ગૂગલે 24 એપ હટાવી દીધી, ચીન મોકલી રહ્યા હતા ડેટા, તમે પણ ડીલીટ કરી નાખો નહિ તો

ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પર થોડા થોડા દિવસે મૈલવેયર વાળી એપ્સ મળે છે. રિપોર્ટ અનુસાર એક વાર ફરીથી ગુગલ પ્લે સ્ટોર પરથી 24 એપ્સને હટાવી દેવામાં આવી છે. આ એપ્સ મૈલવેયર વાળી હતી અને યુઝરના ડેટા ચીની સર્વર પર મોકલી રહી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ એપ્સને એક જ ચીની ડેવલોપર દ્વારા ગુગલ પ્લે સ્ટોર પર આપલોડ કરવામાં આવી હતી.

VPN Pro બ્લોગપોસ્ટ અનુસાર Shenzhen HAWK નામની એક ચીની કંપની છે. આ કંપની ટીસીએલ કોર્પોરેશનની (TCL Corporation) સબસિડરી જણાવવામાં આવી રહી છે. આ કંપનીએ ગુગલ પ્લે સ્ટોર પર 24 એપ્સ અપલોડ કરી હતી.

અત્યાર સુધી આ એપ્સને 382 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. આ એપ્સ યુઝર્સ સાથે સંબંધિત પરમિશન માંગે છે, અને તેમાંથી અમુકમાં મૈલવેયર પણ હતા.

આ પ્રકારની એપ સામાન્ય રીતે ઘણા બધા યુઝર ડાઉનલોડ કરે છે. હવામાનની જાણકારી આપતી એપના 10 મિલિયનથી વધારે ડાઉનલોડ છે. તેના સિવાય સુપર ક્લીનરને પણ 100 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે.

વીપીએન પ્રો બ્લોગપોસ્ટ અનુસાર, જ્યારે ગૂગલને તેના વિષે જાણકારી આપવામાં આવી તો થોડા સમય પછી કંપનીએ આ એપ્સને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી.

એક સ્ટેટમેન્ટમાં ગુગલે ફોર્બ્સને કહ્યું કે, ‘અમે સિક્યોરિટી અને પ્રાઇવસી વૉયલેશન વિષે કરવામાં આવેલા રિપોર્ટ્સને ગંભીર માનીએ છીએ. જો અમને પોલિસીનું ઉલ્લંઘન કરવા વાળી એપ્સ મળે છે, તો તેને અમે પ્લે સ્ટોર પરથી હટાવી દઈએ છીએ.

આ છે આ એપ્સની લિસ્ટ. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ્સ છે, તો તેને તમે તરત ડીલીટ કરી દો.

1. World Zoo

2. Puzzle Box

3. Word Crossy!

4. Soccer Pinball

5. Dig it

6. Laser Break

7. Word Crush

8. Music Roam

9. File Manager

10. Sound Recorder

11. Joy Launcher

12. Turbo Browser

13. Weather Forecast

14. Calendar Lite

15. Candy Selfie Camera

16. Private Browser

17. Super Cleaner

18. Super Battery

19. Virus Cleaner 2019

20. Hi Security 2019

21. Hi VPN, Free VPN

22. Hi VPN Pro

23. Net Master

24. Candy Gallery