ગુગલ પે માં વોટ્સઅપ જેવું આ નવું ફીચર, મની ટ્રાંસફરમાં થશે ઉપયોગ

આજના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ઘણો જોવા મળી રહ્યો છે. દરેક વસ્તુના રોજ નવા નવા વર્ઝન બહાર પડતા જોવા મળી રહ્યા છે, અને તેનો લાભ લોકોને મળતો રહે છે. મોબાઈલ એપના પણ નવા નવા વર્ઝન આવતા રહે છે. અને હવે આવી જ એક એપના પહેલાના વર્ઝનમાં અપડેટ થઇ રહ્યું છે. ગુગલ પે ભારતમાં પોપુલર એપ બની ગઈ છે અને કંપની આ એપમાં ઘણા નવા ફીચર એડ કરી રહી છે. હવે એક એવું ફીચર આવ્યું છે જે પેમેન્ટ સીક્યોરીટીને લઈને મહત્વનું છે.

ગુગલ પે માં મળશે બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન ફીચર, ફેસ અને ફિંગર અનલોક પેમેન્ટ માટે સેટ કરી શકશે.

જો તમે ગુગલ પે યુઝ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ગુગલ હવે ગુગલ પે માટે ફિંગરપ્રિન્ટસ અને ફેસ ઓથેન્ટીકેશન ફીચર લાવી રહ્યા છે, જે મની ટ્રાંસફર દરમિયાન યુઝ કરી શકાશે. આ ફીચર ગુગલ પે ના વર્જન ૨.૧૦૦ માં આપવામાં આવ્યું છે. હાલમાં જ વોટ્સઅપમાં પણ બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન (Biometric Authentication) ફીચર આપવામાં આવ્યું છે.

બાયોમેટ્રિક ઓથેન્ટીકેશનનું આ ફીચર ગુગલ પે ના સેટિંગમાં આપવામાં આવ્યું છે. અહિયાં ‘Sending money settings’ માં આ ઓપ્શન આપવામાં આવશે. તેના પહેલા આ સેટીંગ્સમાં માત્ર કોડનું ઓપ્શન હતું. નવા ઓપ્શન હેઠળ પીન સાથે ફેસ અનલોક કે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરી શકાશે.

આ ફીચર હાલ Android 10 યુઝર્સ માટે છે. પરંતુ વહેલી તકે જ તેને Android 9 યુઝર્સ પણ યુઝ કરી શકશે. ગુગલ પે ભારતમાં ઘણું પોપુલર છે. બીજી એપની જેમ આ એપમાં પણ કંપનીએ થોડા નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, જે ઇન્ડિયા ફર્સ્ટ છે. તેમાં ગુગલ પે ઉપર ટોકનાઈજ્ડ કાર્ડ મુખ્ય છે.

ગુગલ પે ઉપર આવનારા સમયમાં ડાર્ક મોડ પણ આપવામાં આવી શકે છે, અને તેનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રીપોર્ટ મુજબ ગુગલ પે વર્ઝન 2.96.264233179 માં ડાર્ક મોડ આપવામાં આવ્યો છે. આ ફીચરની ખાસિયત એ હશે કે તમારો ફોન પાવર સેવર ઉપર હશે, કે બેટરી લો થઇ જશે તો ગુગલ પે માં જાતે ડાર્ક મોડ ઓન થઇ જશે, જેથી બેટરી સેવ કરી શકે.

ગુગલ પે નું નવું વર્ઝન, જેમાં બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન આપવામાં આવ્યું છે, તે હવે એપીકે મિરર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં ગુગલ પ્લે સ્ટોર દ્વારા પણ તેનું અપડેટ આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.