મધ્યમ વર્ગને મળશે ખુશખબર, મોદી સરકાર કરી રહી છે આ મોટી તૈયારી જાણી લો કામની વાત

કેંદ્રની નરેન્દ્ર મોદી સરકાર મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગને એક મોટું ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. હકીકતમાં, સરકાર હવે મિડલ ક્લાસ માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા તૈયાર કરવાનો વિચાર કરી રહી છે.

આ વ્યવસ્થા એ લોકો માટે હશે જે અત્યારસુધી કોઈ પબ્લિક હેલ્થકેયર સિસ્ટમના વર્તુળમાં નહિ આવતા હોય. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નીતિ આયોગે એનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.

આ નવી સ્વાસ્થ્ય પ્રણાલીમાં એમને શામેલ નહિ કરવામાં આવે જે આયુષ્માન ભારત યોજનામાં આવે છે. જણાવી દઈએ કે, આયુષ્માન ભારત યોજનાનો લાભ એ ગરીબ લોકોને મળે છે, જે પોતે કોઈ સ્વાસ્થ્ય વીમા યોજના લેવાની સ્થિતિમાં નથી.

નીતિ આયોગના સલાહકાર(સ્વાસ્થ્ય) આલોક કુમારે કહ્યું, ‘લગભગ 50 ટકા વસ્તી હજી પણ કોઈ સાવર્જનિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સાથે જોડાયેલી નથી. એવા લોકો માટે એમની પાસેથી સામાન્ય રકમ લઈને એવી પ્રણાલી તૈયાર કરવાનો વિચાર છે, જે મિડલ ક્લાસના લોકોના સ્વાસ્થ્યની દેખરેખની જરૂરિયાતને પુરી કરી શકે.’

આલોક કુમારે આગળ કહ્યું કે, મધ્યમ વર્ગમાં આવતા લોકોએ જો દેશમાં સારી સ્વાસ્થ્ય સુવિધા વ્યવસ્થાના નિર્માણ માટે 200 અથવા 300 રૂપિયા આપવા પડે, તો એમને કોઈ સમસ્યા નહિ થાય. આ યોજના વ્યવહારિક લાગી રહી છે.

જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) અંતર્ગત કુલ વસ્તીનો 40 ટકા ભાગ કવર થાય છે. આ યોજના ગરીબો માટે છે, અને આ યોજનામાં 5 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે.

જો કે મધ્યમ વર્ગ માટે સરકારની એવી કોઈ યોજના નથી. એવામાં આ પહેલી વાર હશે જયારે મધ્યમ વર્ગના લોકો પબ્લિક હેલ્થકેયર કવરનો લાભ ઉઠાવી શકશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.