મોદી સરકાર માટે સારા સમાચાર, બ્રિટેન-ફ્રાંસને પાછળ ધકેલી ને દુનિયાની 5 મી મોટી ઈકોનોમી બન્યું ભારત

ઘણા નકારાત્મક સમાચારો વચ્ચે મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત દુનિયાનો પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. 2.94 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સાથે ભારતે વર્ષ 2019 માં બ્રિટેન અને ફ્રાંસને પાછળ છોડી દીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવતા 5 વર્ષની અંદર ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

અમેરિકાની શોધ સંસ્થા વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, આત્મનિર્ભર બનવાની પહેલાની નીતિથી ભારત હવે આગળ વધતા એક ખુલ્લા બજાર વાળી અર્થવ્યવસ્થાના રૂપમાં વિકસિત થઈ રહ્યું છે.

શું કહેવામાં આવ્યું રિપોર્ટમાં?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સફળ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) ના મામલામાં ભારત 2.94 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલર સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. આ બાબતમાં તેણે 2019 માં બ્રિટેન અને ફ્રાંસને પાછળ છોડી દીધા છે.’

ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર, બ્રિટેનની અર્થવ્યવસ્થાનો આકાર 2.83 ટ્રિલિયન ડોલર છે, જયારે ફ્રાંસનો 2.7 ટ્રિલિયન ડોલર છે. ક્રય શક્તિ સમાનતા (પીપીપી) ના આધાર પર ભારતની જીડીપી 10.51 ટ્રિલિયન ડોલર છે અને તે જાપાન અને જર્મનીથી આગળ છે. જોકે ભારતમાં વધારે વસ્તીને કારણે પ્રતિ વ્યક્તિ જીડીપી ફક્ત 2170 ડોલર છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ જીડીપી 62,794 ડોલર છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતની રિયલ જીડીપી વૃદ્ધિ દર સતત ત્રીજા ક્વાર્ટરમાં નબળી રહી શકે છે અને 5 ટકાની આસપાસ રહી શકે છે.

કોંગ્રેસના જમાનાની પ્રશંસા :

રિપોર્ટમાં કોંગ્રેસના જમાનામાં શરુ કરવામાં આવેલા ઉદારીકરણની પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં આર્થિક ઉદારીકરણ 1990 ના દશકમાં શરુ થયું છે. ઉદ્યોગોને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યા અને વિદેશ વ્યાપાર અને રોકાણ પર પણ નિયંત્રણ ઓછું કર્યું. સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું. આ ઉપાયોથી ભારતને આર્થિક વૃદ્ધિ તેજ કરવામાં મદદ મળી છે. રિપોર્ટ જાહેર કરવા વાળા અમેરિકાનું વર્લ્ડ પોપ્યુલેશન રીવ્યુ એક સ્વતંત્ર સંગઠન છે.

જીડીપી ગ્રોથ થઈ છે સુસ્ત :

વિચારવા જેવું છે કે, જીડીપી ગ્રોથની બાબતમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. હાલમાં ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતની જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડી દીધું છે. રેટિંગ એજન્સી મૂડીસ ઇનવેસ્ટર્સ સર્વિસે વર્ષ 2020 માટે ભારતના સફળ ઘરેલુ ઉત્પાદ (GDP) ગ્રોથ અનુમાનને ઘટાડી દીધું છે. મૂડીસે આ અનુમાન 6.6 ટકાથી ઘટાડીને 5.4 ટકા કરી દીધું છે. આની સાથે જ મૂડીસે 2021 માં જીડીપી વધારાના અનુમાનને પણ 6.7 ટકાથી ઘટાડીને 5.8 ટકા કરી દીધું છે.

મૂડીસે કહ્યું કે, નોવેલ કોરોના વાયરસ (Covid-19) ના પ્રકોપને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે સુસ્તી આવી છે, તેના કારણે ભારતના જીડીપી ગ્રોથમાં તેજીની ઝડપ ઓછી થઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારતમાં હવે કોઈ પણ રીતે સુધારાની આશાને ઓછી જ માનવી જોઈએ.

ભારત સરકારની કેન્દ્રીય આંકડા કચેરી (CSO) અને વર્લ્ડ બેંકે તો નાણાકીય વર્ષ 2019-20 માં ફક્ત 5 ટકા જીડીપી ગ્રોથ રાખવાનું અનુમાન જાહેર કર્યું છે. તેમજ સરકારના આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2020-21 માં GDP ગ્રોથ રેટ 6 થી 6.5 ટકા વચ્ચે રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.