મોદી સરકાર આપી રહી છે 1 કરોડ જીતવાનો મોકો, તમારે કરવું પડશે બસ આ સરળ કામ

સરકાર વસ્તુ અને સેવા કર (GST) માં હેરાફેરીને રોકવાના ઉપાયો અંતર્ગત જીસએસટી વ્યવસ્થા અંતર્ગત એક એપ્રિલથી એક એવી લોટરીની શરૂઆત કરવાની યોજના બનાવી રહી છે, જેમાં દર મહિને દુકાનદાર અને ખરીદદાર વચ્ચે સોદાના દરેક બિલને લકી – ડ્રો માં શામેલ કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે, આ લોટરીમાં ઉપભોગતાઓને એક કરોડ રૂપિયા સુધીનું ઇનામ મળી શકે છે.

રસીદની રકમની કોઈ સીમા નહિ હોય :

અધિકારીએ કહ્યું કે, આ લોટરી યોજના ગ્રાહકોને દુકાનોથી દરેક ખરીદીનું બિલ/રસીદ માંગવાને પ્રોત્સાહિત કરવા માટે વિચારવામાં આવી છે. તેનાથી જીએસટીની ચોરી રોકવામાં મદદ મળશે. અધિકારીએ કહ્યું કે, આ લોટરીમાં ભાગ લેવા માટે એ પ્રકારની કોઈ સીમા નહિ હોય કે રસીદ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી કિંમતની હોવી જોઈએ.

ત્રણ લકી લોકોને મળશે ઇનામ :

લોટરીમાં એક પ્રથમ વિજેતા પસંદ કરવામાં આવશે જેને મોટું ઇનામ મળશે. રાજ્ય સ્તરો પર બીજા અને ત્રીજા વિજેતા પણ પસંદ કરવામાં આવશે. તેમાં ભાગ લેવા માટે ઉપભોગતાઓએ કોઈ પણ રસીદને સ્કેન કરીને અપલોડ કરવી પડશે. જીએસટી નેટવર્ક તેના માટે મોબાઈલ એપ વિકસિત કરી રહી છે. આ એપ આ મહિનાના અંત સુધી એન્ડ્રોઇડ અને એપ્પલના ઉપભોગતાઓ માટે ઉપલબ્ધ થઈ જશે.

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમાશુલ્ક બોર્ડ (CBIC) ના એક અધિકારીએ ગયા મહિને કહ્યું હતું કે, આ લોટરીમાં લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીના ઇનામ રાખવામાં આવી શકે છે. જીએટી પરિસદ આ યોજના પર 14 માર્ચની બેઠકમાં પોતાનો મત આપી શકે છે. આ લોટરીના પૈસા નફાખોરીના મામલામાં આવેલા દંડમાંથી લેવામાં આવશે. જીએસટી કાયદામાં નફાખોરી વિરુદ્ધ કાર્યવાહીની જોગવાઈ છે. તેમાં દંડના પૈસા ઉપભોગતા કલ્યાણ કોષમાં રાખવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.