ગોવામાં આ ગુજરાતી છોકરીએ કર્યું કઈ એવુ કે થઈ ગઈ જેલ.

મોટી હોટલોમાં ગ્રાહકો અને વેઈટર વચ્ચે અવાર નવાર નાની મોટી બોલાચાલી થતી રહે છે, અને તેને કારણે હોટલોનું વાતાવરણ બગડતું હોય છે. આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ગોવામાં એક 23 વર્ષની મુંબઇની યુવતી પોતાના મિત્ર સાથે ગોવા ફરવા ગઈ હતી. યુવતીનું નામ રંગોલી પટેલ છે અને તે મુંબઇ મલાડની રહેવાસી છે.

તે કંલંગુટ બીચ ઉપર હોટેલમાં પોતાના મિત્ર સાથે રોકાઈ હતી. ત્યાં અને હોટેલમાં વેઈટર સાથે બોલાચાલીથી ગુસ્સે થયેલી યુવતીએ બદલો લેવાની ગડમથલ બોમ્બના ખોટા સમાચાર ફેલાવી દીધા. કલંગુટ પોલીસ ઈન્સ્પેક્ટર દળવીએ કહ્યું કે છોકરી અને તેના મિત્ર બન્ને રેસ્ટોરન્ટમાં ડિનર લેવામાં આવ્યું. ત્યાં બંને વચ્ચે કોઈ વાતને લઇને ઝગડો થઇ ગયો.

છોકરીના મિત્રએ ઘણું જ વધુ ડ્રિન્ક કર્યું હતું. બંનેને ઝઘડતા જોઈને વેઈટર એ વચ્ચે ઇન્ટરફિયર કર્યું. વેટરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મારપીટ કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાર પછી વેઈટર એ તેને રેસ્ટોરંટ માંથી ચાલ્યા જવા કહ્યું.

બન્ને રેસ્ટોરન્ટ માંથી ચાલ્યા ગયા અને તેની વચ્ચેના સંઘર્ષને ઉકેલી ગયો હતો. પણ આ બાજુ રંગોળીએ વેઈટરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. યુવતીએ રાત્રે 1 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે હોટેલમાં બોમ્બ છે. આ સમાચાર પછી હોટેલમાં એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૅડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૅડ અને ડોગ સ્નિફર સ્ક્વૅડને બોલાવવામાં આવી.

દેશમાં આતંકી હુમલા પછી ઘણું તણાવપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને પોલીસ કોઈ પણ સિચ્યુએશન સામે લડવા માટે તૈયાર હતી. પોલીસને કૉલ કર્યા પછી યુવતીએ ફોન ફ્લાઈટ મોડ ઉપર મૂકી દીધો હતો.

પોલીસ દ્વારા મોબાઇલ નંબર ડિટેઇલના આધારે આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીએ કોલ કરી બોમ્બની ખોટી માહિતી આપવાની વાત સ્વીકારી. માપુસા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ આરોપી યુવતીની જામીન રીજેક્ટ કરી દીધા અને તેને બે દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી.

“અવિચારી કાર્ય મા કુરુ” સંસ્કૃતની આ ઉક્તિ ઘણું સમજાવી શકે છે આપણને કે વિચાર્યા વગરનું કોઈ કાર્ય કયારે પણ ના કરવું જોઈએ. નહી તો ઘણું મોટુ સંકટ આવી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.