મોંઘી કેમિકલ વાળી ક્રીમો ચામડી ને કરે છે નુકશાન પણ આ છે ૧૦ નેચરલ ઉપાય

ભારતીય સમાજમાં ગોરા હોવું જ સુંદરતાની નિશાની માનવામાં આવે છે અને જે છોકરા કે છોકરી શામળા રંગ ના છે તેમની એવું સ્વપ્નું હોય છે કે કદાચ એમનો ચહેરો પણ ગોરો હોય. તેમના મનમાં એવો સવાલ થાય છે કે ચહેરો, ગરદન, હાથ કે પગ નો રંગ ગોરો કેવી રીતે કરીએ અને ગોરા થવાની રીત કે ઉપાય શું હોઈ શકે છે. આમ તો બજારમાં ગોરા થવાની ક્રીમ, બ્લીચ અને ઘણી બ્યુટી પ્રોડક્ટ મળી રહે છે જે ઘણી ખર્ચાળ હોય છે અને તેને બનાવવા માટે ઘણી જાતના કેમિકલનો ઉપયોગ થાય છે જે આપની સ્કીન માટે નુકશાનકારક હોય છે.

હાથપગ ની કાળી સ્કીન ગોરી કરવા નાં ઘરેલું ઉપાય કેમિકલ વગર નાં હોવા નાં કારણે પણ ચામડી માટે ખુબ સારી મનાય છે. મોલ અને બજાર માં વેચાતી મોંઘી ક્રીમો ચામડી ને નુકશાન કરે છે અને પૈસા અને સમય નું ધોવાણ કરાવે છે. બ્યુટી એક્સપર્ટ હાથ-પગની કાળી સ્કિનને ગોરી બનાવવા કેટલાક નેચરલ ઉપાયો અપનાવવા ની સલાહ આપે છે. જેમાંની અમે તમને નીચે જણાવીએ છીએ।

10 નેચરલ ઉપાયો, જે હાથ-પગની કાળી સ્કિનને બનાવશે ગોરી

૧) લીંબુના રસમાં કાચું દૂધ મિક્ષ કરી હાથ-પગ પર લગાવવાથી રંગ ગોરો થાય છે.

૨) ચણાના લોટમાં હળદર પાઉડર મિક્ષ કરી હાથ-પગ પર લગાવવાથી સ્કીન સોફ્ટ થાય છે અને કાળી થતી નથી.

૩) ચોખાના લોટમાં ગુલાબજળ મિક્ષ કરી હાથ-પગ પર લગાવવાથી રંગ ગોરો થાય છે.

૪) ફુદીનાના રસને હાથ-પગ પર લગાવવાથી કાળાશ દુર થાય છે અને રંગ નિખરે છે.

૫) મસૂરની દાળની પેસ્ટમાં છાશ મિક્ષ કરી હાથ-પગ પર લગાવવાથી રંગ નિખરે છે.

milk5

૬) ઓટ્સમાં કાચું દૂધ મિક્ષ કરી પેસ્ટ બનાવી હાથ-પગ પર લગાવવાથી સ્કીનની કાળાશ દુર થાય છે.

૭) પાણીમાં બેંકિગ સોડા મિક્ષ કરી હાથ-પગ તેમાં થોડીવાર ડુબાડી ને રાખવાથી રંગ ગોરો થાય છે.

૮) એલોવેરા જ્યુસને હાથ-પગ પર લગાવવાથી સન ટેનિગ દુર થાય છે. આનાથી રંગ નિખરે છે.

૯) મધમાં કાચું દૂધ મિક્ષ કરી હાથ-પગ પર લગાવવાથી સ્કિનની ચમક વધે છે અને રંગ ગોરો થાય છે.

૧૦) કેળાને મેશ કરીને હાથ-પગ પર લગાવવાથી રંગ સાફ થાય છે અને સ્કીન શાઈન કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.