UPSC સહીત અન્ય સરકારી નોકરીઓ માટે બદલાશે પરીક્ષા પેટર્ન, કેન્દ્ર સરકારની યોજના

કેંદ્ર સરકાર નોકરી માટે ભરતીની પરીક્ષાઓમાં મોટા પરિવર્તન કરવા જઈ રહી છે. એને લઈને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જાણકારી પણ આપી છે. જણાવી દઈએ કે, સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) ગ્રુપ ‘એ’ અને ગ્રુપ ‘બી’ ની અન્ય સેવાઓ સિવાય ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ), ભારતીય વિદેશ સેવા (આઈએફએસ), ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અને ભારતીય વન સેવા (આઈએફએસ) ના અધિકારીઓની પસંદગી માટે દર વર્ષે સિવિલ સેવા પરીક્ષા લેવાય છે.

યુપીએસસી સિવાય કર્મચારી પસંદગી આયોગ (એસએસસી) પણ કેંદ્ર સરકારના બધા વિભાગો માટે ભરતીઓ કરાવે છે. એસએસસી મુખ્ય રીતે ગ્રુપ ‘બી’ પદો પર કર્મચારીઓની પસંદગી કરવા માટે પરીક્ષાઓ કરાવે છે. પણ હવે કેંદ્ર સરકારે ગ્રુપ ‘બી’ અને ‘સી’ ના પદો માટે થવાવાળી બધી ભરતીઓને સામાન્ય પાત્રતા પરીક્ષા (સીઈટી) ના માધ્યમથી એજન્સી દ્વારા કરાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

કાર્મિક મંત્રાલયની બાબતોની જાણકારી આપતા તેમણે કહ્યું કે, ગ્રુપ ‘બી’ ના બિન-રાજપત્રિક પદો, ગ્રુપ ‘સી’ ના અમુક પદો અને સહાયક સરકારી સંગઠનોના પદો પર નિયુક્તિ માટે સામાન્ય પાત્રતા પરીક્ષા કરાવવા માટે એક વિશિષ્ટ એજન્સી ગઠિત કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

કાર્મિક રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે, પ્રસ્તાવિક પગલું કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવવા વાળા લોકોને સમાન અવસર ઉપલબ્ધ કરાવશે. એના સિવાય પરીક્ષા કરાવવાવાળી સરકારી એજન્સીઓ અને પરીક્ષામાં શામેલ થવાવાળા માટે આ પરવડે એવું હશે. જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, શાસનમાં સુગમતા અને જીવન સુગમતા માટે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકાર દ્વારા ભરવામાં આવેલા ઘણા પગલાંમાંથી એક છે.

મંત્રાલયે આ પ્રસ્તાવ માટે બીજા મંત્રાલયો/ ભારત સરકારના વિભાગો, રાજ્ય સરકારો, કેંદ્ર શાસિત પ્રદેશોના પ્રશાસન અને લોકો ‘ખાસ કરીને સરકારી નોકરીઓ માટે આવેદન કરવા માટે ઈચ્છુક ઉમેદવારો’ પાસે જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 7 લાખ પદ ખાલી છે. રાજ્યસભામાં પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસમંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ગયા વર્ષે માર્ચ સુધીના આંકડા અનુસાર કેંદ્ર સરકારે અલગ વિભાગોમાં કુલ 6.83 લાખ પદ ખાલી છે.

અલગ અલગ વિભાગોમાં કુલ ખાલી પદ (Vacant Post in Central Govt departments) – 6,83,823

ગ્રુપ સી (Group C) માં કેટલા ખાલી પદ – 5,74,289

ગ્રુપ બી (Group B) માં કેટલા ખાલી પદ – 89,638

ગ્રુપ એ (Group A) માં કેટલા ખાલી પદ – 19,896

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.