હોંગકોંગમાં બધાને 92 હજાર રૂપિયા આપશે સરકાર, જાણો શું છે કારણ

છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસને કારણે ચીનમાં સ્થિતિ બેકાબુ છે. અત્યાર સુધી 2500 થી વધારે લોકોના જીવ જઈ ચુક્યા છે, તો દેશની ઈકોનોમી (અર્થવ્યવસ્થા) પણ તૂટી રહી છે.

આ વાયરસને કારણે ચીનના હોંગકોંગમાં પણ મંદી જેવો માહોલ છે. જો કે, હોંગકોંગની સરકારે પોતાની મંદી સામે લડી રહેલી અર્થવ્યવસ્થાને સુધારવા માટે એક મોટી જાહેરાત કરી છે.

હકીકતમાં હોંગકોંગની સરકારે 70 લાખ સ્થાનિક રહેવાસીઓને રોકડ મદદ આપવાની ઘોષણા કરી છે. તેના અંતર્ગત પ્રત્યેક સ્થાયી નાગરિકને 10,000 હોંગકોંગ ડોલર (1280 અમેરિકી ડોલર) ની મદદ મળશે.

જો ભારતીય રૂપિયાની વાત કરીએ તો હોંગકોંગના દરેક નાગરિકને 92 હજાર રૂપિયા જેટલી મદદ મળશે. હોંગકોંગના નાણાં મંત્રી પૉલ ચાને વાર્ષિક બજેટ રજુ કરતા આ જાણકારી આપી.

તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટને દૂર કરવા માટે 120 અબજ હોંગકોંગ ડોલરની જોગવાઈ કરવામાં આવી છે. આ રોકડ મદદથી હોંગકોંગ પર 71 અબજ હોંગકોંગ ડોલરનો બોજ આવશે.

જો કે, સરકારને આશા છે કે, ઉપભોગતાઓ તેમાંથી મોટાભાગના પૈસા ફરીથી સ્થાનિક કારોબારમાં લગાવશે, જેનાથી અર્થવ્યવસ્થાને સુધારવામાં મદદ મળશે.

જણાવી દઈએ કે, ચીનની સેંટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ આર્થિક સુસ્તી દૂર કરવા માટે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. એક વર્ષની મેચ્યોરિટી માટે મુખ્ય વ્યાજ દર 4.15 ટકાથી ઘટાડીને 4.05 ટકા કરી દેવામાં આવ્યું છે. એટલે કે 0.10 ટકાનો ઘટાડો થયો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.