વૃદ્ધની દેખરેખ માટે મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો, ભર્યું આ મોટું પગલું

ભાગ-દોડ વાળા જીવન અને કરિયરને સારું બનાવવાની મૂંઝવણમાં હંમેશા લોકો પરિવારના વૃદ્ધ લોકોની યોગ્ય દેખરેખ નથી રાખી શકતા. એવામાં વૃદ્ધોએ ઘરમાં એકલા રહીને સમય પસાર કરવો પડે છે. એવા લોકોની દેખરેખ માટે કેંદ્રની નરેંદ્ર મોદી સરકારે એક ખાસ પહેલ કરી છે.

હકીકતમાં ઘરમાં એકલા રહેવા વાળા વૃદ્ધોની દેખરેખ માટે સરકાર બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) ની મદદ લેશે. આની જાણકારી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવર ચંદ ગહલોતે રાજ્યસભામાં આપી.

ગહલોતે જણાવ્યું કે, એકલા જીવન જીવી રહેલા વૃદ્ધોને દિવસના સમયે મનોરંજન, અધ્યયન અને અન્ય કામો માટે સમય પસાર કરવાના હેતુથી ડે કેયર સેંટર શરૂ કરવાના ઈરાદે કાયદો બનાવવામાં આવશે.

ગહલોતના નિવેદન અનુસાર વૃદ્ધોની દેખરેખ માટે એનજીઓની મદદ લેવાની નવી યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.

થાવર ચંદ ગહલોતે જણાવ્યું કે, 2007 ના એક કાયદામાં વૃદ્ધોની દેખરેખની જોગવાઈ છે. જો કે સરકાર, એકલા રહેતા વૃદ્ધોની દેખરેખ માટે નવા કાયદા બનાવવા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, આ કાયદા અંતર્ગત ડે કેયર સેન્ટર ખોલવામાં આવશે.

એકલા રહેવા વાળા વૃદ્ધ તેમાં દિવસના સમયે મનોરંજન અને અધ્યયન વગેરે ગતિવિધિઓના માધ્યમથી પોતાનો સમય પસાર કરી શકશે.

તેના સિવાય એક અન્ય કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં એનજીઓના કાર્યકર્તા એકલા રહેવા વાળા વૃદ્ધોની દેખરેખ માટે મોકલવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે, 2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશમાં વૃદ્ધોની સંખ્યા લગભગ 10.38 કરોડ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.