છોકરીઓની લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે સરકાર આ આર્ટિકલમાં જાણો વિગત

કેંદ્ર સરકાર છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. માતૃત્વ મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે કેંદ્રની મોદી સરકાર તેની તૈયારીમાં છે. તેના માટે કેંદ્ર સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 માં લગ્નની ઉંમર, સજા અને દંડ સહીતના ફેરફાર પર કામ કરી રહી છે. તેના માટે કાયદા મંત્રાલય સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. અત્યારે આ ઉંમર છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે.

આ વાતની જાહેરાત કેંદ્રીય નાના મંત્રી નિર્મલા સીતારમને બજેટ સત્રમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર લગ્નની ઉંમરને નિર્ધારિત કરવા પર વિચાર કરી રહી છે. તેના માટે એક ટાસ્કફોર્સ કમિટીની રચના પર કરવામાં આવી છે. જે 6 મહિનામાં આના પર રિપોર્ટ આપશે.

સરકારના આ આદેશની પાછળ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, છોકરીઓને વૈવાહિક દુષ્કર્મથી બચાવવા માટે બાળ લગ્નને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર જાહેર કરી દેવા જોઈએ. પણ સુપ્રીમ કોર્ટે પણ લગ્નની ઉંમર પર નિર્ણય લેવાનું કામ સરકાર પર છોડી દીધું હતું.

એ સિવાય યુનિસેફના આંકડા અનુસાર ભારતમાં 27 ટકા છોકરીના લગ્ન 18 વર્ષ સુધીની ઉંમરમાં અને 7 ટકા છોકરીઓના 15 વર્ષ સુધીની ઉંમરમાં જ થઈ રહ્યા છે. જેની સીધી અસર ઓછી ઉંમરમાં માં બનવા અને માં ના પ્રસવ દરમિયાન થતા મૃત્યુ પર પડી રહી છે.

મહિલા અને બાલ વિકાસ મંત્રાલયના એક અધિકારી અનુસાર લગ્નની ઉંમરમાં વધારો થવાથી તેમના બાળકને પેદા કરવાની ઉંમરમાં પણ વધારો થઈ જશે. એનાથી સરકારને માતૃ મૃત્યુ દરમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે. અત્યારે 2017 ના આંકડાઓ અનુસાર રાષ્ટ્રીય સ્તર પર આ આંકડા પ્રતિ એક લાખ પર 122 છે. જયારે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં આ 188 પ્રતિ લાખ પર છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.