ગોઠણ નો દુઃખાવા માટે આ ઘરેલું ઉપાય કરી લો તો 80 વર્ષ સુધી ધડપણમાં પણ સહારા વગર ચાલી શકશો

આજના બદલાયેલા પર્યાવરણમાં ખાવા પીવામાં પણ થોડો ને થોડો ફેરફાર આવી રહ્યો છે, કેમ કે આજે તે જુના જમાના જેવું વગર ભેળસેળ વાળી શુદ્ધ ખાદ્ય સામગ્રી નથી રહી. આ જ કારણ છે કે આ આધુનિક અને વેજ્ઞાનિક યુગમાં પણ બીમારીઓનો ઢગલો થયો છે, તેમાંથી એક ગોઠણ નો દુઃખાવો. આપણે ઘણી વખત આપણા મોટી ઉંમરના વડીલોને ગોઠણ ના દુઃખાવા થી તડપતા જોયા છે. દિવસ રાત દવા ખાવાથી પણ તેમણે કોઈ રાહત થતી નથી.

ચાલવા ફરવામાં ખુબ તકલીફ થાય છે અને સાથે જ ગોઠણ ને વાળવામાં, ઉઠવા-બેસવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તેમને એટલો વધુ દુઃખાવો થાય છે કે તેઓ સારી રીતે ઊંઘી પણ નથી શકતા અને ગોઠણ માં સોજો પણ આવી જાય છે. ઉંમર સાથે જ હાડકાની બીમારીઓ વધતી જાય છે. આજે અમે ગોઠણના દુઃખાવાના એવા ઉપયોગી ઉપાય જણાવીશું જે ખુબ અસરકારક છે જો તેને અપનાવી લીધા તો ગઢપણ સુધી કોઈ સહારા ની જરૂર નહી પડે ઘોડા ની જેમ દોડી શકશો તો આવો જાણીએ તે ઉપાય વિષે.

ગોઠણ ના દુખાવાના ચમત્કારી ઘરેલું રામબાણ ઉપાય :

પારિજાત (હારસિંગાર) એક છોડ છે જેમાં સફેદ રંગના ફૂલ થાય છે આ ફૂલ રાત્રે ખીલે છે અને સવારે ખરી જાય છે આ છોડના 6 થી 8 પાંદડા ને સપાટ પથરા ઉપર વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. ઉકળતા ઉકળતા જયારે તે અડધું રહી જાય તો તેને હુંફાળું કરીને રોજ ખાલી પેટ પીવો. આમ કરવાથી તમારા શરીર અને સાંધાના દુઃખાવા માંથી તમને મુક્તિ મળશે. તે ઔષધી ની સાથે કોઈ બીજી દવા ન લેવી. આ ઉપાય સૌથી વધુ અસરકારક છે.

કરેણ ના પાંદડાને ઉકાળીને તેને તેના પાંદડાની ચટણી બનાવો અને તલના તેલમાં ભેળવીને ગોઠણ ઉપર માલીશ કરો આમ કરવાથી તમને દુઃખાવા માંથી મુક્તિ મળી જશે.

તમને ગોઠણમાં દુખાવો રહે છે તો રોજ રાત્રે 2 ચમચી મેથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. અને સવારે ખાલી પેટ મેથીને ચાવીને ખાવાથી અને મેથીનું પાણી પીવાથી તમને ક્યારેય પણ ગોઠણ નો દુઃખાવો નહી થાય.

રોજ અડધુ કાચું નારીયેલ ખાવાથી ગઢપણમાં પણ ક્યારેય તમને ગોઠણ ના દુખાવાની તકલીફ નહી થાય.

5 અખરોટ રોજ ખાલી પેટ ખાવાથી તમને ગોઠણ માં તકલીફ નહી થાય.

રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધમાં હળદર નાખીને પીવાથી તમને હાડકામાં દુઃખાવાની તકલીફ માંથી મુક્તિ મળશે.

સવાર સાંજ ભદ્ર આસન કરવાથી તમને લાભ મળશે. હાડકાના દુઃખાવા માંથી બચવા માટે તમે તમારા ભોજનમાં 25% ફળ અને લીલા શાકભાજી ઉમેરો તો તમને ક્યારેય પણ હાડકાના દુઃખાવા નો સામનો નહી કરવો પડે.

નારીયેલ, સફરજન, સંતરા, મોસંબી, કેળા, નાશપતિ,તરબૂચ અને શક્ક્કર ટેટી વગેરે ફળો નું સેવન રોજ જરૂર કરો.

વિડીયો – ૧

 

વિડીયો – ૨

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.