સરકાર બદલી ચુકી છે ઈંશ્યોરેંસ નિયમ: જાણો અલગ અલગ CC ની ટુ-વ્હીલરના ઈંશ્યોરેંસ માટે હવે આટલા પૈસા આપવા પડશે, વધુ માંગે તો કરો અહીં ફરિયાદ

વીમા નિયામક ઈરડા (ઈંશ્યોરેંસ રેગ્યુલેટરી એંડ ડેવલપમેંટ અથોરેટી IRDA) ઈંશ્યોરેંસને લઇને નવા નિયમ લાગુ કરી ચુકી છે. ત્યાર પછી કાર કે ટુ વ્હીલર ખરીદતી વખતે જ ૩ થી ૫ વર્ષનું લોંગ ટર્મ થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ લેવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. તેનાથી હવે વ્હીકલ ખરીદતી વખતે વાહન માલિકોને વધુ પૈસા ચૂકવવાના રહેશે. ઘણી વખત એજંટ ગ્રાહકને ખોટી માહિતી આપીને પોલીસી વેચી દે છે.

તમને કોઈ ખોટી માહિતી આપે કે વધારાના પૈસા લે તો તમે તેની સીધી ઈરડાને ફરિયાદ કરી શકો છો. આજે અમે જણાવી રહ્યા છીએ થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ શું હોય છે? અને હવે નવી ગાડી ખરીદતી વખતે તમારે કેટલા રૂપિયા તેના માટે આપવાના રહેશે. સાથે જ તમે ફરિયાદ કેવી રીતે કરી શકો છો તે પણ જાણો.

શું હોય છે થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ?

થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસમાં વીમો ઉતરાવવા વાળા વ્યક્તિ ફર્સ્ટ પાર્ટી હોય છે. વીમા કંપની બીજી પાર્ટી હોય છે. ત્રીજી પાર્ટી તે હોય છે જેને વીમો કરાવવા વાળા નુકશાન પહોચાડે છે. થર્ડ પાર્ટી જ નુકશાન માટે ક્લેમ કરે છે.

આ વીમા પોલીસી તમારા વાહનથી બીજા લોકો અને તેની સંપત્તિને નુકશાનને કવર કરે છે.

આ પોલીસી લેવાથી તમારા વાહનને થયેલા નુકશાનનો તેની સાથે કોઈ લેવા દેવા નથી હોતું. તમને ઈજા પણ થઇ જાય તો તેમાં કોઈ કવર નથી મળતું.

દારુ કે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ લઇને જો તમે ગાડી ચલાવી રહ્યા છો, અને અકસ્માત થઇ જાય તો ક્લેમ માન્ય નથી ગણાતો. વગર લાયસન્સથી ડ્રાઈવિંગ કરવા અને જાણી જોઇને અકસ્માત કરવાથી પણ ક્લેમ માન્ય નહિ ગણાય.

કાર માટે કેટલા પૈસા આપવા પડે છે?

નવી પોલીસી લાગુ થયા પછી 1000 CC વાળા એન્જીનની કારના ઈંશ્યોરેંસ માટે 5286 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. 1000-1500 CC વાળા એન્જીનની કાર માટે 9534 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. 1500 CC થી વધુ કેપેસીટી વાળા એન્જીનની ગાડી માટે 24,305 રૂપિયા આપવાના રહેશે.

બાઈક માટે કેટલા પૈસા આપવાના રહેશે?

75 CC એન્જીન સુધીના બાઈક માટે 1045 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. 75 થી 150 CC વાળા બાઈક માટે 3285 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. 150 થી 350 CC વાળા બાઈક માટે 13,034 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. ફોર વ્હીલર માટે જ્યાં ઈંશ્યોરેંસ 3 વર્ષનું આવી રહ્યું છે અને ટુ વ્હીલર માટે તે 5 વર્ષનું છે.

થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ લેવું ફરજીયાત છે.

મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ લેવું ફરજીયાત છે.

ફોર વ્હીલર ખરીદવા વાળા પાસે 1 કે 3 વર્ષ માટે ઈંશ્યોરેંસ લેવાનો વિકલ્પ છે. ટુ વ્હીલર ખરીદવા વાળા પાસે 5 વર્ષ માટે ઈંશ્યોરેંસ લેવાનો વિકલ્પ છે. આમ તો તેના પછી હવે દર વર્ષે પોલીસીને રીન્યુ કરાવવાની ઝંઝટ દુર થઇ ગઈ છે. પ્રીમીયમ દરોમાં પણ હવે સ્થિરતા આવશે. ક્યારે ક્યારે દર ઘટશે વધશે નહિ.

ક્યાં કરી શકો છો ફરિયાદ?

ઘણી વખત એજન્ટ ખોટી જાણકારી આપીને પોલીસી વેચે છે. એટલા માટે ઈરડામાં ફરિયાદ કરી શકો છો. એના માટે સૌથી પહેલા તમારે વીમા કંપનીના ફરિયાદ નિવારણ અધિકારી સાથે સંપર્ક કરવો જોઈએ. અહિયાંથી સમાધાન ન થાય તો તમે ઈરડાના ફરિયાદ નિવારણ સેલને ટોલ ફ્રી નંબર 155255 ઉપર ફરિયાદ કરી શકો છો.

ડોક્યુમેન્ટ સાથે ઈરડાના ઈમેલ આઈડી ઉપર પણ ફરિયાદ મોકલી શકો છો : complaints@ irdai.gov ડોટ in

અહિયાંથી પણ સમસ્યાનો હલ ન થાય તો તમે વીમા લોકપાલ સુધી ફરિયાદ પહોચાડી શકો છો.