લગ્નનું પ્લાનિંગ છે તો તમારા માટે આવી છે ખુશખબર, દુલ્હનને સોનું ગિફ્ટ કરશે સરકાર

આજકાલ સરકાર મધ્યમ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ બહાર પાડી રહી છે, જેમાં એક આવી જ યોજના હાલમાં સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે. ગરીબ હોય કે શ્રીમંત દીકરીના લગ્નની ચિંતા તો દરેક કુટુંબને હોય છે. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરીના લગ્ન યોગ્ય ઉંમરની વ્યક્તિ સાથે થઈ જાય તો તે જીવનમાં ઘણા ખુશ રહે છે.

લોકો પોતાની દીકરીના કન્યાદાન માટે ઘણા સપના જોતા હોય છે. એટલું જ નહિ આપણા દેશના ઘણા રાજ્યોની સરકાર લગ્નમાં મદદ માટે ઘણી બધી યોજનાઓ પણ ચલાવે છે. હમણાં હાલમાં જ આસામ રાજ્યની સરકારે અરુંધતિ સ્વર્ણ યોજનાના નામે લગ્ન માટે એક વિશેષ યોજનાની શરૂઆત કરી છે.

આસામ સરકારે બાળ વિવાહને અટકાવવા અને લગ્નના રજીસ્ટ્રેશન કરાવવાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ વિશેષ સ્કીમ શરુ કરી છે. અરુંધતી સ્વર્ણ યોજના હેઠળ રાજ્યની દરેક છોકરીને લગ્નના સમયે ૧૦ ગ્રામ સોનું ભેંટમાં આપવામાં આવશે. આ સ્કીમની શરુઆત આવતા વર્ષે જાન્યુઆરીથી થઇ જશે.

અંધરુતી સ્વર્ણ યોજનાનો ફાયદો લેવા માટે થોડી શરતો પણ છે. આ સ્કીમનો ફાયદો તે પુખ્ત કન્યાને મળશે જેમણે ૧૦ ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય અને પોતાના લગ્નને રજીસ્ટરર્ડ કરાવ્યા હોય. અને આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વર્ષની આવક પાંચ લાખથી ઓછી હોવી જોઈએ.

આ સ્કીમ હેઠળ લાભ છોકરીના પહેલી વખતના લગ્ન ઉપર જ મળશે, અને તેણે સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ હેઠળ પોતાના લગ્ન રજીસ્ટર કરાવવાના રહેશે. અંધરુતી સ્વર્ણ યોજનામાં સોનું ફીઝીકલ ફોર્મમાં ન આપતા બેંકના માધ્યમથી પૈસા આપવામાં આવશે. લગ્નના રજીસ્ટ્રેશન અને વેરીફીકેશન પછી ૩૦,૦૦૦ રૂપિયા કન્યાના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી સોનું ખરીદવાની રસીદ જમા કરાવવાની રહેશે.

૧૦ ગ્રામ સોના માટે ૩૦,૦૦૦ રૂપિયાની રકમ આખા વર્ષની સરેરાશ કિંમત ઉપર ધ્યાન આપ્યા પછી નક્કી કરવામાં આવી છે. તેણે દરેક બજેટમાં જાહેર કરવામાં આવશે. લગ્નને ડેપ્યુટી કમિશર ઓફિસો ઉપરાંત સર્કલ ઓફીસોમાં પણ નોંધણી કરાવવાની મંજુરી આપવામાં આવશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.