Google Neighbourly હવે ચાલુ થઇ આખા દેશમાં, જાણો શું છે આ એપની વિશેષતા.

ગૂગલની એપ Google Neighbourly અચાનકથી પાછી ચર્ચામાં આવી ગઈ છે. ગુગલનું માનવાનું છે કે આ એપ પણ તે જ એપ્સમાંથી હશે જેમાં 100 કરોડથી વધારે લોકોથી જોડાઈ જશે. ગૂગલે સૌથી પહેલા આ એપ મુંબઈ અને જયપુરમાં લોન્ચ કરી હતી. આ બંને શહેર પછી આ એપ બીજા 5 શહેરોમાં લોન્ચ કરવામાં આવી હતી.

આ શહેર અમદાવાદ, કોયબતુર, કોટા, મૈસુર અને વિશાખાપટનમ છે. હમણાં સુધી આ એપને 15 લાખ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે અને લગભગ 5 લાખ લોકો વેટીંગ લિસ્ટમાં છે.

શું છે Google Neighbourly?

Google Neighbourly એક ક્રાઉડ-સોરસિંગ એપ છે. આ એપ દ્વારા ઉપયોગકર્તા પોતાની આસપાસના લોકોની જાણકારી મેળવી શકે છે. જો તમે તમારી આસપાસની માહિતી મેળવવા માંગો છો, જેમ કે તમારા ઘરની નજીક કપડાં ક્યાં રફુ થાય છે. હવે આ એપ પર આ જાણકારી પણ મળી જશે.

ગુગલ મુજબ, આ એપની વેટીંગ લિસ્ટમાં સૌથી ઉપર બેંગલોર અને દિલ્હીના લોકો હતા, એટલા માટે આ એપ હવે બંને શહેરોમાં લોન્ચ થવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ ગુગલ આ એપને આવનારા અઠવાડિયે ચેન્નાઇ, હૈદરાબાદ, પુણે, કોલકાતા, ચંદીગઢ, લખનઉ અને ઇન્દોરમાં પણ લોન્ચ કરશે. આ એપ અંગ્રેજીની સાથે બીજી 8 ભાષાઓમાં કામ કરે છે.