યારે પણ નથી છોડતા. અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં તે તમને સાથ આપશે.

કુતરાની સેવા કરવી :

જે લોકો કુતરાની સેવા કરે છે તે લોકો ઉપર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. જે લોકો કુતરાને ભોજન આપે છે અને તેને ક્યારે પણ દુ:ખી નથી કરતા તો તેવા લોકોના તમામ દુ:ખ શનીદેવ દુર કરે છે. એટલા માટે દરેક વ્યક્તિએ કુતરાને પ્રેમ કરવો જોઈએ તેનાથી તમે શનિદેવના પ્રકોપથી બચી શકો છો.

સન્માન કરવું :

જે લોકોની એ ટેવ હોય છે, કે તે પોતાના માતા પિતા, મોટા વડીલો અને મહિલાઓનો આદર સત્કાર કરે છે. તેને ક્યારે પણ શનિદેવ દુ:ખ નથી આપતા. પરંતુ એવા લોકોની શનિદેવ હંમેશા મદદ કરે છે.

હનુમાનજીની પૂજા :

જે લોકો મહાબલી હનુમાનજીની ભક્તિ પૂજા કરે છે, તે લોકોને શનિદેવ ક્યારે પણ દુ:ખી નથી કરતા. શનિદેવ હંમેશા હનુમાન ભક્તો ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે, અને તેને કોઈ પણ પ્રકારના દુ:ખ નથી આપતા. એટલા માટે તમે તમારા સાચા મનથી મહાબલી હનુમાનજીની પૂજા પાઠ જરૂર કરો. એ શનિદેવના પ્રકોપથી બચવાનો સરળ ઉપાય માનવામાં આવે છે.