ખુશ ખબર : રાજસ્થાનમાં 240 કરોડ ટન પોટાશનો વિશાળ જથ્થો મળ્યો, થશે આ ફાયદો

આપણા દેશ માટે રાજસ્થાન રાજ્ય એક ખુશ ખબર લઈને આવ્યું છે. આ ખુશ ખબર એ છે કે રાજસ્થાનમાં પોટાશનો એક વિશાળ જથ્થો મળી આવ્યો છે. આ કારણે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર ઘણી ખુશ છે. એવું કારણ એ છે કે જે વસ્તુ આપણે બહારથી આયાત કરીને મંગાવવી પડી રહી છે, તે આપણને આપણા દેશના જ એક રાજ્યના ભૂગર્ભમાં મળી આવી છે.

હવે જલ્દી જ તેને બહાર કાઢવાનું કામ કરવામાં આવશે. આ કારણે ટૂંક સમયમાં તેની આયત ઓછી થઈ જશે અને ધીમે ધીમે આપણે જ તેની નિકાસ કરતા થઈ જશું. આ કારણે તેની કિંમતમાં પણ ઘટાડો થશે અને નિકાસ કરવાથી સારી આવક પણ થશે.

રાજસ્થાનમાં પોટાશનો આ એક વિશાળ જથ્થો મળ્યો છે, એટલે હવે પોટાશની આયાત ઘટવાની શક્યતા છે. રાજસ્થાનના મુખ્ય સચિવ ડી.બી ગુપ્તાએ જણાવ્યું કે, ભૂગર્ભ વિજ્ઞાનના અધ્યયનની એ વાતની પુષ્ટિ થઈ છે કે, રાજસ્થાનના નાગોર ગંગાનગર બેસીનમાં લગભગ ૨૪૦ કરોડ ટન પોટાશનો જથ્થો છે. આ જથ્થો શ્રીગંગાનગર, હનુમાનગઢ અને બિકાનેર જીલ્લાના ભાગોમાં ફેલાયેલો છે. આ જથ્થો દુનિયામાં જાહેર પોટાશ જથ્થાનો લગભગ પાંચ ગણો હોઈ શકે છે.

ગુપ્તાએ જણાવ્યું, ભારત પોતાની જરૂરિયાતનો પોટાશ આયાત કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૩-૧૪ થી ૨૦૧૮-૧૯ સુધી લગભગ ૫૦ લાખ ટન પોટાશની આયાત કરવામાં આવી છે. અને દર વર્ષે તેની માંગ છ સાત ટકા વધવાને કારણે આયાત બીલ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર વિદેશી ચલણ ઉપર મોટો ખર્ચ ઉપાડવા સાથે જ દર વર્ષે સબસીડી ઉપર ૧૦,૦૦૦ – ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ ઉપાડે છે. પરંતુ રાજસ્થાનમાં પોટાશનો ભંડાર મળી આવ્યા પછી હવે સ્થિતિ બદલાઈ શકે છે, અને આપણે આયાતને બદલે નિકાસ કરતા થઈ શકીએ છીએ.

ગુપ્તાજી શુક્રવારના રોજ નવી દિલ્હીના બિકાનેર હાઉસમાં આયોજિત એક સ્ટેકહોલ્ડર કંસલ્ટેશન મીટીંગમાં આ વિષયમાં વાત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે એક સમયબદ્ધ કાર્યયોજના બનાવવાનો નિર્ણય લીધો છે, જે રાજસ્થાન સરકાર અને એક ખાનગી કંપની વચ્ચે પ્રસ્તાવિક એમઓયુના છ મહિનાની અંદર પૂરી થઇ જશે.

ગુપ્તાએ જણાવ્યું કે, ખનીજ વિભાગ સચિવ (એમ એંડ પી), જીઓઆરના નિર્દેશકમાં એક રાજ્ય મિનરલ એક્સપ્લોરેશન ટ્રસ્ટ બનાવવા જઈ રહી છે, જે રાજ્યના વિશાળ ખનીજ સંસાધનોની શોધ અને તેની વહેચણીનું કામ સંભાળશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.